મુંબઇમાં લાવે છે Food Ingredients India & Health Ingredientsની 12 મી આવૃત્તિ

મુંબઈ, November 10, 2017 /PRNewswire/ --

આહાર અને સ્વાસ્થ્ય માટે ભારતીય પેટા ખંડનો સૌથી વ્યાપક B2B શો  

Food Ingredients India & Health Ingredients (Fi India & Hi) 2017 પર એક નજર:

- 200 થી વધુ પ્રદર્શકો સાથે ભારતીય ફૂડ માર્કેટ સુધીની પહોંચ

- વાર્ષિક રૂપે મુંબઇ અને નવી દિલ્હી વચ્ચે ફરે છે

- મુંબઇ, ભારતમાં Fi India & Hi ની 12 મી આવૃત્તિ

15 સહભાગી દેશો; 67 આંતરરાષ્ટ્રીય સહભાગીઓ; 60 થી વધુ નવા પ્રદર્શકો; હેલ્થ ઇન્ગ્રીડિઅન્ટ્સના 54 પ્રદર્શકો

- હેલ્થ ઇન્ગ્રીડિઅન્ટ્સ (સ્વાસ્થ્ય ઘટકો), ફૂડ પ્રોસેસિંગ અને પૅકેજિંગ પર ફ્રી ઑન-સાઇટ પરિસંવાદો; ન્યૂટ્રીમાર્કેટિંગ નિષ્ણાતો સાથે માર્ગદર્શિત ડિસ્કવરી ટૂર

- એક્સ્પો ફૂડટેક પેવેલિયન; ચાઇના પેવેલિયન; સેલિબ્રિટી શેફ રાખી વાસવાની દ્વારા હેલ્થ ઇન્ગ્રીડિઅન્ટ્સ ટ્રેઇલ અને વર્કશોપ્સ

- ભારતમાં ProPak નું સોફ્ટ લૉન્ચ; ગ્રેટર નોઈડા ખાતે Fi India & Hi સાથે સહ-સ્થિત

UBM India, ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક, Food ingredients India & Health ingredients (Fi India & Hi), ફૂડ ઍન્ડ હેલ્થ ઇન્ગ્રીડિઅન્ટ્સ, પ્રોસેસિંગ અને પૅકેજિંગ ઇન્ડસ્ટ્રી માટે ભારતીય પેટા-ખંડમાં સૌથી વ્યાપક B2B શો ની 12 મી આવૃત્તિ આજે બોમ્બે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે મુંબઈમાં લઈને આવ્યા. ત્રણ દિવસીય ટ્રેડ એક્સ્પો (9 થી 11 નવેંબર) નું ઉદ્ઘાટન - Mr. R. B. Smarta, સેક્રેટરી HADSA; Mr. Prabodh Halde, AFSTI ના પ્રમુખ, Mr. P. Muthuraman, ડિરેક્ટર, FSSAI; UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras અને Mr. Rahul Deshpande, ગ્રૂપ ડિરેક્ટર UBM India દ્વારા એક પ્રભાવી ઔદ્યોગિક સંમેલન વચ્ચે વ્યક્તિવિશેષો દ્વારા કરવામાં આવ્યું હતું.

     (Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
     (Logo: http://mma.prnewswire.com/media/585811/Fi_India_Logo.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/600881/Fi_India_and_Hi.jpg )

મુંબઇ અને નવી દિલ્હી જેવા ભારતના બે આશાસ્પદ ફૂડ હબ વચ્ચે દર વર્ષે એક્સ્પો ફરે છે. મુંબઈમાં Fi India & Hi ની 2017 ની આવૃત્તિ ઉદ્યોગના ખેલાડીઓને પશ્ચિમ ભારતમાં વિકસિત થઇ રહેલા ફૂડ મેન્યુફેક્ચરિંગ હબનો લાભ લેવાની તક પ્રદાન કરે છે.

12 વર્ષના વારસા સાથે, Fi India ફરી એક વાર આરોગ્ય સામગ્રીઓ, ખાદ્ય પ્રોસેસિંગ અને પેકેજિંગ પર ત્રણ દિવસનો નિઃશુલ્ક, ઑન-સાઈટ સેમિનાર હોસ્ટ કરી રહી છે. વિવિધ ભારતીય સંગઠનો સાથે જોડાણમાં સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં તકનીકી વિકાસ અને બજારના પ્રવાહોને આવરી લેવાયા છે. દિવસ 1 પર 'ભારતીય ન્યૂટ્રાસ્યુટીકલ્સ ઇન્ડસ્ટ્રીને નિયમનો કેવી રીતે સરળીકૃત્ત કરે છે', 'બજારમાં પ્રગતિશીલ ન્યુટ્રાસ્યુટીકલ્સ - સ્પોર્ટ્સ ન્યુટ્રિશન, ફોર્ટિફાઇડ ફુડ્સ, મેડિકલ ન્યુટ્રિશન'; 'ફાર્માકોપીયા એ ડાયેટરી સપ્લિમેન્ટ્સ માર્કેટને કેવી રીતે મદદ કરે છે?'; 'ન્યુટ્રાસ્યુટીકલ માર્કેટ્સના વિકાસમાં ફાર્માસ્યુટિકલ્સની ભૂમિકા'; 'સામગ્રીઓમાં નવીનીકરણ' અને 'મોન્ક ફળોના રસ - એક 100% કુદરતી વિકલ્પ જે કુદરતી અને ચડિયાતી સ્વાદની મીઠાસ પ્રદાન કરે છે' તે વિષયો પર સત્રોનું આયોજન થયું હતું. દિવસ 2 પર AIFPA દ્વારા 'ફૂડ ઇન્ગ્રીડિઅન્ટ્સના ઇમ્પોર્ટ અને એક્સ્પોર્ટ અંગે તક સંબંધિત નિયામક પડકારો' અને FSSAI ની 'ખાદ્ય સુરક્ષા માટે રાષ્ટ્રવ્યાપી ઇકોસિસ્ટમ બનાવવા માટે નવી પહેલ' અને અન્યોનો સમાવેશ થાય છે. દિવસ 2 પર 'FSSR 2011 થી 2018 - ફૂડ ઇન્ડસ્ટ્રી પર અસર' વિશે Mondelez International, Farm to Fork Solution, Exelon Food, NuFFoods Spectrum, અને TUV India જેવા ઇન્ડસ્ટ્રીના વિચારકો દ્વારા ચર્ચા પણ થશે. દિવસ 3 પર 'ક્લિન લેબલ નેચરલ પ્રોડક્ટ્સ સુરક્ષિત અને આરોગ્યપ્રદ છે', 'Locust Bean Gum (LBG) અને તેની ફૂડ એપ્લિકેશન' અને 'એનકેપ્સ્યુલેશન - આહારોમાં વધુ સારા પૌષ્ટિક મૂલ્યો માટે ટેક્નોલોજી ઑફ એનકેપ્સ્યુલેશન' જેવા સત્રોનું આયોજન થશે.

આ વર્ષે એક્સ્પો દ્વારા - એવરીથીંગ પ્રોટીન્સ, હેલ્થ એન્ડ વેલનેસ અને બેકરી ઇનોવેશન જેવા વિષયો પર ન્યુટ્રિ માર્કેટિંગ નિષ્ણાતો સાથે એક માર્ગદર્શિત ડિસ્કવરી ટૂર જેવા એક નવા વૈશિષ્ટ્યની રજૂઆત કરવામાં આવી. આ વર્ષના એક્સ્પોની અન્ય ઉત્તેજક હાઈલાઈટ્સમાં એક્સપો ફૂડટેક પેવેલિયનનો સમાવેશ થાય છે, જે ફૂડ ટેકનોલોજી, પ્રોસેસિંગ અને પૅકેજિંગ કંપનીઓને સમર્પિત છે, એક વિશાળ ચાઇના પેવેલિયન, હેલ્થ ઇન્ગ્રીડિઅન્ટ્સ ટ્રેઇલ અને એક સ્પેશિયલ Fi India & Hi કૂકરી વર્કશોપ સમાવિષ્ટ છે. વર્કશોપમાં સેલિબ્રિટી શેફ રાખી વાસવાનીના તાજેતરના ખાદ્ય પ્રવાહો પરના બે દિવસના જીવંત પ્રદર્શનનો સમાવેશ થાય છે અને એક્સ્પોમાં ડિસ્પ્લે પરની સામગ્રીઓનો ઉપયોગ કરીને ઇન્ડિયન ફ્યુઝન ધમાકા, ફેન્સી બ્રેડ મેકિંગ, એક્ઝોટિક એગ્લેસ ડેઝર્ટ્સ અને ફેસ્ટીવ ફિયેસ્ટા-પાર્ટી એપેટાઇઝર્સ અને ડિપ્સ પર સત્રોનો સમાવેશ થાય છે.

એક્સ્પોના ઉદ્ઘાટન વખતે, UBM India એ ProPak India ના સોફ્ટ લૉન્ચની જાહેરાત કરી હતી, જે આગામી આવૃત્તિથી Fi India & Hi સાથે સહ-સ્થિત હશે. ProPak India ભારતમાં એક વ્યાપક, એક અનન્ય ઇવેન્ટ હશે; ભારત, પૅકેજ્ડ ખોરાક માટે ટોચની પાંચ બજારોમાંનું એક છે, એક્સ્પો ઉદ્યોગને મળવા, નેટવર્ક, વ્યવસાયનું સંચાલન, નવીનતમ તકનીકી અને સોલ્યુશન્સની સાક્ષી લેવા, આઇડિઆ અને જ્ઞાનનું આદાનપ્રદાન કરવા માટે ભારતનું સૌથી વધુ મહત્ત્વપૂર્ણ પ્લેટફૉર્મ બનશે. 24.6 અબજ ડૉલરના ટર્નઓવર અને વાર્ષિક 13 થી 15 ટકાના વૃદ્ધિ દર સાથે, ઇન્ડિયન પૅકેજિંગ ઉદ્યોગ 2020 સુધીમાં 72 અબજ ડૉલર સુધી પહોંચવાની ધારણા છે. ફૂડ, ફાર્મા અને કોસ્મેટિક્સ જેવા મુખ્ય ઉદ્યોગ સેગમેન્ટ્સમાં UBM નો મજબૂત પગપેસારો છે. આ ઉદ્યોગોનો એકદમ અભિન્ન ભાગ પૅકેજીંગ છે, આ એક્સ્પો લૉન્ચ કરવા પાછળનો વિચાર ઉદ્યોગની અંદર UBM India ની તાકાતને કૅપિટલાઇઝ કરવી અને ભારતમાં આ વિશિષ્ટ સેગમેન્ટની સંભવિતતાને શોધવી તે છે કારણ કે આ ક્ષેત્રને કોઈ સમર્પિત પ્રદર્શન કેટેગરી નથી. 

Fi India & Hi 2017 ના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras દ્વારાજણાવવામાં આવ્યું હતું કે, "ફૂડ ઇન્ગ્રીડિઅન્ટ્સ (ખાદ્ય સામગ્રી) વિશ્વભરમાં વધતો જતો એક મલ્ટી-બિલિયન ડૉલરનો ઉદ્યોગ છે. ફૂડ એન્ડ બેવરેજ ઉદ્યોગમાં એક ક્રાંતિએ, ખાસ કરીને પ્રોસેસ્ડ ફૂડ ડોમેઇનમાં, નવા ઉત્પાદન વિકાસ માટે અસંખ્ય શક્યતાઓ પેદા કરી છે. સામાજિક-આર્થિક વસ્તી વિષયક પરિવર્તનથી ખોરાકના ઉત્પાદનોના ગુણવત્તાના ધોરણો સંબંધિત જાગરૂકતા વધી છે. પરિણામે, આ તૈયાર ઉત્પાદનોના નિર્માણમાં જાય તે ઇન્ગ્રીડિઅન્ટ્સની શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. Fi India & Hi, 12 મી આવૃત્તિમાં, UBM India વ્યવસાયો શોધવા અને વિકાસ માટે એક છત હેઠળ ત્રણ દિવસ માટે ફૂડ ઇન્ગ્રીડિઅન્ટ્સનું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન રજૂ કરી રહ્યું છે. હું સુનિશ્ચિત છું કે તે સુખાકારી અને કુદરતી ઇન્ગ્રીડિઅન્ટ્સ જેવા વિશિષ્ટ સેગમેન્ટ્સના વલણને સમજવામાં પણ મદદ કરશે જે આરોગ્ય સભાન ગ્રાહકો દ્વારા વધુ મૂલ્યવાન છે."  

" વર્ષે, અમે ProPak India ના લૉન્ચની જાહેરાત માટે પણ ગૌરવ અનુભવીએ છીએ જે આગામી વર્ષથી Fi India & Hi સાથે સહ-સ્થિત હશે. 24.6 અબજ ડૉલરનું ટર્નઓવર અને વાર્ષિક 13-15 ટકાના વૃદ્ધિ દર સાથે, ભારતીય પૅકેજિંગ ઉદ્યોગ 2020 સુધીમાં 72 અબજ ડૉલર સુધી પહોંચવાની ધારણા છે. હાલમાં વિશ્વમાં માથાદીઠ પૅકેજિંગનો સૌથી ઓછો ઉપયોગ થઈ રહ્યો છે, જેમ આપણે પ્રોસેસ્ડ ફૂડ તરફ આગળ વધશું તેમ ઇન્ડિયામાં વિભાગ વધુ વૃદ્ધિ પામશે. ProPak 2017 સાથે UBM India નો ઉદ્દેશ, ખોરાક, પીણાં અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોના સહભાગીઓ માટે સફળ બેઠકો, જ્ઞાન વિનિમય, નેટવર્કીંગ અને બિઝનેસ તકો પ્રદાન કરીને આ વિશિષ્ટ પણ વિકાસશીલ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનો છે." તેમણે આગળ ઉમેર્યું.

ઇન્ડિયન ફૂડ ઇન્ગ્રીડિઅન્ટ્સનું બજાર: 

- ઇન્ડિયન ફૂડ ઇન્ગ્રીડિઅન્ટ્સનું બજાર, જે 2016 માં આશરે $700 મિલ્યન હતું (વૈશ્વિક ખાદ્ય ઘટક ઉદ્યોગ જે અંદાજે $ 400 બિલિયન છે તેના કરતાં 0.2% ઓછું) પ્રોસેસ્ડ ફૂડ્સના વધતા વપરાશ માટે અને રેડી ટુ ઇટ (સેવન માટે તૈયાર) ખાદ્ય સામગ્રીની વધતી પસંદગી લીધે ઝડપી વિસ્તરણ જોઈ રહ્યું છે.

- બજારમાં ખાદ્ય સ્વાદો અને સ્વાદને વધારનારા ઘટકોનું પ્રભુત્વ છે, જે એક મહત્વપૂર્ણ હિસ્સો બને છે. આ સેગ્મેન્ટમાં સ્વીટનર્સનો વિકાસ દર સૌથી વધુ છે, જ્યારે તમામ પ્રાંતોમાં દક્ષિણ (સાઉથ) સૌથી વધુ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ધરાવવાની ગણતરીમાં સૌથી વધુ હિસ્સો ધરાવતો પ્રદેશ છે.

- માનવ સ્વાસ્થ્યને વધારવા માટે તેમના વિશેષ મહત્વના કારણે આહારમાં ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ્સ હંમેશા માંગમાં રહેલા બે મુખ્ય ઘટકો છે. પ્રાઇવેટ ઇક્વિટી કૉમ્યૂનિટીના ક્ષેત્રમાં રોકાણ કરવા માટેના વધતા રસના લીધે ઇન્ડિયન ફૂડ ઇન્ગ્રીડિઅન્ટ્સ સેક્ટર સમયાંતરે વેગ પકડી લેશે.

- વેચાણમાં રિટેઇલના 70 ટકા હિસ્સા સાથે ઇન્ડિયન ફૂડ ઍન્ડ ગ્રોસરી માર્કેટ વિશ્વમાં છઠ્ઠું સૌથી મોટું બજાર છે.

- ઇન્ડિયન ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ દેશના કુલ ખાદ્ય બજારનો 32 ટકા હિસ્સો ધરાવે છે, જે ભારતના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક છે અને ઉત્પાદન, વપરાશ, નિકાસ અને અપેક્ષિત વિકાસની દ્રષ્ટિએ પાંચમું સ્થાન ધરાવે છે.

-  ઉત્પાદન અને કૃષિમાં તે ગ્રોસ વેલ્યુ એડેડ (GVA) ના અનુક્રમે 8.80 અને 8.39 ટકા જેટલું યોગદાન આપે છે, જે ભારતની નિકાસના 13 ટકા અને કુલ ઔદ્યોગિક રોકાણના 6 ટકા છે.

- ભારતીય ગોર્મેટ ફૂડ માર્કેટનું મૂલ્ય હાલમાં 1.3 અબજ US$ નું છે અને 20 ટકાના કમ્પાઉન્ડ એન્યુઅલ (વાર્ષિક) ગ્રોથ રેટ (CAGR) થી વધતું જાય છે. ભારતના ઓર્ગેનિક ફૂડ બજારમાં  2020 સુધીમાં ત્રણ ગણો વધારો થવાની ધારણા છે.

UBM India વિશે:  

UBM India એ ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગોને એવા પ્લેટફૉર્મ પૂરા પાડે છે જે વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓને પોર્ટફોલિયો પ્રદર્શનો, વિષયવસ્તુ આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા એકસાથે લાવે છે. UBM India દર વર્ષે 25 મોટા પાયે પ્રદર્શનો અને દેશભરમાં 40 સંમેલનોનું આયોજન કરે છે; આથી બહુવિધ, ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરે છે. UBM Asia કંપની, UBM India ના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસો છે. UBM Asia, UBM plc ની માલિકી ધરાવે છે જે લંડન સ્ટૉક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શનોના આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયાના સૌથી મોટા વ્યવસાયિક આયોજક છે.

વધુ વિગતો માટે, કૃપા કરીને http://www.ubmindia.in ની મુલાકાત લો.

UBM plc વિશે: 

UBM plc વિશ્વની સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. વધુને વધુ ડિજિટલ થઇ રહેલા વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ ન હતી. UBM ખાતે, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તે ક્ષેત્રો માટેના અમારા ઊંડા જ્ઞાન અને જુસ્સો, અમને મૂલ્યવાન અનુભવો બનાવવા દે છે જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારી ઇવેન્ટ્સમાં લોકો સંબંધો બનાવે છે, સોદાઓને અંતિમ રૂપ આપે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750+ લોકો છે, ફેશનથી ફાર્માસ્યુટિકલ ઘટકો જેવા 50 થી વધુ વિવિધ ક્ષેત્રોને સેવા આપે છે. આ ગ્લોબલ નેટવર્ક્સ, કુશળ, પ્રખર લોકો અને માર્કેટ-અગ્રણી ઇવેન્ટ્સ વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષાને હાંસલ કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.

વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર @UBM, UBM Plc LinkedIn માં અમને અનુસરો.

મીડિયા સંપર્ક:
Roshni Mitra
roshni.mitra@ubm.com
+91-22-61727000
UBM India Pvt Ltd.

Mili Lalwani
mili.lalwani@ubm.com


SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire