Globsyn Business School દ્વારા મેનેજમેન્ટ એજ્યુકેશનમાં આધ્યાત્મિકતા + હેપ્પીનેસ ઇંડેક્સ અને કૉર્પોરેટ વિશ્વમાં તેનાં મહત્વ પરની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન

 

કોલકાતા, July 3, 2017 /PRNewswire/ --

પૂર્વી ભારતની ટોચની મેનેજમેન્ટ સંસ્થાઓમાંની એક એવી Globsyn Business School એ આજે 'મેનેજમેન્ટ શિક્ષણમાં આધ્યાત્મિકતા' પર પ્રથમ આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. Dasho Karma Ura, અધ્યક્ષ, The Centre for Bhutan Research અને GNH Research, Thimpu, Bhutan; Dr. Anil Sahasrabudhe, ચેરમેન, AICTE; Dr. H. P. Kanoria, સ્થાપક ચેરમેન, SREI Group of Companies; Padma Shree Dr. S. M. Cyril, Loreto House; Mr. Aloke Mookherjea, ભૂતપૂર્વ ચેરમેન, Howden Solyvent India Limited; Mr. Sandipan Chakravortty, ચેરમેન, TMILL & Mjunction Services Limited અને Swami Atmapriyananda, વાઇસ ચાન્સેલર, Ramakrishna Mission Vivekananda University આ પ્રસંગને શોભાવવા માટે ઉપસ્થિત રહ્યાં હતાં.

     (Photo: http://mma.prnewswire.com/media/530050/Spirituality_in_Management_Education_Globsyn_Knowledge.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/530052/Dr__H__P_Kanoria.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/530051/Mr__Bikram_Dasgupta.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/530049/Spirituality_in_Management_Education.jpg )
     (Logo: http://photos.prnewswire.com/prnh/20160729/10151576-a )

કૉન્ફરન્સ યુવાઓ માટે માળખાગત મેનેજમેન્ટ શિક્ષણના ભાગરૂપે, સુખના ઇંડેક્સને અને કોર્પોરેટ વિશ્વમાં તેનાં મહત્વના વિસ્તૃતિકરણ માટે મેનેજમેન્ટ સાયન્સના અમલીકરણમાં સામાજિક સંભાળ અને સુખના મૂલ્યોને ઠસાવવા પર કેન્દ્રીત હતી.

 "આજના વિશ્વમાં સુખનું ઇંડેક્સ એ વાતચીતનો એક પ્રમુખ વિષય છે. અમે મેનેજમેન્ટ શિક્ષણમાં યુવાઓ માટે આધ્યાત્મિકતા અને સુખનો ઇંડેક્સ કેવી રીતે હકારાત્મક સંક્રમણ લાવી શકે તે મુદ્દાના વિસ્તૃતિકરણ માટે આ સેમિનારનું આયોજન કર્યું હતું. આપણી વચ્ચે Dasho Karma Ura હોવાનો અમને વિશેષાધિકાર પ્રાપ્ત થયો છે અને હું દિલથી એ આશા રાખું છું કે દરેક વ્યક્તિ તેમને GNH અને સુખના ઇંડેક્સ પર બોલતાં સાંભળીને પ્રબુદ્ધ બન્યા હશે." Mr. Bikram Dasgupta, સ્થાપક અને કારોબારી ચેરમેન, Globsyn Group એ જણાવ્યું હતું.

Mr. Dasgupta એ ઉમેર્યું હતું, "Globsyn Business School શિક્ષણથી આગળ શીખવામાં વિશ્વાસ ધરાવે છે અને આ ફિલસૂફીને ટકાવી રાખવા માટે અને MBA વિદ્યાર્થીઓના સૌથી મોટાં NGO, કલ્યાણીને ચલાવીએ છીએ. અમારી B-સ્કૂલના મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ વૃદ્ધાશ્રમના વયસ્ક નિવાસીઓ, વિશેષ રૂપથી સક્ષમ બાળકો અને વયસ્કો અને વિશેષાધિકારોથી વંચિત સમાજના પછાત વર્ગોના જીવનને સ્પર્શવા માટે સમાજ માટે સંભાળની પ્રવૃત્તિઓમાં સહભાગી બને છે. આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને માત્ર નાની વયથી સમાજને કંઈક પાછું આપવાની પ્રથાને જ માન્યતા આપતી નથી, પરંતુ તેમને કોર્પોરેટ વિશ્વના સમર્પિત, દયાવાન પ્રબંધકો બનવામાં પણ મદદ કરે છે. ભાવિ પ્રબંધકો માટે અમે અધ્યયન પાઠ્યક્રમમાં GNHના સમાવેશનની પહેલ કરવાનું આયોજન પણ કરી રહ્યાં છીએ."

અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સર્વે વિશ્લેષણ અને રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણી વિશેષજ્ઞોએ વર્ણવ્યું હતું કે કઈ રીતે સુખાકારીના માપનોને અસરકારક રીતે રાષ્ટ્રોની પ્રગતિની આકારણી માટે ઉપયોગમાં લઈ શકાય છે. સુખના ઇન્ડેક્સને માથાદીઠ GDP, સામાજિક આધાર, તંદુરસ્ત આયુષ્ય, જીવનની પસંદગીઓ કરવાની સ્વતંત્રતા, ઉદારતા અને ભષ્ટ્રાચારના દૃધ્ટિકોણના માપદંડો પર માપવામાં આવે છે.

વિશ્વ સુખાકારી અહેવાલ 2017 સુખાકારીના સામાજિક પાયાઓના મહત્વ અને કામમાં સુખના મહત્વ પર ભાર મૂકે છે. કામ એ સુખને અસર કરતું પ્રમુખ પરિબળ છે. કેમ કે મોટાભાગના લોકો તેમનાં જીવનનો એક મોટો ભાગ કામમાં વ્યતિત કરતા હોય છે, તેથી એ ભૂમિકાની મજબૂત સમજ પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી છે જેમાં રોજગાર અને કાર્યસ્થળ એ વિશ્વભરમાં વ્યક્તિઓ અને સમુદાયો માટે ખુશીને આકાર આપવામાં ભાગ ભજવે છે. હાલના સંશોધનો દર્શાવે છે કે કાર્ય અને રોજગાર એ માત્ર સુખના જ ચાલક નથી પરંતુ, તે સુખ જૉબ માર્કેટના પરિણામો, ઉત્પાદકતા અને મક્કમ કાર્યદેખાવને પણ આકાર આપવામાં મદદરૂપ બને છે.

ભૂતાન સુખના ઇંડેક્સની સ્વીકાર્યતા માટે અગ્રણી રહ્યું છે. વર્ષ 1979માં, આ શબ્દ રચના Gross National Happiness (GNH) તત્કાલીન ભૂતાન નરેશ, Jigme Singye Wangchuk દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમણે જણાવ્યું હતું કે દેશના વિકાસ અને વૃદ્ધિ GNH ની માપપટ્ટી પર માપવા જોઇએ અને નહિં કે GNP ના સંદર્ભમાં. જે રીતે ભૂતાન સતતપણે વૈશ્વિક સમુદાયની સાથે વધુને વધુ સામેલ થવાની શરૂઆત કરતો ગયો  તેમ તેમ GNH ને વ્યાખ્યાયિત કરવાનામ વર્ણવવાના અને માપન સુદ્ધાનાં નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવ્યાં. સૂચકાંકો બનાવવામાં આવ્યાં, માપનો નોંધવામાં આવ્યાં અને સરકારની નીતિઓની તપાસ માટેના સાધનોની રચના કરવામાં આવી, અને GNH ના વિકાસના બીજા તબક્કાએ પ્રશાસનમાં તેનાં વાસ્તવિક ઉપયોગના દર્શન કર્યાં. વર્ષ 2012માં, GNH એ વૈશ્વિક સમર્થન મેળવ્યું જ્યારે ભૂતાનના વડાપ્રધાન Jigme Thinley એ પ્રથમ UN ઉચ્ચ સ્તરીય બેઠક 'સુખ અને સુખાકારી: નવી આર્થિક પારદર્શકતાની વ્યાખ્યા' ની અગુવાઈ કરી હતી.

જાહેર નીતિમાં GNH ફિલસૂફીના એકીકરણની લાંબી અને અવીરતપણે ચાલુ પ્રક્રિયાના ભાગરૂપે, GNH ઇંડેક્સને ભૂતાનીઝ સમાજની પ્રગતિના માપનમાં મદદરૂપ થવા માટે Centre for Bhutan Studies (CBS) દ્વારા વિકસિત કરવામાં આવ્યો હતો. Centre For Bhutan Studies (CBS)ના પ્રમુખ, Dasho Karma Ura, ગ્રોસ નેશનલ હેપ્પીનેસની ભૂતાનની ઘરમેળે વિકાસની ફિલસૂફીની રાષ્ટ્રીય અને વૈશ્વિક સમજને પ્રોત્સાહિત કરવામાં અને તેને ઊંડી બનાવવામાં અગ્રણી હતાં. તેમણે Gross National Happiness (GNH) ની વિભાવનાઓને સંગઠિત કરી, GNH ના નવ વિસ્તારોની રચના કરી, અને 2010 અને 2007માં હાથ ધરવામાં આવેલ મોજણીની આગેવાની કરી. તેઓ ભૂતાનના પ્રથમ બંધારણ (2008માં ઘડવામાં આવેલ) ના ડ્રાફ્ટિંગના સભ્ય પણ રહ્યાં છે. તેઓ સક્રિય અભ્યાસુ, ઇતિહાસકાર, લેખક, અને ચિત્રકાર પણ રહ્યાં છે. તેમને ડિસેમ્બર 2006માં ભૂતાનના ચોથા રાજા દ્વારા રેડ સ્કાર્ફ અને પ્રાચીન શીર્ષક દાશો (નાઇટહૂડ)પણ એનાયત થયા છે, અને 2010માં તેમને સાહિત્ય અને ફાઇન આર્ટ્સમાં તેમનાં યોગદાન બદલ રાજા તરફથી Druk Khorlo (Wheel of Dragon Kingdom)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Globsyn Business School વિશે: 

શિક્ષણમાં સતત નવીનીકરણની Globsyn ની પશ્ચાદભૂમિ સાથે, Globsyn Business School (GBS) એ આજે ભારતની એકમાત્ર 'Corporate B-School' તરીકે પોતાની આગવી જગ્યા બનાવી છે, જે તેણે ઝડપથી વિકાસ પામતાં વૈશ્વિક કોર્પોરેટ વિશ્વની તાકાત અને વિવિધતામાંથી પ્રાપ્ત કરી છે. AICTE માન્યતા સાથે સ્કૂલની નવી આર્થિક પશ્ચાદભૂમિ, તેને આજે ભારતની સૌથી અગ્રણી ફૉરવર્ડ-થિન્કિંગ સંસ્થાઓમાંથી એક બનાવે છે. તેનાં નવીનીકરણ, સંશોધન અને તકનીકી પર બનેલાં ભવન સાથે, તેની 'શિક્ષણથી આગળ શીખવાની' ફિલસૂફીની સાથે, Globsyn તેનાં વૈશ્વિક નેટવર્ક્ડ, કોર્પોરેટ-સેવ્વી, સંશોધન પ્રેરક બળથી ચાલતા મેનેજમેન્ટ એજ્યુકેશન સિસ્ટમની રચનાના પોતાના માર્ગ પર સુપેરે આગળ વધી રહ્યું છે જે 'ઉદ્યોગ સુસંગત મેનેજર્સ' - આજના તકનીકી દ્વારા પ્રેરિત કારોબારી વાતાવરણમાં સંચાલન કરવા માટે વ્યાવસાયિકોનું એક ચપળ જૂથ ની રચના કરવા કાર્યરેખા પૂરી પાડતું સંશોધન આધારિત જ્ઞાનની વહેંચણી કરતા મેનેજમેન્ટના પરંપરાગત સ્વરૂપથી આગળ વધે છે.

Globsyn Business School એ સમય-સમય પર શિક્ષણ વર્તુળમાંથી ઘણી પ્રશસ્તિઓ પ્રાપ્ત કરી છે અને Business Indiaનું શ્રેષ્ઠ B-સ્કૂલ સર્વે 2016 મુજબ પૂર્વ ભારતમાં IIM-કલકત્તા, XLRI- જમશેદપુર, XIM-ભુવનેશ્વર અને IIT-ખરાગપુર (VGSM) સાથે ટોચની 5 B- સ્કૂલ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.


મીડિયા સમ્પર્ક:
Shabbir Akhtar
shabbir.akhtar@globsyn.com
+91-9830031847
Globsyn Knowledge Foundation


SOURCE Globsyn Knowledge FoundationJournalists and Bloggers

Visit PR Newswire for Journalists for releases, photos and customised feeds just for media.

View and download archived video content distributed by MultiVu on The Digital Center.

 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire