Glenmark નો હેતુ ભારતમાં સોરાયસિસની સારવારમાં પરિવર્તન લાવવાવો છે, Apremilastને લોંચ કરી છે - સોરાયસિસની સારવાર માટે એક ક્રાંતિકારી આધુનિક ઓરલ સારવાર

મુંબઇ, November 13, 2017 /PRNewswire/ --

- Glenmark ભારતમાં સોરાયસિસના નિયંત્રણ માટે ઓરલ દવા Apremilast ને લોંચ કરતી સૌ પ્રથમ કંપની છે

- Glenmark ભારતમાં Apremilast માટે DCGI ની મંજૂરી અને માર્કેટિંગની અધિકૃતતા મેળવનાર સૌ પ્રથમ કંપની છે

- Apremilast ઓરલ ઉપચાર છે જે ભારતમાં હાલમાં મળતાં ઉપચારની ઘણી મર્યાદાઓને હલ કરે છે

- API થી બનાવટ સુધી ભારતમાં Apremilast નું ઉત્પાદન Glenmark દ્વારા કરવામાં આવશે

સંશોધનમાં અગ્રણી વૈશ્વિક એકીકૃત ફાર્માસ્યુટિકલ કંપની, Glenmark Pharmaceuticals Limited ભારતમાં Apremilast ને લોંચ કરવાની જાહેરાત કરી છે. Apremilast એ ભારતમાં સોરાયસિસની સારવાર માટે સૌ પ્રથમ ઓરલ પદ્ધતિસરની આધુનિક સારવાર છે. Apremilast એ ફોસ્ફોડિસ્ટેરેઝ 4 (PDE4) ઇન્હિબિટર છે જે મધ્યમસરથી તીવ્ર સોરાયસિસની સારવાર માટે નિર્દેશિત છે. Apremilast ના પ્રારંભથી સોરાયસિસની સારવારમાં ક્રાંતિ આવશે જે સોરાયસિસની સ્થિતિથી પીડાતા લગભગ 3.3 કરોડ ભારતીયોને અસર કરશે.

     (Logo: http://mma.prnewswire.com/media/451507/PRNE_Glenmark_Logo.jpg )

Apremilast સોરાયસિસ માટે આધુનિક ઓરલ ઉપચાર છે જે ભારતમાં હાલમાં મળતાં ઉપચારની ઘણી મર્યાદાઓને હલ કરે છે. તે રોગની પ્રગતિના અગાઉના તબક્કા પર લક્ષ્યાંકિત રીતે કાર્ય કરે છે. ઉપરાંત, તે એક ઇમ્યુનોમોડ્યુલેટર છે જ્યારે દેશમાં મળતી અન્ય દવાઓ બાયોલોજીક્સ સહિત ઇમ્યુનોસપ્રેસન્ટ છે અને મોટાભાગની ઓન્કોલોજીકલ સ્થિતિઓની સારવાર માટે નિર્દેશિત છે. ઇમ્યુનોસપ્રેસન્ટ એ રોગ પ્રતિરક્ષા તંત્રને દાબી દે છે જેથી શરીર વિવિધ ચેપ સાથે અત્યંત સંવેદનશીલ બને છે. Apremilast એ ઇમ્યુનોમોડ્યુલેટર હોવાથી તે રોગ પ્રતિરક્ષા તંત્રને દાબી દેતું નથી અને સોરાયસિસની સ્થિતિનું ઇન્ટ્રાસેલ્યુલર સ્તર પર સારવાર કરે છે જેનાથી સમગ્ર દેશના સોરાયસિસના દર્દીઓને લાભ થશે.

Apremilast એક ઓરલ ઉપચાર છે જેને જાતે લઇ શકાય છે જ્યારે હાલમાં ઉપલબ્ધ ઇન્જેક્ટેબલ ઉપચારો માટે તબીબી દ્વારા દાખલ કરવાનું રહે છે. વધુમાં, Apremilast એક સલામત દવા છે જેની લીવર અને કીડની જેવા અન્ય અંગો પર કોઇ અસર થતી નથી તથા હાલમાં વપરાતા અન્ય ઉપચારોના કેસમાં જરૂરી પડે તેમ CBC, લીવર અને કીડની પરીક્ષણ કે ટીબી તપાસ જેવા રોજીંદા પ્રયોગશાળાના નિદાનાત્મક પરીક્ષણો કરવાની જરૂર પડતી નથી.

Glenmark એ Apremilast ને સોરાયસિસની સારવાર માટે નિર્દેશિત 'Aprezo' બ્રાન્ડ નામ હેઠળ લોંચ કરી છે. નિયમનકારી જરૂરિયાતો પ્રમાણે મોલેકલ પર નિદાનાત્મક અજમાયશો હાથ ધર્યાં પછી Apremilast માટે DCGI તરફથી Glenmark ને મંજૂરી મળી છે.

Sujesh Vasudevan, પ્રેસિડેન્ટ અને હેડ - ભારત, મધ્ય પૂર્વ અને આફ્રિકા, Glenmark Pharmaceuticals, જણાવ્યું, "Glenmark ભારતમાં આધુનિક ઓરલ અને સલામત સારવાર, Apremilast ને પ્રસ્તુત કરનાર સૌ પ્રથમ કંપની બનવા માટે ગર્વ અનુભવે છે. Glenmark 4 દશકાઓથી ત્વચારોગ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતીય દર્દીઓ માટે આધુનિક ઉપચારો લાવતું રહ્યું છે. Apremilast ના લોંચ સાથે, અમે દેશમાં લાખો સોરાયસિસના દર્દીઓ માટે નમૂનારૂપ સારવારમાં બદલાવ લાવવાનો હેતુ ધરાવીએ છીએ."

Rajesh Kapur, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ - સેલ્સ અને માર્કેટિંગ, Glenmark Pharmaceuticals, જણાવ્યું, "Apremilastએ દેશમાં હાલમાં ઉપલબ્ધ સારવારની સરખામણીમાં સલામત અને અસરકારક છે. Apremilast એ દેશમાં માત્ર સોરાયસિસ માટે વિશેષપણે ઉપલબ્ધ મોંથી લેવાની દવા છે. આ ઉપરાંત, તે રોજીંદા પ્રયોગશાળાની દેખરેખ જેવી હાલની સારવારની ઘણી મર્યાદાઓને પણ હલ કરે છે. અમને આશા છે કે ભારતમાં લાખો દર્દીઓ હવે આ ક્રાંતિકારી સારવાર સાથે જીવનની સારી ગુણવત્તા સાથે જીવી શકશે."

વૈશ્વિક રીતે, વિશ્વની વસતિના લગભગ 3% લોકોને કોઇને કોઇ સ્વરૂપમાં સોરાયસિસ હોય છે. અન્ય અભ્યાસ જણાવે છે દેશમાં પ્રવર્તમાન સોરાયસિસની રેન્જ 0.09% અને 11.43% ની વચ્ચે છે જે સોરાયસિસને એક ગંભીર બાબત બનાવે છે.

ભારત હવે વિશ્વમાં સૌથી વધુ દર્દીઓનો સમૂહ પૈકી એક બન્યું છે અને અંદાજે 3.3 કરોડ સોરાયસિસના દર્દીઓ છે. ભારતમાં સોરાયસિસ અંગેના અભ્યાસ પ્રમાણે, લખનૌ, કલકત્તા, પટણા, દરભંગા, ન્યૂ દિલ્હી અને અમ્રિતસરમાં સ્થિત વિવિધ મેડિકલ કોલેજમાં એકત્રિત કરેલ ડેટા પર આધાર રાખીને, જણાયું છે કે કુલ ત્વચાના દર્દીઓ પૈકી સોરાયસિસ હોવાની ઘટના 0.44 અને 2.2% વચ્ચે છે. એ પણ જણાવ્યું હતું કે પુરુષથી સ્ત્રીનો (2.46:1) ગુણોત્તર ખુબ ઉંચો હતો અને સૌથી વધુ બનેલ બનાવ 20-39 વર્ષના ઉંમરના જૂથમાં જણાયો હતો.

Apremilast એ દેશમાં ૩.૩ કરોડ દર્દીઓ માટે ક્રાતિંકારી સારવાર થશે. Apremilast એ ખાસ સોરાયસિસની સારવાર માટે ભારતમાં સૌ પ્રથમ ઓરલ સારવાર છે; તે લેવામાં અનુકૂળ છે, તે હાલના ઉપચારોની સરખામણીમાં સલામત છે અને દેશમાં સોરાયસિસની સારવારમાં બદલાવ લાવશે.

Glenmark Dermatology વિશે:  

Glenmark એક સંસ્થા છે જે ત્વચારોગ વિજ્ઞાનના ક્ષેત્રમાં હંમેશા વિશાળ પાયા પર હાજરી આપી છે જેણે ઘણી અગ્રણી બનાવટો ભારતમાં સૌ પ્રથમ વખત લોંચ કરી હતી. સમગ્ર દેશમાં ગ્રાહકો Glenmark - Dermatology ને Candid, Candid B, Elovera, Scalpe, Onabet, Syntran જેવી ઘણી વિશાળ બ્રાન્ડ ધરાવતા નવીન અને ગુણવત્તામાં અગ્રેસર બિઝનેસ એકમ તરીકે ઓળખે છે. કંપનીએ છેલ્લાં ત્રણ વર્ષમાં આજની તારીખે 8.3 % (MAT ઓગષ્ટ'15) થી 9.3 % (MAT ઓગષ્ટ'17) બજાર હિસ્સો મેળવીને સૌથી વધુ વધારો કરનાર તરીકે પણ દર્શાવ્યું છે. 

Glenmark Pharmaceuticals Ltd વિશે:  

Glenmark Pharmaceuticals Ltd. (GPL) એક સંશોધન પ્રેરિત, વૈશ્વિક, અકીકૃત ફાર્માસ્યુટિકલ સંસ્થા છે. તે આવકના સંદર્ભમાં વિશ્વની ટોચની 75 ફાર્મા અને બાયોટેક કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે (2017 વર્ષમાં જાહેર કરાયેલ SCRIP 100 રેન્કિંગ્સ). Glenmark NCEs (નવી રસાયણ એન્ટિટી) અને NBEs (નવી બાયોલોજીકલ એન્ટિટી) બંને નવા મોલેકલની શોધમાં અગ્રણી કંપની છે. Glenmark નિદાનાત્મક વિકાસના વિવિધ તબક્કામાં ઘણાં મોલેકલ ધરાવે છે અને ઓન્કોલોજી, ડર્મેટોલોજી અને રેસ્પિરેટરીના ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. 

કંપની ભારત સહિત સમગ્ર ઉભરતા દેશોમાં બ્રાન્ડેડ જેનરિક બજારોમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. Glenmark પાંચ દેશોમાં 16 ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે અને છ આરએન્ડડી કેન્દ્રો ધરાવે છે. Glenmark નો જેનરિક વ્યવસાય યુએસ અને પશ્ચિમી યુરોપિયન બજારોમાં સેવા પૂરી પાડે છે. API બિઝનેસ તેની પ્રોડક્ટ્સ 80 કરતાં વધુ દેશોમાં વેચાણ કરે છે, જેમાં યુએસ, ઇયુના વિવિધ દેશો, દક્ષિણ અમેરિકા અને ભારતનો સમાવેશ થાય છે. 

સ્ત્રોત: 

મીડિયા સંપર્ક:
Ramkumar Uppara
ramkumar.uppara@glenmarkpharma.com
+91-9820177907
Sr. Manager, Corporate Communications
Glenmark Pharmaceuticals

SOURCE Glenmark Pharmaceuticals Ltd.Journalists and Bloggers

Visit PR Newswire for Journalists for releases, photos and customised feeds just for media.

View and download archived video content distributed by MultiVu on The Digital Center.

 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire