OSH India 2017: વ્યાવસાયિક સુરક્ષા અને આરોગ્ય વિશે જાગરૂકતા વધારવામાં UBM Indiaનું લાંબું ડગલું

મુંબઈ, November 22, 2017 /PRNewswire/ --

UBM India દ્વારા વ્યવસાયિક સુરક્ષા અને આરોગ્ય ઉદ્યોગ માટે મુંબઈમાં દક્ષિણ એશિયાનો
સૌથી મોટો ટ્રેડ શૉ 

ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક, UBM India, મુંબઈના બિઝનેસ હબમાં વ્યાવસાયિક સુરક્ષા અને આરોગ્ય ઉદ્યોગના દક્ષિણ એશિયાના સૌથી મોટા ટ્રેડ શૉ OSH India, ના છઠ્ઠા સંસ્કરણનું આયોજન કરવાના છે. CIDCO Exhibition Centre, Vashi, Navi Mumbai ખાતે - 23મી અને 24મી નવેમ્બર, 2017 માટે નિર્ધારિત, આ સુરક્ષા શૉ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત પ્રદર્શનકારો, પરામર્શકારો, બિઝનેસ એક્ષ્પર્ટ્સ અને પ્રમુખ સરકારી અધિકારીઓને વૈશ્વિક પદ્ધતિઓની ચર્ચા કરવા અને કાર્યસ્થળની સુરક્ષા અને આરોગ્યના ક્ષેત્રે સૌથી વધુ દબાણ ઊભાં કરતા પડકારોના ઉકેલો શોધવા માટે એક છત નીચે એકઠાં કરશે.

     (Logo: http://mma.prnewswire.com/media/607703/UBM_India_OSH_India_2017_Mumbai_Logo.jpg )

     (Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )

વિશ્વમાં મોટાભાગના દેશોની સરખામણીમાં તેની યુવા વસ્તીના સંદર્ભમાં ભારત સૌથી વધુ વસ્તુવિષયક ફાયદા ધરાવે છે. ભારતની 1.2 બિલિયન વસ્તીના અંદાજે અડધાં લોકો 26 વર્ષથી ઓછી વયના છે, અને 2020 સુધીમાં, 29 વર્ષની મધ્યમ વય સાથે, તે વિશ્વનો સૌથી યુવા દેશ બની રહેવાનું અનુમાન છે. તાજેતરના અહેવાલો જણાવે છે કે 2030 સુધીમાં 250 મિલિયન લોકો ભારતની વર્કફોર્સ સાથે જોડાવા તૈયાર હશે. વસ્તીના એક મોટા ભાગના કાર્યશીલ વય જૂથમાં જોડાવાથી, સંગઠનોએ શ્રેષ્ઠ પ્રતિભા અને વધુ સારી ઉત્પાદકતાને ટકાવી રાખવા માટે અગ્રિમતાના ધોરણે આ કર્મચારીઓની ભાવનાત્મક સુખાકારી સાથે સુરક્ષા અને આરોગ્ય તરફ લક્ષ્ય સેવવાની જરૂર પડશે. ઉત્પાદન અને સહયોગી ક્ષેત્રો ખાસ કરીને, જેવાં કે ઑટોમોબાઇલ, તેલ અને વાયુ, અને બાંધકામ, વિગેરે વ્યાવસાયિક જોખમો પ્રત્યે સભાન બની રહ્યાં છે
અને સુરક્ષિત કાર્યકારી વાતાવરણ બનાવવા તરફ કાર્યશીલ છે. સરકારો આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ પર અને કાર્યસ્થળ સુરક્ષાની સાથે વધતાં જતાં વૈશ્વિક રોકાણો સાથે સંસાધનો પૂરાં પાડવા તરફ ભાર મૂકી રહી છે.

વ્યાવસાયિક સુરક્ષા અને આરોગ્ય પર વધુ ધ્યાન કેન્દ્રીત હોવા છતાં, વિવિધ સ્તરો પર હજુ અપર્યાપ્ત શિક્ષણ છે અને જાગૃતિની હજુપણ અનુપસ્થિતિ જોવા મળે છે, કેમ કે વ્યવસ્થાપનો અને કાર્યબળ હંમેશા સુરક્ષાને ટોચની અગ્રિમતા તરીકે મૂકતાં નથી. જોકે, ઘણાં સંગઠનોએ જાગૃતિની રચના માટે તાલીમી સત્રોને આયોજિત કરવાની પહેલ કરી છે છતાં પણ એક એકાગ્ર અને સ્નિગ્ધ વ્યૂહરચનાઓ સ્પષ્ટપણે સ્થાનબદ્ધ કરવામાં આવી નથી. UBM India નું OSH India આ મહત્વના તફાવતને ભરવા માટે સજ્જ છે.

OSH India દેશના સુરક્ષા ઉદ્યોગ માટે એક નિર્ણાયક વાર્ષિક પ્રદર્શન છે જે વિશ્વભરની 140 કરતાં વધુ બ્રાન્ડ્સને આકર્ષે છે અને કાર્યસ્થળ પર શ્રેષ્ઠ પદ્ધતિઓના સંસ્થાપન માટે, ખાસ કરીને તેની અંદર આરોગ્ય અને સુરક્ષાને પ્રોત્સાહિત કરવા માટે સુવિધા પુરી પાડે છે. આ ઍક્સ્પોને DISH (Directorate of Industrial Safety and Health) - મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિળનાડુ દ્વારા સમર્થિત છે; Gujarat Safety Council; Indian Technical Textile Association; Taloja Industrial Association; Thane Manufacturer Association અને Indian Society of Ergonomics દ્વારા સમર્થન
પ્રાપ્ત છે.

આ ઍક્સ્પોમાં એક ઇન્નોવેશન ઝૉનનો સમાવેશ કરવામાં આવશે, જે ઇન્નોવેટિવ પ્રોડક્ટ્સને પ્રોત્સાહિત કરવા અને પ્રદર્શિત કરવા પ્રદર્શનકારો માટેનો એક મંચ હશે જે મોટા પ્રમાણમાં વ્યાવસાયિક સુરક્ષા અને આરોગ્ય ઉદ્યોગને લાભ પહોંચાડશે. આ ઇન્નોવેટિવ પ્રોડક્ટ્સ/સેવાઓ અથવા ટેક્નોલૉજીને "બેસ્ટ પ્રોડક્ટ ઇન્નોવેશન એવૉર્ડ" જીતવાની તક પ્રાપ્ત હશે, જે ઑન-સાઇટ વિજેતાને આપવામાં આવશે. આ વર્ષે, આ ઍક્સ્પો સમર્પિત પાવર્ડ ઍક્સેસ પરના બે-દિવસીય જ્ઞાન વહેંચણી વર્ગખંડ સત્રનો સમાવેશ કરશે જે International Powered Access Federation (IPAF) દ્વારા આયોજિત કરવામાં આવશે. આ સત્ર ભારતમાં પાવર્ડ ઍક્સેસના સુરક્ષિત અને અસરકારક ઉપયોગને પ્રોત્સાહિત કરશે.

IPAF વિસ્તૃત અર્થમાં તકનીકી સલાહ અને માહિતી પુરી પાડીને, કાયદાઓ અને ધોરણોને પ્રભાવિત કરીને અને તેની સુરક્ષા પહેલો અને તાલીમ કાર્યક્રમોનું અર્થઘટન કરીને - વિશ્વભરમાં પાવર્ડ ઍક્સેસ ઉપકરણોના સુરક્ષિત અને અસરકારક ઉપયોગને પ્રોત્સાહિત કરશે. તે એક બિન-નફાકારક સંગઠન છે જેની માલિકી તેનાં સભ્યોની હોય છે જેમાં ઉત્પાદકો, રેન્ટલ કંપનીઓ અને કૉન્ટ્રાક્ટરોનો સમાવેશ થાય છે.

OSH India સતતપણે 'Premier Partner' - Dickies, 'Platinum Partner'- Euro Security, 'Gold Partner'- Udyogi, 'Silver Partner'- Venus, 'Safe Escape Partner' - Prolite, AutoGlo, 'Gas Detection Partner'- Drager, 'Registration Partner' - Jayco, 'Lanyard Partner'- Allen Cooper, 'Badge Partner' - UVIRAJ, 'Delegate Kit Partner' - PIG, New Pig, 'Occupational Safety and Health Partner' - Eurock, 'Visitor Bag Partner' - Heapro અને અન્ય જેમ કે Motorola Solutions India Pvt. Ltd., Superhouse Ltd., ID Overseas Private Ltd., Jayco Safety Products Pvt. Ltd., Saurya HSE Pvt. Ltd., Continental Manufacturing Co., Draeger Safety India Pvt. Ltd., Uviraj Global (P) Ltd., Teijin India Pvt. Ltd., Bata India, Unicare Emergency Equipment Pvt. Ltd., Acme Safetywears Ltd., NEBOSH Ltd., SATRA Technology Centre Ltd. અને Rahman Industries Ltd. સહિત ઘણાં ઉદ્યોગ આગેવાનો અને પ્રમુખ પ્રદર્શનકારોને આકર્ષીને તેનાં આકાર અને ઉંડાઈમાં વૃદ્ધિ પામી રહ્યું છે. આ વર્ષે, આ શૉમાં 140 કરતાં વધુ બ્રાન્ડ્સની ઉપસ્થિતિ રહેશે અને USA, જર્મની, UK, UAE, જાપાન, શ્રીલંકા, મલેશિયા અને ઇટાલી જેવાં દેશોની આંતરરાષ્ટ્રીય સહભાગીતા જોવા મળશે.

OSH India 2017 ની જાહેરાત પર બોલતાં, Mr. Yogesh Mudras, Managing Director, UBM India, એ જણાવ્યું હતું કે, "કાર્યસ્થળ પર વિતાવવામાં આવતાં દિવસના કલાકોની વધતી સંખ્યાની સાથે, સુરક્ષા અને કર્મચારીઓની સુખાકારીને વધારવી એ કાર્યસ્થળની ઉત્પાદકતાને સુરક્ષિત બનાવવા માટે અને સમગ્રપણે જીવનની ગુણવત્તાને વધારવા માટે તમામ સંગઠનો માટે પ્રમુખ ચિંતા બની ગઈ છે. અસુરક્ષિત કાર્યસ્થળો ખાતે વધતી જતી મૃત્યુસંખ્યાએ વ્યાવસાયિક આરોગ્ય અને સુરક્ષાની નોંધપાત્રતાને વિશ્વભરની કંપનીઓમાં ભારયુક્ત બનાવી દીધી છે. આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ અને કાર્યસ્થળની સુરક્ષાને પુરી પાડવાની સાથે આ ક્ષેત્રે વૈશ્વિક રોકાણોમાં વૃદ્ધિના સરકાર દ્વારા સતત ભાર મૂકવાની સાથે, વિશ્વભરના આપ્રૂર્તિકારો અને સેવા પ્રદાતાઓ માટે વણખેડાયેલા વિશાળ ભારતીય બજારના ઉદ્યોગ ભૂ-પ્રદેશની વચ્ચે પોતાના ઇન્નોવેશન્સ અને જ્ઞાનને પ્રદર્શિત કરવાની વિપુલ તક રહેલી છે. OSH India 2017 આ જરૂરિયાતને સંબોધિત કરે છે અને આ આપૂર્તિકારો અને સેવા પ્રદાતાઓને તક પુરી પાડીને આ દબાણયુક્ત જરૂરિયાતના ઉકેલની શોધ કરી રહી છે."

આ વર્ષનું બે-દિવસીય OSH કૉન્ફરન્સ પ્રતિનિધિઓ સાથે વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણી અને વિચારમંથનનુ લક્ષ્ય રાખે છે અને તે જ વખતે તેની સાથેનું પ્રદર્શન કાર્યસ્થળની સુરક્ષા અને આરોગ્ય પરના સૌથી દબાણયુક્ત પડકારોના ઉકેલ શોધવામાં સહાયક નીવડશે. આ કૉન્ફરન્સ ખાતે પ્રમુખ સત્રો અને ચર્ચાઓમાં દેશભરના ઉદ્યોગ નિષ્ણાતો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો હાજરી આપશે. કૉન્ફરન્સ ખાતે ચર્ચાના વિષયોમાં: 'Promoting a Broader Ownership of Health and Safety in India', 'Benchmarking Current Industry Practices for handling high Toxic Chemicals', 'Accident Prevention: Hazard and Operability Analysis', 'Fire Safety Management and Audits, 'Redefining Health and Safety Metrics: Tackling Occupational Disease,' 'Construction Safety: Design and Management', 'Emotional Intelligence to Create a Safer Workplace', 'Gender Sensitive Approach to Workplace Health and Safety,' 'The Role and Need for Accreditation in HSE' and 'Disaster Management/Crisis Management' નો સમાવેશ કરવામાં આવશે. આ કૉન્ફરન્સ સંગઠનોને લિંગ-સંવેદનશીલ અભિગમ અને રોજગારદાતા દ્વારા અમલી બનાવવાના જોખમ વ્યવસ્થાપન અને લિંગ મતભેદોનું સંબોધન કરતાં સંરક્ષણાત્મક પગલાઓને સુનિશ્ચિત કરવાનું પણ લક્ષ્ય રાખે છે.

કૉન્ફરન્સ ખાતે વિશિષ્ટ વક્તાઓમાં અન્ય વ્યક્તિઓની સાથે Mr. Jayanand Potdar, Chief Operating Officer, Godrej Properties Ltd.; Mr. S Mani, President, Process Research, HR, SH&E & CSR, Orchid Pharma Ltd.; Mr. Suresh Tanwar, Chief - Group Safety & Health (Tata Group); Mr. K Manjunath, Associate Director, EHS and Operational Business Continuity, Flipkart Internet Pvt. Ltd., Mr. Srinivas Pranesh, Head - Responsible Care, BASF India; Mr. Satyanarayan Nayak - Head- Environment Protection, Health Management and Safety, Siemens; Mr. Subroto Mukherjee, Head Administration & Facilities Management, Cipla Ltd; Mr. Ajoy Kumar Paul, General Manager (HSE & Asset Integrity) , Mahanagar Gas Ltd.; Mr. Jitendra Deshpande, General Manager -HSE (Corporate), Bombay Dyeing and Manufacturing Company Ltd.; Mr. Bajirao Dethe, Chief Manager-CEHS, Piramal Pharma Solutions; Dr. K. Mamallan, Deputy Manager (Safety, Health, Environment & Quality) & (ISO), Chennai Petroleum Corporation Ltd.; (A Group Company of Indian Oil); Mr. B Karthik, Founder, Orion Transcenders; Dr Francin Pinto, Managing Director, 3- S Envo Projects Pvt. Ltd.; Mr Ish Anand, Founder & CEO, Relia Smart Learning & Development Pvt. Ltd. and Mr Abhay Pathak Team Lead Assessor EHS, Quality Council of India - National Accreditation Board for Certification Bodies (NABCB) નો સમાવેશ થાય છે.

OSH India 2017 'OSH India Safety Awards 2017' નું પણ સાક્ષી બનશે જે જાહેર અને ખાનગી ક્ષેત્રમાં કાર્યસ્થળના આરોગ્ય અને સુરક્ષા પહેલોની સાથે ભારતીય ઑપરેટિંગ બિઝનેસિઝ, સંગઠનો, સહયોગીઓ અને વ્યક્તિઓ માટે ખુલ્લું છે. આ વર્ષે, OSH એવૉર્ડ્સને સમગ્ર ઉદ્યોગમાંથી કુલ 120 નૉમિનેશન્સ પ્રાપ્ત થયા છે જેમાં નિર્માણ, ફાર્મા, કૅમિકલ્સ, FMCG, BPO, બૅન્કિંગ, રિફાઇનરીઝ, તેલ અને વાયુ, ઑટોમોબાઇલ્સ, લૉજીસ્ટિક્સ અને ટ્રાંસપૉર્ટ, પાવર, SME's, એગ્રો, હેલ્થકૅર, ફૂડ, આયર્ન અને સ્ટીલ, IT, રબર ઉદ્યોગ, અને વધુનો સમાવેશ થાય છે. આ એવૉર્ડ્સ અરજદારોની વચ્ચે, ઇન્નોવેશનને પ્રોત્સાહન આપવા માટે અને ભારતમાં વ્યાવસાયિક સુરક્ષા અને આરોગ્ય ઉદ્યોગની અંદર વૈચારિક નેતૃત્વના સ્થાપન અને પ્રોત્સાહનને સક્ષમ બનાવવા માટે સ્પર્ધાત્મકતાના નિર્માણમાં ખૂબ જ સહાયક છે. 23મી નવેમ્બર માટે રાખવામાં આવેલ ઍવોર્ડ્ઝ નાઇટ ઉદ્યોગના આગેવાનો અને પ્રતિષ્ઠિત લોકોને એક સ્થળે એકત્ર કરીને કરવામાં આવનાર ઉજવણી છે, જે ગ્લેમર અને મનોરંજનની રાત્રિ દ્વારા અંકિત થશે.

OSH India 2017 ખાતે શુભારંભો અને જાહેરાતો:  

Mr. Varun Budhiraja, Director, Euro Safety Footwear (India) Pvt. Ltd.
"અમારી બ્રાન્ડ્સ Euro Security નો સમાવેશ કરે છે જે પ્રીમિયમ માથાથી પગ સુધીના સુરક્ષા ઉપાદનો ધરાવતો, તમામ પ્રમુખ ઉદ્યોગો માટે ફિટ - એક પોર્ટફૉલિયો છે. બીજું, Eurock એ Euro Safety દ્વારા બજેટની બાધા ધરાવતા ઔદ્યોગિક પૉકેટ્સ માટે ઓછી કિંમત ધરાવતા ફૂટવીયર પુરા પાડવા માટે શરૂ કરવામાં આવેલ એક પહેલ છે. છેલ્લે, EURO AVIO જેનો અમે OSH Mumbai 2017 માં પ્રારંભ કરવાના છીએ તે Personal Protective Equipment (PPE) ઉદ્યોગ માટે અમારૂં  સૌથી અદ્યતન યોગદાન છે. તેને વિશેષરૂપથી ઍવિએશન અને હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. વધુને વધુ ઉદ્યોગો ભારતમાં આવતા હોવાની સાથે, અમે કાર્યસ્થળો પર PPEની જરૂરિયાતમાં વધારાને જોઈ શકીએ છીએ. જોઇએ છે. Euro Safety આવનાર દશક અને તેથી આગળ સુધી ભારતીય બજારને PPE પુરી પાડવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે."

Mr. Clark Stapelfeld, Vice President, International, New Pig India Pvt. Ltd.
"OSH India વિવિધ ઉદ્યોગો અને અન્ય ઉકેલ પ્રદાતાઓની આરોગ્ય અને સુરક્ષા પડકારોની ચર્ચા, વિચારોની આપ-લે અને તેની હાલની નહિં પૂરી પડાયેલી જરૂરિયાતોને સમજવા માટેનો ઉત્કૃષ્ટ મંચ છે. જ્યારે વધતી જતી સ્પર્ધા સતતપણે પડકારો આપી રહી છે, ત્યારે અમે આત્મવિશ્વાસ ધરાવીએ છીએ કે ગુણવત્તા અને સેવા પ્રત્યેનું અમારૂં બિનસમાંતર ધ્યાન સૌથી મોટા તફાવતકાર તરીકે ચાલુ રહેશે, કેમકે તે 30 કરતાં વધુ વર્ષોથી ચાલુ છે. OSH અમારા માટે, અમારા બહોળા અને સંલગ્ન શ્રોતાઓને ધ્યાનમાં રાખીને તે હેતુઓને પાર પાડવા માટેની એક નોંધપાત્ર તક પ્રસ્તુત કરે છે. નવાં ખેલાડીઓ અમારી ગ્રીપ્પી ફ્લોર મેટ્સની અમારી લાઇનમાં પદાર્પણ કરશે જે ઉત્પાદકો અને વાણિજ્યિક સુવિધાઓ બન્નેને ફ્લોર સેફ્ટી મુદ્દાઓને સંબોધવામાં મદદ કરશે."

Mr. Iqbal Hussain, General Manager, Super house Limited:
"OSH India ઉદ્યોગની ભાવિ જરૂરિયાતો માટે ખરીદદારોને એક મંચ પૂરો પાડશે અને પ્રદર્શનકારોની વચ્ચે સ્પર્ધાત્મકતા રચવામાં પણ મદદ કરશે. ભારતીય બજારો ખૂબ જ મહત્વના છે અને અમારા માટે હાઇ-ફોકસ બજાર છે, કેમ કે તે ટૂંકમાં જ ક્ષેત્રિય ઉત્પાદન હબ બનવા જઈ રહ્યાં છે, જે વિશ્વની અર્થવ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવશે. OSH India 2017 માં અમે અમારા ઔદ્યોગિક સ્ટોક્સની એક નવી જ રેખા ઉમેરવા જઈ રહ્યાં છીએ અને સકારાત્મક પ્રતિભાવની અપેક્ષા રાખીએ છીએ."

UBM India વિશે:   

UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જેઓ પ્રદર્શનોના પૉર્ટફ્લિયો, કંટેન્ટ લેડ કૉન્ફરન્સ અને સેમિનારો દ્વારા વિશ્વભરના વેચાણકારો અને ખરીદદારોને એકસાથે લઈ આવવા માટે ઉદ્યોગને એક મંચ પૂરો પાડે છે. UBM India દરવર્ષે દેશભરમાં 25 મોટા ગજાના પ્રદર્શનો અને 40 પરિસંવાદો આયોજિત કરે છે; અને એ રીતે બહુવિધ ઉદ્યોગની વચ્ચેના વેપારને સક્ષમ બનાવે છે. UBM Asia ની એક કંપની, UBM India મુંબઈ, નવી દિલ્લી, બેંગલોર, અને ચેન્નઈમાં કાર્યાલયો ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ધરાવે છે જે લંડન સ્ટૉક ઍક્ષ્ચેંજ પર નોંધણી ધરાવે છે. UBM Asia એ એશિયા ખાતે અગ્રણી પ્રદર્શનકાર છે અને ચીન, ભારત અને મલેશિયામાં તેઓ સૌથી મોટા વાણિજ્યિક આયોજનકાર છે.

વધુ વિગતો માટે, કૃપા કરી http://www.ubmindia.in ની મુલાકાત લો.

UBM plc વિશે:   

UBM plc વિશ્વભરમાં એક સૌથી મોટાં પ્યોર-પ્લે B2B પ્રસંગોના આયોજનકાર છે સતત આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે માનવીય સ્તરે જોડાણનું મૂલ્ય ક્યારે આટલું મહત્વપૂર્ણ નહોતું. UBM ખાતે, અમારા ઉંડા જ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રો માટેની અમારી લગન અમને એ મૂલ્યવાન અનુભવ આપવા સક્ષમ બનાવે છે જ્યાં લોકો સફળ થાય છે. અમારાં પ્રસંગોમાં લોકો સંબંધ બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમનાં કારોબારોને વધારે છે. અમારા 3,750+ લોકો, જેઓ 20 કરતાં વધુ દેશોમાં સ્થિત છે, તેઓ ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ ઘટકો સુધીના - 50 જુદાં-જુદાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. આ વૈશ્વિક નેટવર્ક્સ, કુશળ, લગન ધરાવતા લોકો અને માર્કેટને આગળ ધપાવતાં પ્રસંગો કારોબારીઓને તેમની મહત્વાકાંક્ષાઓને હાંસલ કરવા માટેની ઉત્સાહજનક તકો પૂરી પાડે છે.

વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ: UBM કોર્પોરેટ ન્યુઝ માટે, Twitter at @UBM, UBM Plc LinkedIn પર અમને અનુસરો.

મીડિયા સંપર્ક:
Roshni Mitra
roshni.mitra@ubm.com
+91-22-61727000

Mili Lalwani
mili.lalwani@ubm.com
UBM India

SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire