'India Pharma Week' અવાંત-ગાર્ડ ઇવેન્ટ્સથી ભરપૂર સપ્તાહની સાથે સાથે CPhI અને P-MEC India સાથે પરત ફર્યુ છે

મુંબઈ, November 22, 2017 /PRNewswire/ --

UBM India દ્વારા ફાર્મા ક્ષેત્રમાં નેતૃત્વ, બિઝનેસ, જ્ઞાન, નેટવર્કિંગ, માન્યતા અને  નવીનીકરણનું વિશિષ્ટ સંગમ 

- દક્ષિણ એશિયાની સૌથી મોટી ફાર્મા ઈવેન્ટ  

- CPhI અને P-MEC India નું બે જુદા-જુદા સ્થળોએ થનાર આયોજન એટલે કે, MMRDA ગ્રાઉન્ડ્સ (BKC), મુંબઇ - 27 થી 2 નવેમ્બર. બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (ગોરેગાંવ) - 28 મી થી 30 નવે સુધી

- 1500+ પ્રદર્શનકાર; 40+ દેશ

- સમગ્ર India Pharma Week દરમિયાન સમસ્ત મુંબઈમાં 10 કરતાં વધુ સારગ્રાહી ઈવેન્ટ્સ

UBM India, ભારતના અગ્રણી B2B પ્રદર્શન આયોજનકાર, વ્યાપક પ્રશંસાપ્રાપ્ત India Pharma Weekના બીજા સંસ્કરણને લઈ આવવા સજ્જ છે જે એક અવાંત-ગાર્ડે ઈવેન્ટ્સ સાથે 25મી થી 30 નવેમ્બર સુધી એક અઠવાડિયું ચાલનારી ઉજવણી બની રહેશે જેની સાથે તેની ફ્લૅગશીપ ઍક્સ્પો CPhI & P-MEC Indiaનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેનાં 11મા સંસ્કરણમાં, આ માર્કી ઍક્સ્પો મુંબઈ ખાતે બે સ્થળો પર યોજવામાં આવશે - MMRDA ગ્રાઉન્ડ્સ, બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ (27 થી 2 નવેમ્બર) અને બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (28 થી 30 નવેમ્બર).

     (Logo: http://mma.prnewswire.com/media/608528/India_Pharma_Week_Logo.jpg )
     (Logo: http://mma.prnewswire.com/media/608529/CPhI_India_and_P_MEC_Logo.jpg )
     (Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )

CPhI & P-MEC India ના 11 વર્ષની ઉજવણી કરતા, India Pharma Week ફાર્મા ક્ષેત્રથી સંબંધિત બિઝનેસ, જ્ઞાન, નેતૃત્વ, નવીનીકરણ, માન્યતા અને નેટવર્કિંગ વિશેની 10 કરતાં વધુ ઈવેન્ટ્સ અને પ્રવૃત્તિઓને મુંબઈ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આયોજિત કરશે. આ સપ્તાહનો પ્રારંભ પ્લાંટ મુલાકાત અને ત્યારબાદ શ્રેણીબદ્ધ ઍન્ગેજમેન્ટ્સ જેવાં કે Pharma Leaders Golf, Pre-Connect Congress, Women in Pharma - પાવર બ્રેકફાસ્ટ, ઇંડિયા ફાર્મા એવૉર્ડ્સ, નેટવર્કિંગ ઈવનિંગ, CPhI & P-MEC India પ્રદર્શન, એક બંધ-બારણાની CEO ગોળમેજી અને અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા અનુસરવામાં આવશે.

2006 માં શરૂ કરવામાં આવેલ CPhI & P-MEC India પ્રદર્શન સમય જતાં કારોબારના નોંધપાત્ર સ્તરો પર પ્રદર્શનકારો અને મુલાકાતીઓમાં નોંધનીય રીતે વૃદ્ધિ પામ્યું છે. તેને પોતાના પ્રયાસોમાં  Pharmaceuticals Export Promotion Council (Pharmexcil) જેવી ગવર્નિંગ બૉડી દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે અને વ્યાપક મદદ મળતી રહી છે. બે સ્થળો પર વિસ્તારિત, આ વર્ષનું સંસ્કરણ 1500 કરતાં વધુ પ્રદર્શનકારો અને 40થી વધુ દેશોની સહભાગિતાનું સાક્ષી બનશે.

IPWની જાહેરાત પ્રસંગે બોલતાં, Mr. Yogesh Mudras, Managing Director, UBM India જણાવ્યું હતું કે, "આ એક-અઠવાડિયા સુધી ચાલનારા India Pharma Weekના બીજા સંસ્કરણની જાહેરાત કરતા મને ખુશી થાય છે, જે CPhI & P-MEC India, UBM ના ફ્લૅગશીપ ઍન્ગેજમેન્ટ પ્લેટફૉર્મ અને વિશ્વના અગ્રણી ફાર્માસ્યુટિકલ નેટવર્કિંગ ઈવેન્ટની સાથે પ્રદર્શનીઓના વિશ્વમાં એક અજોડ તક છે. ફાર્મા ઉદ્યોગમાં ભારતની તાકાતની સારસંજ્ઞા એવો આ ઍક્સ્પો, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં પ્રમુખ વૈશ્વિક પ્લેયર્સની વિશિષ્ટ સભા તરીકે સેવા પૂરી પાડે છે. છેલ્લાં થોડા વર્ષોમાં, ભારતને વૈશ્વિક ફાર્માસ્યુટિકલ ઉત્પાદકો માટે એક સંભવિત બજાર તરીકે જોવામાં આવી રહ્યું છે અને હવે તે એક વૈશ્વિક ફાર્મસી હબમાં રૂપાંતરિત થવા તૈયાર છે. ફાર્મા પાર્ક્સ, આનુષાંગિક ક્ષેત્રો સાથે બાયોસિમિલર્સ અને બાયોલૉજિક્સ ક્ષેત્રને ઉત્તેજન, અને ઉત્પાદન ખર્ચને ઘટાડવા જેવાં વિવિધ આર્થિક ચાલકો અને સરકારી નીતિઓ દેશમાં આ ક્ષેત્રના વિકાસ માટેના પ્રમુખ ચાલક પરિબળો છે. 'Pharma Vision 2020' જેને દવાના ઉત્પાદનમાં ભારતને એક છેડેથી બીજા છેડા સુધી વૈશ્વિક આગેવાન બનાવવા માટે રજુ કરવામાં આવ્યું હતું તેણે રોકાણોને પણ ઉત્તેજન આપ્યું છે."

"India Pharma Week વૈશ્વિક સમુદાયને જોડીને તેની સામે રહેલા પડકારોનીના સમાધાનો શોધવા, અને તેની અંદર વધુ સારાં ધોરણો સ્થાપિત કરવા માટે પ્રમુખ સરકાર પ્રેરિત પહેલો જેવી કે 'મેક ઇન ઇંડિયા', સ્ટાર્ટ-અપ ઇંડિયા, સ્ટેન્ડ અપ ઇંડિયા', અને 'સ્કિલ ઇંડિયા'ને ચલાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવા તૈયાર છે. ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓમાં કૌશલ્ય પ્રમાણપત્રને ફરજિયાત બનાવવા માટે Drug Controller General of India (DCGI) દ્વારા હાલની દરખાસ્ત સાથે, ઉદ્યોગ વિશેષજ્ઞો અને જ્ઞાનની વહેંચણીની આ નોંધનીય સભા હજુ વધુ નોંધપાત્ર બની છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું. 

CPhI and P-MEC India Expo વિશે  

CPhI Worldwide માંથી ઉદ્‌ભવ પામેલું - CPhI India ડ્રગ શોધથી તૈયાર ડોસેઝ સુધી પૂરવઠા શ્રૃંખલાના દરેક પગલાં, CROs, CMOs અને API, જેનેરિક્સ, ઍક્સિપીએન્ટ્સ અને ડ્રગ ફૉર્મ્યુલેશન, ફાઇન કૅમિકલ્સ, બાયોસિમિલર્સ, ફિનિશ્ડ ફૉર્મ્યુલેશન્સ, લૅબ કેમિકલ્સ અને બાયોટેક્નોલૉજીને આવરી લઈને દક્ષિણ એશિયાનું અગ્રણી ફાર્મા મિલન સ્થળ બની ગયું છે.

બીજી તરફ P-MEC, ફાર્મા મશીનરી અને ઉપકરણોના ઉત્પાદકો, વિશ્લેષણાત્મક ઉપકરણ, ઑટોમેશન અને રૉબોટિક્સ, પેકેજિંગ ઉપકરણો અને પૂરવઠો, પ્લાન્ટ/ સુવિધા ઉપકરણ, ઑટોમેશન અને કન્ટ્રોલ્સ, પ્રૉસેસિંગ ઉપકરણ, RFID, ટેબ્લેટિંગ/ કૅપ્સ્યુલ ફિલર્સ, ક્લીન રૂમ ઉપકરણ, ફિલિંગ ઉપકરણ અને લેબોરેટરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

ભારતમાં ફાર્મા દૃશ્યમાન 

વિશ્વની ફાર્મસી તરીકે વિખ્યાત, હાલના દશકોમાં ભારતીય ફાર્મા અર્થવ્યવસ્થાની તેની ઝડપી વૃદ્ધિ માટે પ્રશંસા કરવામાં આવી હતી. આ તાજેતરના વર્ષોમાં ધીમી પડી છે, પરંતુ ઉદ્યોગ હવે પુન: વધુ મજબૂત રીતે વૃદ્ધિ પામી રહ્યું છે. સંયુક્ત વાર્ષિક વૃદ્ધિ 17.6% છે; 2020 સુધીમાં ભારતીય ફાર્માનું કદ 55 બિલિયન US ડૉલર થવાની અપેક્ષા સેવે છે. આની સાથે, ભારતમાં લાઇફ સાયંસ સેક્ટર પણ 2022 સુધીમાં 3.5 મિલિયનની આસપાસ લોકોને રોજગાર આપવાની અપેક્ષા રાખે છે, જે એક દશકની અંદર 100% વધારો છે. ભારતીય ફાર્મા તેની આ સફળતા તેનાં નિડર, મહત્ત્વાકાંક્ષી અભિગમ, નવીનીકરણનો ઇતિહાસ અને સતત ગતિશીલ વૈશ્વિક બજાર સાથે અનુકૂલન કરવાની ક્ષમતાને આભારી છે.

છેલ્લાં પાંચ વર્ષોમાં, ભારત પશ્ચિમી બજારોમાં એક અગ્રણી API અને ફિનિશ્ડ ડોઝ ડ્રગ નિકાસકાર બની ગયું છે અને ઝડપથી ફાર્માસ્યુટિકલ વેલ્યુ ચેઇનની તરફ ખસી રહ્યું છે. US Food and Drug Administration (USFDA) દ્વારા ભારતીય કંપનીઓને આપવામાં આવેલ ડ્રગ માન્યતાઓ 109 (2014-2015) ની લગભગ ડબલ થઈને 201(2015-2016) થઈ છે જે યુનાઇટેડ સ્ટેટ્સ અને પશ્ચિમની અર્થવ્યવસ્થાઓમાં વધુ આગળના વિકાસને ઉત્તેજન આપે છે. વધુમાં, ભારતીય સરકાર હવે વિકાસને આગળને ધપાવવા માટે પ્રોત્સાહનના વિકાસ માટે તેનાં બિઝનેસને હાથોહાથ કામ કરવા માટે વધુ સહકાર પૂરો પાડી રહી છે.

વધુ સામાન્યપણે, દેશ હવે ફાર્મા સપ્લાઈ ચેઇનમાં R&D થી લઈને જેનેરિક્સ સુધી ઝડપથી એક પ્રમુખ યોગદાનકર્તા તરીકે ઉભરી રહ્યો છે.

ઉદ્યોગના નિવેદન  

ફૂડ અને ફાર્મા સ્પેશ્યાલિસ્ટ્સ   

"CPhI & P-MEC India ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે ઉપલબ્ધ અદ્યતન ટેક્નોલૉજીના ઍક્સ્પોઝર ધરાવવા અને તેને જાણવા માટેના એક વૈશ્વિક મંચને ઉપલબ્ધ કરાવે છે. ભૂતકાળમાં, ભારતીય ફાર્માસ્યુટિકલ્સના નિર્ણયકર્તાઓને ટેક્નોલૉજી ફ્રંટ પર નવા ઇન્નોવેશન્સને જાણવા માટે આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં જવું પડતું હતું, CPhI & P-MEC Indiaએ આવી માહિતીને ભારતીય ફાર્માના ઘરઆંગણે લાવીને મૂકી દીધી છે,"  Mr. Damanjit Singh, CEO, Food & Pharma Specialities એ જણાવ્યું હતું.

Supriya Lifescience 

Ms. Saloni Wagh, Marketing & Business Development - Asia Pacific, Supriya Lifescience, એ પણ CPhI અંગેના પોતાના ભૂતકાળના અનુભવોની વહેંચણી કરી હતી અને જણાવ્યું હતું કે, "CPhI વિશ્વની અગ્રણી ફાર્મા ઈવેન્ટ્સમાંની એક છે જ્યાં સમગ્ર ઉદ્યોગ પ્રવર્તમાન વલણો, માહિતી અને પ્રશ્નો પર ચર્ચા કરવા અને અપડેટ્સ મેળવવા માટે એકઠો થાય છે. CPhI Worldwide પ્રદર્શનો અમારી માર્કેટિંગ વ્યૂહરચનાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે કેમ કે તે અમારા વિશ્વભરના ગ્રાહકોને એક જ સ્થળે મળવા માટેનું એક મંચ છે. તે નવી પ્રોડક્ટ્સને લૉન્ચ કરવા માટેનું અને સંભવિત ગ્રાહકોને ઓળખવા માટેનું પણ એક શાનદાર મંચ છે."

ACE Technologies  

"CPhI & P-MEC India ફાર્માસ્યુટિકલ સેક્ટર માટે લગભગ એક રણદ્વિપ સમાન છે, જે ઉદ્યોગને સમાન છત નીચે ભેગાં કરવાની એક તક પૂરી પાડે છે અને તે રીતે, તે સમગ્ર ફાર્માસ્યુટિકલ સમુદાયે ઉપસ્થિત રહેવું જરૂરી થઈ પડે તેવો પ્રસંગ બને છે. સમગ્ર ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે એક સાચાં ગલન બિંદુ તરીકે, તે અમારા વાર્ષિક કેલેન્ડરમાં સૌથી મહત્વની ઘટના બની ગયું છે, અને તેથી અમારા માર્કેટિંગ આયોજન માટે એક મજબૂત હિસ્સો બની ગયો છે. એક તરફ તે અમને એક જ મંચ પર સમગ્ર ઉદ્યોગની સુલભતા પૂરી પાડે છે અને બીજી તરફ, તે અમને અમારા સમુદાયની વચ્ચે અમારી જાતને એક મહત્વની કડી તરીકે રજૂ થવાની તક પૂરી પાડે છે,"  Mr. Ajay Mehra of ACE Technologies Group એ જણાવ્યું હતું.

UBM India વિશે: 

UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જેઓ પ્રદર્શનોના પૉર્ટફ્લિયો, કંટેન્ટ લેડ કૉન્ફરન્સ અને સેમિનારો દ્વારા વિશ્વભરના વેચાણકારો અને ખરીદદારોને એકસાથે લઈ આવવા માટે ઉદ્યોગને એક મંચ પૂરો પાડે છે. UBM India દરવર્ષે દેશભરમાં 25 મોટા ગજાના પ્રદર્શનો અને 40 પરિસંવાદો આયોજિત કરે છે; અને એ રીતે બહુવિધ ઉદ્યોગની વચ્ચેના વેપારને સક્ષમ બનાવે છે. UBM Asia ની એક કંપની, UBM India મુંબઈ, નવી દિલ્લી, બેંગલોર, અને ચેન્નઈમાં કાર્યાલયો ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ધરાવે છે જે લંડન સ્ટૉક ઍક્ષ્ચેંજ પર નોંધણી ધરાવે છે. UBM Asia એ એશિયા ખાતે અગ્રણી પ્રદર્શનકાર છે અને ચીન, ભારત અને મલેશિયામાં તેઓ સૌથી મોટા વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી http://www.ubmindia.in ની મુલાકાત લો.

UBM plc વિશે: 

UBM plc વિશ્વભરમાં એક સૌથી મોટાં પ્યોર-પ્લે B2B પ્રસંગોના આયોજનકાર છે સતત આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે માનવીય સ્તરે જોડાણનું મૂલ્ય ક્યારે આટલું મહત્વપૂર્ણ નહોતું. UBM ખાતે, અમારા ઉંડા જ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રો માટેની અમારી લગન અમને એ મૂલ્યવાન અનુભવ આપવા સક્ષમ બનાવે છે જ્યાં લોકો સફળ થાય છે. અમારાં પ્રસંગોમાં લોકો સંબંધ બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમનાં કારોબારોને વધારે છે. અમારા 3,750+ લોકો, જેઓ 20 કરતાં વધુ દેશોમાં સ્થિત છે, તેઓ ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ ઘટકો સુધીના - 50 જુદાં-જુદાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. આ વૈશ્વિક નેટવર્ક્સ, કુશળ, લગન ધરાવતા લોકો અને માર્કેટને આગળ ધપાવતાં પ્રસંગો કારોબારીઓને તેમની મહત્વાકાંક્ષાઓને હાંસલ કરવા માટેની ઉત્સાહજનક તકો પૂરી પાડે છે.

વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ: UBM કોર્પોરેટ ન્યુઝ માટે, Twitter at @UBM, UBM Plc LinkedIn પર અમને અનુસરો.

કોઇપણ મીડિયા પ્રશ્નો માટે કૃપા કરી સમ્પર્ક કરો:
UBM India
Roshni Mitra
roshni.mitra@ubm.com 

Mili Lalwani
mili.lalwani@ubm.com
+91-22-61727000

SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire