UBM Indiaની CPhI & P-MEC India ની 11મી આવૃત્તિની સીમાચિહ્નરૂપ ઉજવણી માટેની આજે તૈયારીઓ

મુંબઈ, November 29, 2017 /PRNewswire/ --

- 27 નવેમ્બરના રોજ MMRDA ગ્રાઉન્ડ્સ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે ઉદ્ઘાટન પાર પડ્યું 

- 28 નવેમ્બરે બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉદ્ઘાટનનું આયોજન 

CPhI & P-MEC India 2017 ની એક ઝલક:   

  • દક્ષિણ એશિયાની સૌથી મોટી ફાર્મા ઇવેન્ટ
  • બે અલગ અલગ સ્થળોએ, એટલે કે MMRDA ગ્રાઉન્ડ્સ (BKC), મુંબઇ - 27 થી 29 નવેમ્બર; 28 થી 30 નવેમ્બર - બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (ગોરેગાંવ) - ખાતે આયોજિત
  • 1,500+ પ્રદર્શકો, 40+ દેશોની સહભાગિતા
  • મુખ્ય વિશિષ્ટતાઓમાં સમાવેશ થાય છે - સપ્લાયર-ફાઇન્ડર ડેસ્ક, ઇનોવેશન ગૅલરી અને એક્ઝિબિટર શોકેસ

UBM India, ભારતના અગ્રણી B2B એક્ઝિબિશન આયોજકે CPhI & P-MEC India 2017, વિશ્વના અગ્રણી ફાર્મા નેટવર્કિંગ એક્સ્પોમાંના એક, એક અનન્ય ઇવેન્ટની ભવ્ય 11 મી આવૃત્તિના લૉન્ચની સાક્ષી પૂરી હતી. મુંબઈ ખાતે આ માર્કી એક્સ્પોનું આયોજન બે સ્થળોએ - MMRDA ગ્રાઉન્ડ્સ, બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ (27 મી થી 29 મી નવેંબર) અને બોમ્બે એક્ઝિબિશન સેન્ટર (28 થી 30 નવેમ્બરે) ખાતે આયોજિત થઇ રહ્યું છે.

     (Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/610546/UBM_India_CPhI_P_MEC_Inauguration.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/610547/UBM_India_CPhI_P_MEC.jpg )
આ વર્ષની માર્કી ઇવેન્ટમાં 1,500+ પ્રદર્શકો, 40+ દેશોની સહભાગિતા છે. Shri. Satish Wagh, ચેરમેન, Chemexcil; UBM India ના ગ્રુપ ડિરેક્ટર Mr. Rahul Deshpande; Mr. Jime Essink, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, UBM Asia Ltd; Mr. Aasif Khan, ડિરેક્ટર Fabtech Technologies; Mr. Rajendra Khimsaria, ડિરેક્ટર, Khimsaria Associates; Mr. Khaja Nizamuddin, ડિરેક્ટર, Pharmapack PackagingEquipment; Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India સહિત ઉદ્યોગના અગ્રણીઓ અને વ્યક્તિવિશેષો દ્વારા MMRDA ગ્રાઉન્ડ્સ, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે ઘટિત થયેલ CPhI-P-MEC 2017 ના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવામાં આવી હતી.

એક્સ્પોની સાથે, UBM India દ્વારા India Pharma Week (IPW) ની બીજી આવૃત્તિ લૉન્ચ કરવામાં આવી હતી જે હેઠળ 25 નવેમ્બરના રોજ દસથી વધુ ટ્રેન્ડ સેટિંગ ઈવેન્ટોની આકર્ષક શ્રેણીની ભવ્ય શરૂઆત થઇ હતી. ફાર્મા ડોમેઇનમાં વેપાર, જ્ઞાન, નેતૃત્વ, નવીનીકરણ, માન્યતા અને નેટવર્કીંગના સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરીને, IPW માં પ્લાન્ટ મુલાકાત, ફાર્મા લીડર્સ ગૉલ્ફ, પ્રી-કનેક્ટ કૉગ્રેસ, ફાર્મામાં મહિલાઓ - પાવર બ્રેકફાસ્ટ, ઇન્ડિયા ફાર્મા એવોર્ડ્સ, નેટવર્કીંગ ઇવનિંગ, બંધ દરવાજે એક સીઈઓ રાઉન્ડટેબલ અને અન્ય ઘણી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. IPW દ્વારા CPhI & P-MEC એક્ઝિબિશનને 'દીવાલો વચ્ચે બંધ' શો થી એક નોંધપાત્ર બૌદ્ધિક મૂલ્ય વર્ધન ધરાવતા શોમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે.

CPhI Worldwide ના મૂળમાંથી નિર્મિત CPhI & P-MEC India ની સૌપ્રથમ રજૂઆત 2006 માં થઇ હતી. આજે, તે દક્ષિણ એશિયાનું અગ્રણી ફાર્મા મીટિંગ સ્થળ બની ગયું છે, જે ઔષધની શોધથી લઈને સમાપ્ત ડોઝ સુધીના પુરવઠા શૃંખલાના દરેક પગલાંને આવરી લે છે. CPhI India એક ઇન્ડસ્ટ્રી પ્લેટફોર્મ છે જે CROs, CMOs અને API, જેનેરિક્સ, એક્સીપીયન્ટ અને ઔષધ રચના, ફાઇન કેમિકલ્સ, બાયોસિમિલર્સ, પૂર્ણ સુત્રીકરણો (ફોર્મ્યુલેશન્સ), લેબ કેમિકલ્સ અને બાયોટેકનોલોજીના ઉત્પાદકોનો સમાવેશ કરે છે. બીજી બાજુ, P-MEC, ફાર્મા મશીનરી અને ઇક્વિપમેન્ટ, એનાલિટીકલ ઇક્વિપમેન્ટ, ઓટોમેશન અને રોબોટિક્સ, પેકેજીંગ ઇક્વિપમેન્ટ એન્ડ સપ્લાય, પ્લાન્ટ / ફેસિલિટી ઇક્વિપમેન્ટ, ઓટોમેશન એન્ડ કંટ્રોલ્સ, પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ, RFID, ટૅબ્લેટીંગ / કેપ્સ્યુલ ફીલર્સ, ક્લિન રૂમ ઇક્વિપમેન્ટ, ફીલિંગ ઇક્વિપમેન્ટ અને લેબોરેટરી પ્રોડક્ટ્સનો સમાવેશ કરે છે.

પાછલા વર્ષોમાં શો એ ઝડપી વૃદ્ધિ કરી છે, જે હેઠળ સ્થાનિક અને વિદેશી પ્રદર્શકો અને મુલાકાતીઓ વ્યવસાયના મહત્ત્વના સ્તરો પર એક બીજા સાથે જોડાય છે. આ વર્ષે, એક્સ્પોમાં સપ્લાયર-ફાઇન્ડર ડેસ્ક (ડિજિટલ ફ્લોર પ્લાન કે જે મુલાકાતીઓને સેવાઓ કે કંપનીના નામો પર આધારિત પ્રદર્શકો શોધવા માટે સક્ષમ બનાવે) જેવા આકર્ષક પાસાંઓનો સમાવેશ કરાયો હતો, ઇનોવેશન ગૅલરી (એક મંચ કે જ્યાં સહભાગી ફાર્મા કંપનીઓને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પોતાની નવીનતાઓનું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન કરવામાં આવે) અને એક્ઝિબિટર શોકેસ (એવું પ્લેટફોર્મ કે જેમાં પ્રદર્શકોએ દર્શાવ્યું કે કેવી રીતે તેમના નવા ઉત્પાદનો કેવી રીતે લોંચ થાય છે તે અસરકારક રહેશે).

CPhI ની 2017 ની આવૃત્તિ માં સહભાગી થનારી મહત્વપૂર્ણ કંપનીઓમાં અન્યો સાથે Aurobindo Pharma Ltd., Granules India Pvt. Ltd., Hetero Labs Limited, Signet Chemical Corporation Pvt. Ltd, DKSH India Pvt. Ltd., Morepen Laboratories Limited અને N V Organics Pvt. Ltd. નો સમાવેશ થાય છે. બીજી બાજુ West Pharmaceuticals Packaging India Pvt. Ltd., Cadmach Machinery Co. Pvt. Ltd., Brothers Pharmamach (I) Pvt. Ltd, NPM Machinery Pvt. Ltd., Jekson Vision Pvt. Ltd., ACG Worldwide Solid Dosage Consumables and Machinery, Ace Technologies & Packaging Systems Pvt. Ltd, Fabtech Technologies International Ltd., Jagson Engineers, Bosch Limited, Agilent, Food & Pharma Specialities જેવી અગ્રણી કંપનીઓ અન્યો સાથે P-MEC ખાતે સહભાગી થશે.

વિશ્વની ફાર્મસી તરીકે પ્રખ્યાત, ભારતીય ફાર્મા અર્થતંત્રની તાજેતરના દાયકાઓમાં ઝડપી વૃદ્ધિ માટે પ્રશંસા કરવામાં આવી છે. તાજેતરના વર્ષોમાં આ થોડું ધીમું થયું છે, પરંતુ ઉદ્યોગ ફરીથી મજબૂતપણે વિકસા પામી રહ્યો છે. સંયુક્ત વાર્ષિક વૃદ્ધિ 17.6% છે; 2020 સુધીમાં ભારતીય ફાર્મા 55 અબજ ડોલરના મૂલ્યની હોવાની ધારણા છે. આની સાથે સાથે, ભારતમાં જીવન વિજ્ઞાન (લાઈફ સાયન્સ) સેક્ટરમાં પણ 2022 સુધીમાં 3.5 મિલિયન જેટલા લોકોને રોજગારી આપે તે અપેક્ષિત છે, જે એક દાયકાથી ઓછા સમયમાં 100% નો વધારો દર્શાવે છે. ભારતીય ફાર્મા ઉદ્યોગની સફળતા, નીડર, મહત્વાકાંક્ષી અભિગમ, નવીનીકરણનો ઇતિહાસ અને ગતિશીલ વૈશ્વિક બજાર સાથે સતત અનુકૂલન કરવાની ક્ષમતાને આભારી છે.

છેલ્લા પાંચ વર્ષમાં, ભારત અગ્રણી API બની ગયું છે અને પશ્ચિમી બજારોને પૂર્ણ ઔષધના નિકાસકાર તરીકે અગ્રણી બનીને ફાર્માસ્યુટિકલ મૂલ્ય ચેનમાં ઝડપથી આગળ વધ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા ભારતીય કંપનીઓને આપવામાં આવેલી ઔષધ મંજૂરીઓ 109 (2014-2015) થી 201 (2015-2016) થઈને લગભગ બમણો થઈ ગઈ છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ અને પશ્ચિમી અર્થતંત્રોમાં નિકાસમાં વધુ વૃદ્ધિને ઉત્તેજન આપે છે. વધુમાં, ભારત સરકાર હવે વૃદ્ધિને વધુ વેગ આપવા માટે પ્રોત્સાહનો વિકસાવવા તેના વ્યવસાયો સાથે હાથમાં હાથ મેળવીને વધુ સહાય આપી રહી છે.

વધુ સામાન્ય રીતે, R&D થી જેનેરિક્સ સુધી, ફાર્મા પુરવઠા શૃંખલામાં દેશ હવે ઝડપથી એક મુખ્ય યોગદાનકર્તા તરીકે સામે આવી રહ્યો છે.

CPhI & P-MEC India 2017 ના ઉદ્દઘાટન પ્રસંગે બોલતા Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India દ્વારા જાણાવવામા આવ્યું હતું કે, "ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા ફાર્માસ્યુટિકલ બજારોમાંનું એક છે અને તેણે પોતાને વૈશ્વિક ઉત્પાદન અને સંશોધન કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું છે. કાચી સામગ્રીનો એક મોટા પાયે આધાર અને કુશળ કાર્યબળની ઉપલબ્ધતા અન્ય દેશો કરતા ઉદ્યોગને ચોક્કસ સ્પર્ધાત્મક લાભ આપે છે. CPhI & P-MEC India જેવા પ્લેટફોર્મ દરેક કંપની જે ભારતમાં ફાર્માસ્યુટિકલ્સ સાથે કામ કરે છે તેમને માટે વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ વર્ષે પણ, અમે બે સ્થળોએ એક્સ્પોનું આયોજન કર્યું છે, જે આજે BKCથી શરૂ થાય છે. ભારતમાં ફાર્માના એકંદર આરોગ્ય બેરોમીટર તરીકે CPhI & P-MEC India નો  ઉપયોગ થાય છે. ભારતીય અને વૈશ્વિક કંપનીઓને એક સાથે લાવનારા એકમાત્ર પ્લેટફોર્મ તરીકે એક વિશાળ એક્સ્પો, સમૃદ્ધ ફાર્મા ઉદ્યોગના મૂલ્યને પ્રતિબિંબિત કરવા અને આગળ વધારવા માટે એક સશક્ત ઇવેન્ટ છે."

UBM India વિશે: 

UBM India એ ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગોને એવા પ્લેટફૉર્મ પૂરા પાડે છે જે વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓને પોર્ટફોલિયો પ્રદર્શનો, વિષયવસ્તુ આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા એકસાથે લાવે છે. UBM India દર વર્ષે 25 મોટા પાયે પ્રદર્શનો અને દેશભરમાં 40 સંમેલનોનું આયોજન કરે છે; આથી બહુવિધ, ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરે છે. UBM Asia કંપની, UBM India ના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસો છે. UBM Asia, UBM plc ની માલિકી ધરાવે છે જે લંડન સ્ટૉક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શનોના આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયાના સૌથી મોટા વ્યવસાયિક આયોજક છે.

વધુ વિગતો માટે, કૃપા કરીને http://ubmindia.in/ ની મુલાકાત લો.

UBM plc વિશે: 

UBM plc વિશ્વની સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. વધુને વધુ ડિજિટલ થઇ રહેલા વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ ન હતી. UBM ખાતે, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તે ક્ષેત્રો માટેના અમારા ઊંડા જ્ઞાન અને જુસ્સો, અમને મૂલ્યવાન અનુભવો બનાવવા દે છે જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારી ઇવેન્ટ્સમાં લોકો સંબંધો બનાવે છે, સોદાઓને અંતિમ રૂપ આપે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750+ લોકો છે, ફેશનથી ફાર્માસ્યુટિકલ ઘટકો જેવા 50 થી વધુ વિવિધ ક્ષેત્રોને સેવા આપે છે. આ ગ્લોબલ નેટવર્ક્સ, કુશળ, પ્રખર લોકો અને માર્કેટ-અગ્રણી ઇવેન્ટ્સ વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષાને હાંસલ કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.

વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર @ UBM,UBM Plc LinkedIn પર અમને અનુસરો

મીડિયા સંપર્ક:
Roshni Mitra
roshni.mitra@ubm.com

Mili Lalwani
mili.lalwani@ubm.com
+91-9833279461
UBM India

SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire