ફાર્મા ક્ષેત્રે મહિલાઓ: ઝડપથી વિકસી રહેલા ક્ષેત્રમાં લૈંગિક તફાવતને તોડી પાડવા માટેની એક અગ્રણી પહેલ

 

મુંબઈ, December 1, 2017 /PRNewswire/ --

India Pharma Weekના છત્ર હેઠળ UBM India દ્વારા એક વિશિષ્ટ શિખર સમ્મેલન

UBM India ની એક પહેલ - India Pharma Weekની ઉજવણીના 2જા સંસ્કરણનો પરિચય ગત વર્ષે UBM ના ફ્લેગશિપ ઍન્ગેજમેન્ટ પ્લેટફૉર્મ એવાં CPhI & P-MEC અને વિશ્વની અગ્રણી ફાર્માસ્યુટિકલ નેટવર્કિંગ ઈવેન્ટના દશકની ઉજવણી માટે કરવામાં આવ્યો હતો જે તેનાં સૌથી પ્રેરક અને ખૂબજ શાનદાર પહેલો, 'ફાર્મામાં મહિલાઓ: ઉત્સાહ, આગેવાની, પ્રેરણા' નો સાક્ષી રહ્યો હતો.

     (Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
     (Logo: http://mma.prnewswire.com/media/608529/CPhI_India_and_P_MEC_Logo.jpg )
     (Logo: http://mma.prnewswire.com/media/608528/India_Pharma_Week_Logo.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/613262/Women_in_Pharma.jpg )

આ પ્રસંગે આ ઉદ્યોગમાં મહિલાઓના નોંધપાત્ર યોગદાનની ઉજવણી કરવા અને તેમની પ્રેરણાદાયક કથાઓ, અનુભવો અને જ્ઞાનની વહેંચણી કરવા માટે ફાર્માસ્યુટિકલ અને બાયો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વરિષ્ઠ મેનેજમેન્ટ સ્તરો, ઉદ્યોગ સાહસિકો અને માર્ગદર્શકોમાંની કેટલીક સૌથી વધુ ઇચ્છિત મહિલા આગેવાનોના એક મંડળનું સાક્ષી બન્યું હતું. ગયા વર્ષે પ્રાપ્ત થયેલી આ જબરદસ્ત પ્રતિક્રિયાથી મળેલા પ્રોત્સાહનથી, 'ફાર્મા ક્ષેત્રે મહિલાઓ' ની બીજી આવૃત્તિ વ્યાપક, સર્વવ્યાપક એજન્ડા સાથે આવી હતી જેમાં ઉદ્યોગમાંથી વરિષ્ઠ પુરૂષ આગેવાનોને પણ સામેલ કરીને ચર્ચાવિચારણા અંગે બૃહદ વિચારણા કરવામાં આવી હતી.

ઘણાં વૈશ્વિક અભ્યાસોની સાથે કે જે એ તથ્ય તરફ નિર્દેશ કરે છે કે લૈંગિંક વિવિધતા કારોબારની સ્થિરતા અને ટકાઉક્ષમતાને પ્રોત્સાહિત કરીને સંગઠન માટે લાંબા ગાળાના લક્ષ્યોને હાંસલ કરી આપે છે, તેથી સંગઠનો મહિલાઓને આગેવાનોની ભૂમિકા પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને લૈંગિક રીતે સમૃદ્ધ કાર્યબળની રચના તરફના તેમનાં પ્રયાસોને વધુને વધુ ચેનલાઇઝ કરી રહ્યાં છે. વિમેન ઇન બિઝનેસ 2017 પરના Grant Thornton ના વૈશ્વિક મોજણી અહેવાલ અનુસાર, આગેવાનની ભૂમિકાઓમાં મહિલાઓ હોય તેવાં દેશોમાં ભારતનો ક્રમ છેલ્લેથી ત્રીજો છે. વિશ્વભરમાં 36 અર્થવ્યવસ્થાઓમાં 5,500 કારોબારોને સામેલ કરીને હાથ ધરવામાં આવેલ આ મોજણી દર્શાવે છે કે ભારતીય કારોબારોમાંથી 41% માં આગેવાનની ભૂમિકામાં કોઇ મહિલા ધરાવતા નથી. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં મહિલા કાર્યકારી નિયામકોની ટકાવારી માત્ર 7.69% છે. જોકે, બૉર્ડમાં પ્રતિનિધિત્વની સાથે સાથે મહિલાઓની વધતી જતી સંખ્યાથી કંઈક પરિવર્તન કરવાની પ્રેરણા પરની છેલ્લી SEBI માર્ગદર્શિકાઓ સાથે આ આંકડાઓ ધીમે ધીમે બદલાઈ રહ્યાં છે.

Marina Wyatt, CFO, UBM plc નું અવલોકન છે કે: "કાર્યસ્થળ પરની લિંગ સંવેદનશીલતા અને વિવિધતાનો મુદ્દો હવે 'શા માટે' નો ના રહીને, 'કેવી રીતે' અંગેનો બન્યો છે - તેને સમાન રૂપથી ચલાવવા માટે આપણે પ્રણાલીઓ અને માળખાને કેવી રીતે પ્રાપ્ત કરીશું. તે જ રીતે, હાલના દિવસોમાં ડિજિટલ વિશ્વમાં કાર્ય-જીવનના સંતુલનની બાબતમાં એટલી બધી ચિંતાનો વિષય રહ્યો નથી, જેટલો તે કાર્ય-જીવનને વણી લેવાનો અને તેમ કરવાની તક વિશેનો છે - જ્યાં એક વ્યક્તિ બાધારહિત રીતે એકથી અન્યમાં સંક્રમણ કરી શકે, જ્યાં વ્યક્તિગત અને વ્યાવસાયિક એકબીજામાં ભળી જઈ એકબીજામાં વધારો કરે. આપણે વિશ્વના અન્ય હિસ્સાઓમાં આ પ્રકારના મંચો ધરાવીએ છીએ જેમ કે, ઍન્જિનીયરિંગમાં મહિલાઓ, ક્રૂઝમાં મહિલાઓ, ટેક્નોલૉજીમાં મહિલાઓ, વિ.

તેણીએ ઉમેર્યું હતું કે, "આપણે જેની નોંધ લઈ રહ્યાં છીએ તે આ 'પાઇપલાઇન' છે જ્યાં પ્રવેશ સ્તરે, એટલો મોટો તફાવત નથી, પરંતુ ધીરે ધીરે, જેમ જેમ વરિષ્ઠ સ્તર વધતું જશે, તેમ તેમ લૈંગિક તફાવત પણ વધતો જશે. UBM plc ખાતે અમે પાયાના સ્તરથી જ આ લૈંગિંક મુદ્દાઓ પરત્વે સક્રિય બની રહ્યાં છીએ અને કેટલીક મુખ્ય થીમ્સ કે જેનાં પર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે તે 'ભરતી', 'વિકાસ' અને 'વળતર' અને, તેને સંબંધીત ટીમની KPIs સાથેના જોડાણ' છે."

ઉદ્યોગના કેટલાંક બેસ્ટ-ઇન-ક્લાસ વ્યાવસાયિકો કે જેઓ માત્ર આમંત્રણ દ્વારા ક્રિયા-પ્રતિક્રિયાના ભાગ હતા તેમાં Sindhushree Khullar, ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, NITI Aayog, ભૂતપૂર્વ સચિવ-Planning Commission, Government of India; Savindu Kudrigikar, બિઝનેસ હેડ (દક્ષિણ એશિયા), ફાર્મા, ફૂડ એન્ડ મેડિકલ, Dow Chemical International Pvt. Ltd.; Aparna Thomas, સિનિયર ડિરેક્ટર - Communications & CSR (ભારત અને દક્ષિણ એશિયા), Sanofi; Deepshikha Mukerji, પ્રાદેશિક માનવ સંસાધન નિયામક, Established Pharmaceuticals, Abbott; Pratima Reddy, ડિરેક્ટર - R&D Portfolio, Governance and Strategy Merck Consumer Health (CH), Merck; Rajiv Oza, HRBL - Global Manufacturing & Supply (GMS), દક્ષિણ એશિયા, GlaxoSmithKline Pharmaceuticals Ltd.; Dr. Sofia Mumtaz, પ્રેસિડેન્ટ-પોર્ટફોલિયો અને કાનૂની, Lupin Ltd.; Ameera Shah, પ્રમોટર્સ એન્ડ મેનેજિંગ ડિરેક્ટર, Metropolis Healthcare Ltd.; અને Kanchana TK, ડિરેક્ટર જનરલ, Organisation of Pharmaceutical Producers of India સહિત Vasu Primlani, Corporate trainer and stand-up comedian દ્વારા પ્રેરક વાર્તાનો સમાવેશ થતો હતો.

'ફાર્મામાં મહિલાઓ: ઉત્સાહ, આગેવાની, પ્રેરણા' ના પ્રસંગ પર બોલતાં, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર, Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "વિવિધતા અને સમાવેશન, ખાસ કરીને લૈંગિક વિવિધતા એ કાર્યસ્થળ પર અનુમોદિત સિદ્ધાંત છે, પરંતુ કમનસીબે હજુ પણ સારી રીતે અમલીકૃત નથી. 'ફાર્મા કૉન્ફરંસમાં મહિલાઓ' શા માટે India Pharma Weekનો એક અભિન્ન અંગ છે તેનાં માટેના ઘણાં કારણોમાંનું એક ફાર્મા ક્ષેત્રમાં ઓછી મહિલા આગેવાનો હોવાના પ્રમુખ મુદ્દાઓને સંબોધિત કરવાના અને તેમને અવાજ આપવાનું છે. ભારતમાં 25,000 કંપનીઓ કરતાં વધુની સાથે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં થયેલી વૃદ્ધિને જોતાં, આગેવાનીના હોદ્દાઓ પર અને અન્યથા મહિલાઓ માટે જૉબ્સની એક જબરદસ્ત સંભાવના રહેલી છે. જોકે, સ્કિલ ઇંડિયા અહેવાલ અનુસાર, જ્યારે ફાર્મા અને હેલ્થકૅર ક્ષેત્રોમાં મહિલાઓ માટેના ઉદ્યોગ-પ્રમાણેના લક્ષ્યાંકો હાલમાં લગભગ 38.57 ટકા છે, જ્યારે કે મહિલાઓની કુલ રોજગારક્ષમતા માત્ર લગભગ 28.28 ટકા છે."

તેમણે ઉમેર્યું હતું કે, "દેખીતા ફાયદાઓ છતાં, મોટાભાગના ક્ષેત્રો લાયકાત ધરાવતી મહિલાઓને રાખવા, ટકાવી રાખવા અને પદ્દોન્નત કરવામાં નિષ્ફળ નિવડી રહી છે. મહત્વનો બદલાવ લાવી શકાય તે માટે, જાગૃકતા, શિક્ષણ અને કરી-શકીએ-છીએ ના વલણનો પ્રસાર કરવો જરૂરી છે. તે મહિલા આગેવાનોએ - અને તેમનાં પુરુષ પ્રતિપક્ષે કરવાની જરૂર છે કે તેઓ પોતાના અનુભવોની વહેંચણી કરે તેમજ અન્ય મહિલાઓને આગેવાની લેવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરે અને ફાર્મા ક્ષેત્ર મહિલાઓ જેવા મંચે તે જ કરી બતાવ્યું છે."

UBM India વિશે: 

UBM India એ ભારતનું અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગોને એવા પ્લેટફૉર્મ પૂરા પાડે છે જે વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓને પોર્ટફોલિયો પ્રદર્શનો, વિષયવસ્તુ આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા એકસાથે લાવે છે. UBM India દર વર્ષે 25 મોટા પાયે પ્રદર્શનો અને દેશભરમાં 40 સંમેલનોનું આયોજન કરે છે; આથી બહુવિધ, ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરે છે. UBM Asia કંપની, UBM India ના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસો છે. UBM Asia, UBM plc ની માલિકી ધરાવે છે જે લંડન સ્ટૉક એક્સચેન્જમાં સૂચિબદ્ધ છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શનોના આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયાના સૌથી મોટા વ્યવસાયિક આયોજક છે.

UBM plc વિશે: 

UBM plc વિશ્વની સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. વધુને વધુ ડિજિટલ થઇ રહેલા વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ ન હતી. UBM ખાતે, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તે ક્ષેત્રો માટેના અમારા ઊંડા જ્ઞાન અને જુસ્સો, અમને મૂલ્યવાન અનુભવો બનાવવા દે છે જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારી ઇવેન્ટ્સમાં લોકો સંબંધો બનાવે છે, સોદાઓને અંતિમ રૂપ આપે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750+ લોકો છે, ફેશનથી ફાર્માસ્યુટિકલ ઘટકો જેવા 50 થી વધુ વિવિધ ક્ષેત્રોને સેવા આપે છે. આ ગ્લોબલ નેટવર્ક્સ, કુશળ, પ્રખર લોકો અને માર્કેટ-અગ્રણી ઇવેન્ટ્સ વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષાને હાંસલ કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.

વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર @ UBM,UBM Plc LinkedIn પર અમને અનુસરો

મીડિયા સંપર્ક:
Roshni Mitra
roshni.mitra@ubm.com
+91-22-61727000
UBM India Pvt Ltd.


SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire