Glenmark ભારતમાં લૉન્ચ કરે છે Kwitz - એક નિકોટિન રિપ્લેસમેન્ટ થેરપી

મુંબઈ, November 29, 2017 /PRNewswire/ --

- Kwitz® ધૂમ્રપાન કરનારાઓને ધૂમ્રપાન બંધ કરવામાં મદદ કરે છે અને વ્યક્તિને ધૂમ્રપાન મુક્ત જીવન પ્રાપ્ત કરવા માટે સહાય કરે છે

- Kwitz® એક નિકોટિન રિપ્લેસમેન્ટ થેરપી (NRT) છે જે ત્રણ મહિનામાં ધૂમ્રપાન કરવાની તલપ ઘટાડવામાં મદદ કરે છે

Glenmark Pharmaceuticals Limited, એક સંશોધન-અગ્રસર વૈશ્વિક એકીકૃત ફાર્માસ્યુટિકલ કંપનીએ આજે Kwitz®, એક તબીબી રીતે મંજૂર થયેલ નિકોટિન રિપ્લેસમેન્ટ થેરપીના લૉન્ચની જાહેરાત કરી છે, જે ધૂમ્રપાન કરનારાઓને ધૂમ્રપાનથી મુક્ત જીવન તરફના પગલાં લઈને આગળ વધવામાં મદદ કરે છે. Kwitz® નિકોટિન ગમ બે પ્રકારોના વેરિઅન્ટ(રૂપો)માં ઉપલબ્ધ હશે. Kwitz® 2 મિલીગ્રામ દરરોજ 20 સિગારેટથી ઓછું ધૂમ્રપાન કરનારાઓ માટે OTC ઉત્પાદન તરીકે ઉપલબ્ધ હશે અને Kwitz® 4 મિલીગ્રામ દરરોજ 20 સિગારેટથી વધારે ધૂમ્રપાન કરનારાઓ માટે પ્રિસ્ક્રિપ્શન ઉત્પાદન તરીકે ઉપલબ્ધ હશે.

     (Logo: http://mma.prnewswire.com/media/451507/PRNE_Glenmark_Logo.jpg )

Kwitz®, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરપી (NRT) ઉત્પાદન, એવા ધૂમ્રપાન કરનારાઓ માટે સારવાર આપે છે જે સિગારેટ પરની નિર્ભરતાને ધીમે ધીમે ઘટાડીને સંપૂર્ણપણે ધૂમ્રપાન છોડવા માટે પ્રયાસ કરવા તૈયાર છે. સિગારેટના ધૂમ્રપાનમાંથી મેળવેલા નિકોટિનને, તલપ સંતોષવા માટે મદદ કરવા NRT મધ્યમ માત્રામાં સ્વચ્છ નિકોટિનથી નાના પ્રમાણમાં અવેજી કરે છે, આમ એક વ્યક્તિને વિધડ્રૉઅલ લક્ષણોના નિયંત્રણમાં અને પુનઃઊથલો થવાની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે. ધૂમ્રપાનથી વિપરીત, તે વપરાશકર્તાઓને નિકોટિનનો ઉપયોગ કરવાની છૂટ આપે છે, જે હાનિકારક રસાયણો જેવા કે કાર્બન મોનોક્સાઇડ, ટાર અને અન્ય દાહક વસ્તુથી મુક્ત છે, તેથી ધૂમ્રપાન કરનારાઓને ધૂમ્રપાનથી મુક્ત જીવન પ્રાપ્ત કરવા માટે સલામત માર્ગ પૂરો પાડે છે.

લૉન્ચના પ્રસંગે Sujesh Vasudevan, ઇન્ડિયા, મિડલ ઇસ્ટ અને આફ્રિકા, Glenmark Pharmaceuticals Ltd ના પ્રેસિડન્ટ અને હેડ - દ્વારા જણાવાયું હતું કે, "Glenmark ને ભારતમાં Kwitz®, નિકોટિન રિપ્લેસમેન્ટ થેરપી લાવવા બદલ ગર્વ છે. આ ઉત્પાદન ધૂમ્રપાન કરનારાઓને  ધૂમ્રપાન છોડીને તંદુરસ્ત જીવન જીવવામાં મદદ કરશે. અમે આશા રાખીએ છીએ કે Kwitz® વ્યક્તિઓને ધૂમ્રપાન છોડવા માટે સરળ ધીમે ધીમે ધૂમ્રપાન રોકી શકવાનું ચાલુ રાખી શકાય તેવી પ્રક્રિયા શોધવામાં મદદ કરશે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "Kwitz® એ ફક્ત એક ઉત્પાદન નથી, પરંતુ જેઓ સંપૂર્ણપણે ધૂમ્રપાન છોડવા માંગે છે, તે લોકો માટે સહાયક અને આધાર પ્રણાલી છે, જેથી તે વ્યક્તિ અને તેમના આસપાસના લોકોની મદદ કરી શકાય."

WHO નો અંદાજ છે કે તમાકુનો ઉપયોગ (ધુમાડા સાથે અને ધુમાડા રહિત) હાલમાં આશરે છ મિલિયન મૃત્યુનું કારણ બને છે અને તેમાંના ઘણા અકાળે થતા હોવાનું જાણમાં છે. વિશ્વના મોટાભાગના ધૂમ્રપાન કરનાર લોકોની વસ્તી (80%) ઓછા અથવા મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે, અને 49 દેશોમાં સ્ત્રીઓ કરતા પુરુષોમાં ધૂમ્રપાન દસ ગણું વધારે જોવા મળે છે. ધૂમ્રપાનને કારણે  જીવનના વર્ષોના સરેરાશ, 12 વર્ષ ગુમાવવામાં આવે છે. જો વિશ્વભરમાં ધૂમ્રપાનની વર્તમાન પેટર્ન ચાલુ રહેશે, તો 2020 સુધી ધૂમ્રપાનના કારણે દર વર્ષે લગભગ 10 મિલિયન લોકો મૃત્યુ પામશે.

ભારતમાં, તમાકુ સંબંધિત રોગોથી લગભગ 2,200 લોકો દરરોજ મૃત્યુ પામે છે અને World Health Organization (WHO) આગાહી કરે છે કે 2020 સુધીમાં મરણનો આંક દર વર્ષે 1.5 મિલિયન પાર કરશે. મોઢાથી તમાકુનો વપરાશ ભારતમાં સૌથી વધુ છે. સીધા ઔષધીય ખર્ચા, સારવાર માટે ગેરહાજરી અને તમાકુ સંબંધિત રોગોના કારણે અકાળ મૃત્યુને કારણે આવકમાં થયેલા નુકશાનના કારણે દેશ પર આશરે રૂપિયા 2.5 મિલિયનનો નાણાંકીય ભાર છે.

Glenmark ShwaaS વિશે: 

Glenmark દર્દીઓના જીવનને વધુ સારું બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એલર્જીક ર્હાઇનાઈટીસ, ઇડિયોપથિક, પલ્મોનરી ફાઇબ્રોસિસ, અને અસ્થમા અને COPD જેવી પરિસ્થિતિઓને સંબોધવા તે સતત નવા ઉત્પાદનો રજૂ કરે છે.

Glenmark એ, શ્વસનક્રિયામાં નવીનીકરણ આધારિત ઉત્પાદનો રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે દર્દીઓના જીવનને સુધારવામાં મદદ કરે છે. Glenmark એ ભારતનું પ્રથમ ડિજિટલ ડોઝ ઇન્હેલર - ડિજીહેલર અને ભારતનું પ્રથમ ગ્લાઇકોપાયરોનિયમ લૉન્ચ કર્યુ છે, જે Airz બ્રાન્ડ હેઠળનું ઝડપથી કાર્ય કરતું ડ્રાય પાવડર ઇન્હેલર છે.

Glenmark Pharmaceuticals Ltd વિશે: 

Glenmark Pharmaceuticals Ltd. (GPL) એક સંશોધન આધારિત, વૈશ્વિક, એકીકૃત ફાર્માસ્યુટિકલ સંસ્થા છે. આવકના સંદર્ભમાં તે વિશ્વમાં ટોચની 75 ફાર્મા અને બાયોટેક કંપનીઓમાં સ્થાન પામી છે (વર્ષ 2017 માં પ્રકાશિત થયેલી SCRIP 100 રેંકિંગ્સ). Glenmark, NCEs (નવી રાસાયણિક એન્ટિટી) અને NBEs (નવી જૈવિક એન્ટિટી) બંને નવા અણુઓની શોધમાં અગ્રણી ખેલાડી છે. ક્લિનીકલ વિકાસના વિવિધ તબક્કામાં Glenmark ઘણાં પરમાણુઓ ધરાવે છે અને ઑન્કોલોજી, ત્વચારોગવિજ્ઞાન અને શ્વાસોચ્છવાસના ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.

ભારત સહિત ઊભરતાં અર્થતંત્રોમાં બ્રાન્ડેડ જિનેરિક બજારોમાં કંપનીની નોંધપાત્ર હાજરી છે. Glenmark પાંચ દેશોમાં 16 ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે અને તેના છ R&D કેન્દ્રો છે. Generics business of Glenmark, U.S. અને પશ્ચિમ યુરોપિયન બજારોની જરૂરિયાતો પૂરી પાડે છે. U.S., EU ના વિવિધ દેશો, દક્ષિણ અમેરિકા અને ભારત સહિત 80 દેશોમાં API બિઝનેસ તેના ઉત્પાદનોને વેચે છે.

સ્રોત - 

  • Rajkumar P, અને અન્યો BMJ Open 2017
  • તમાકુ ધૂમ્રપાન 2015 ની પ્રચલિતતાના વલણો અંગે WHO વૈશ્વિક રિપોર્ટ
  • નોન સ્મોકર્સ_LungIndia_2017 માં COPD ની પ્રચલિતતા
  • Salvi S, Agarwal A. ભારતને રાષ્ટ્રીય COPD નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમની જરૂર છે. J Assoc Physicians India 2012
  • ધૂમ્રપાન બંધ કરવા પર ASH ફેક્ટ શીટ: છોડવાના લાભ અને સહાય; સપ્ટેમ્બર 2014
  • Benowitz N. L. ફાર્માકોલોજી ઓફ નિકોટિન: વ્યસન, ધૂમ્રપાન-પ્રેરિત રોગ અને ઉપચારશાસ્ત્ર.  Annu Rev Pharmacol Toxicol; 49; 57-71; 2009

વધુ માહિતી માટે, કૃપા કરીને સંપર્ક કરો:
Ramkumar Uppara,
ramkumar.uppara@glenmarkpharma.com,
+91-98201-77907,
Sr Manager - Corporate Communication,
Glenmark Pharmaceuticals

 


SOURCE Glenmark Pharmaceuticals Ltd 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire