QS યુનિવર્સિટી રૅન્કિંગ્સ: BRICS 2018 - Jindal Global University દ્વારા વૈશ્વિક રેન્કિંગ્સમાં પ્રવેશ

નવી દિલ્લી, December 4, 2017 /PRNewswire/ --

- ભારતમાં ટોચની 10 જાહેર અને ટોચની 10 ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત

- આ રેન્કિંગ્સમાં સ્થાન પ્રાપ્ત કરનાર સૌથી નવી ભારતીય યુનિવર્સિટી અને હરિયાણામાં એકમાત્ર ખાનગી યુનિવર્સિટી

- BRICS વિસ્તારમાં 9,000 યુનિવર્સિટીઓમાંથી ટોચની 300 યુનિવર્સિટીઓમાં સ્થાન પ્રાપ્ત

આંતરશાખાકીય O.P. Jindal Global University (JGU) ને QS યુનિવર્સિટી રૅન્કિંગ્સ દ્વારા ભારતમાં ટોચની 10 ખાનગી સંસ્થાઓ અને ટોચની 10 જાહેર સંસ્થાઓમાં સ્થાન આપવામાં આવ્યું છે: BRICS 2018 સંસ્કરણ. JGU સૌથી નવી ભારતીય યુનિવર્સિટી બની ગયું છે અને સાથે જ આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત કરનાર હરિયાણાની એકમાત્ર ખાનગી યુનિવર્સિટી પણ બની છે.

JGU ને BRICS વિસ્તાર (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકાને આવરી લે છે) માં 9,000 યુનિવર્સિટીઓમાંથી 251-300 માં રેન્કમાં સ્થાનબદ્ધ કરીને આ વિસ્તારમાં ટોચની 2.8% યુનિવર્સિટીઓમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

આઠ કાર્યદેખાવ સૂચકો, જેવાં કે શૈક્ષણિક પ્રતિષ્ઠા, રોજગારદાતા પ્રતિષ્ઠા, PhD સાથેના કર્મચારીઓનું પ્રમાણ, ફૅકલ્ટી/વિદ્યાર્થી ગુણોત્તર, સંશોધન પ્રકાશનો અને પ્રસ્શતિ દરો અને આંતરરાષ્ટ્રીય ફૅકલ્ટી અને વિદ્યાર્થીઓનું પ્રમાણના આધારે, આ પાંચ ઝડપથી વિકસિત થઈ રહેલી અર્થવ્યવસ્થાઓમાં આ રેન્કિંગ અગ્રણી સંસ્થાઓની સાપેક્ષ તાકાતો અને નબળાઈઓની અંદર આંતરદૃષ્ટી પૂરી પાડે છે.

આ સિદ્ધી પર પોતાના વિચારોની વહેંચણી કરતા, JGUના સ્થાપક ચાન્સેલર, Mr. Naveen Jindal, એ જણાવ્યું હતું કે, "JGU તેમજ હરિયાણા માટે પ્રતિષ્ઠિત QS રેનન્કિંગ્સમાં પ્રવેશ કરવા માટે આ એક અસામાન્ય ગૌરવની ક્ષણ છે. ભારતીય યુનિવર્સિટીઓનું આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં પ્રવેશવું એ માત્ર રેન્ક પ્રાપ્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે જ નહિં પરંતુ ભારતીય ઉચ્ચ શિક્ષણ માટે ઉત્કૃષ્ટતાના નમૂનાઓ પૂરાં પાડવા માટેની પણ નવી તકોની રચના કરે છે. ભારતની વસ્તી-વિષયક રૂપરેખા અને દેશના વિકાસશીલ સંદર્ભને જોતાં, ભારતમાં શિક્ષણ ક્ષેત્રે વધુ મોટા CSR રોકાણો, અને પરોપકારી અનુદાનોની જરૂર છે. ભારતમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાને ઉપર લઈ જઈ જવા માટે આ અતિ આવશ્યક છે. ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને અગ્રણી વૈશ્વિક યુનિવર્સિટીઓના અનુભવમાંથી શીખવાની જરૂર છે. પ્રતીતિના અર્થ અને હેતુ પર આધારિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સ્પર્ધા કરી શકે તેવાં સ્તર પર વૈશ્ચિક ઉત્કૃષ્ટતા ધરાવતી સંસ્થાઓના નિર્માણ કરવાની સભાન જરૂરિયાત છે. Jindal Group તેનાં આદ્યસ્થાપક Shri O.P. Jindalના દૃષ્ટિકોણ અને દૂરદર્શિતાથી પ્રેરાઇને CSR અને અન્ય સામાજિક પહેલો દ્વારા કોર્પોરેટ ફિલેન્થ્રૉપીને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે. JGU, રાષ્ટ્ર નિર્માણમાં CSR કેવી રીતે યોગદાન આપી શકે છે તેનું અસાધારણ ઉદાહરણ છે."

ઉપલબ્ધિ અને વૈશ્વિક ઉચ્ચ શિક્ષણ પ્રત્યે JGU ની પ્રતિબદ્ધતા વિશે બોલતાં સ્થાપક વાઇસ ચાન્સેલર, JGU પ્રોફેસર (Dr.) C. Raj Kumar, એ જણાવ્યું હતું કે, "એક નવી યુનિવર્સિટી માટે આ એક અસાધારણ ઉપલબ્ધિ છે, જેણે તેની સ્થાપનાના માત્ર આઠ વર્ષ જ પૂર્ણ કર્યાં છે. અમે આંતરરાષ્ટ્રીય જોડાણોની સૌથી બહોળી સંભવિત રૂપરેખાને વિકસિત કરવામાં સફળ રહ્યાં છીએ જેણે JGU ને તેનાં ભાગીદારો અને વિશ્વમાં 50 દેશોમાં ફેલાયેલી 200 યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સાથે કાર્ય કરવા માટે સક્ષમ બનાવી છે."

તેમણે ઉમેર્યું હતું કે, "વૈશ્વિક ઉત્કૃષ્ટતાની એક સંસ્થા તરીકે JGU ની વૃદ્ધિ અને વિકાસ શાળાઓ અને કાર્યક્રમોના વિસ્તરણ સાથે પણ બંધબેસતો છે. JGU એ એક આંતરશાખાકીય યુનિવર્સિટી છે જે સખત વર્ગખંડીય શિક્ષણ, અસરકારક ચિકિત્સકીય કાર્યક્રમો, પ્રયોગાત્મક શિક્ષણ અને સંશોધન અને લેખન કાર્ય દ્વારા શિક્ષણની તકોની એક શ્રેણી પ્રાપ્ત કરવામાં વિદ્યાર્થીઓની મદદ કરે છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "અમારી સંસ્થાત્મક કટિબદ્ધતા અને વૈશ્વિક પ્રાણવિધાન એ તથ્યમાં પ્રતિબિમ્બિત થાય છે કે અમારા 20% થી વધુ ફેકલ્ટી બિન-ભારતીય નાગરિકો છે જેમની નિયુક્તિ 20 જુદા-જુદા દેશોમાંથી કરવામાં આવી છે જે ઉત્કૃષ્ટતામાં યોગદાન આપવા એક ઝુંબેશ રૂપે નવીનીકૃત શિક્ષણ અધ્યાપનવિદ્યા અને સંશોધન લક્ષી શિક્ષણમાં રોકાયેલા છે."

"ભારતીય યુનિવર્સિટીઓનું ભાવિ એ વાત પર અવલંબે છે કે વૈશ્વિક ઉત્કૃષ્ટતાની સંસ્થાઓના નિર્માણ માટે પ્રાણવિધાનોને પ્રોત્સાહિત કરતી વખતે મોટી સંખ્યામાં યુવાનો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની સુલભતા પૂરી પાડવાના પડકારોને આપણે કેવી રીતે સંબોધન કરીશું," તેમણે જણાવ્યું હતું.

વાઇસ ચાન્સેલરે ભારતમાં વિશ્વકક્ષાની ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપના કરવા પર પણ ભાર મૂક્યો હતો જે વિશ્વનાં ટોચના સ્થાન પર અને શિક્ષણ, સંશોધન અને ક્ષમતા-નિર્માણ માટે પ્રતિષ્ઠા પ્રાપ્ત હોય. "JGU ની સ્થાપના ઉચ્ચ શિક્ષણમાં ઉત્કૃષ્ટતાના પ્રોત્સાહનના દૃષ્ટિકોણ સાથે એક બિન-નફાકારક સંસ્થા તરીકે કરવામાં આવી હતી અને તે વૈશ્વિક સ્તરે અમારા પ્રયાસોની સ્વીકૃતિને પરિપૂર્ણ કરતી દેખાઈ રહી છે," તેમણે જણાવ્યું હતું.

QS યુનિવર્સિટી રૅન્કિંગ્સ: BRICS 2018 ની રીલીઝ એવાં સમય પર થઈ રહી છે જ્યારે ભારત સરકારે દેશની લાયકાત ધરાવતી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ પાસેથી ભારતમાં વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓના નિર્માણ માટે સરકારના પ્રયાસો હેઠળ 'ઇંસ્ટિટ્યૂટ ઑફ ઍમિનન્સ' તરીકે નિયુક્તિ માટેની અરજી કરવા દરખાસ્તો આમંત્રિત કરી છે.

QS યુનિવર્સિટી રૅન્કિંગ્સ BRICS 2018 સંસ્કરણનું અનાવરણ પ્રોફેસર (Dr.) V.S. Chauhan, ચેરમેન, University Grants Commission (UGC) દ્વારા નવી દિલ્લી ખાતે એક પ્રસંગે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલતાં Dr Chauhan એ જણાવ્યું હતું કે, "ભારતીય શિક્ષણ વિસ્તરણ પામ્યું છે અને અમે ઘણાં બધા નિયમનોમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ જે ઘણાં લાંબા સમય પહેલાં બનાવવામાં આવ્યા હતાં. આ પ્રણાલી રેન્કિંગ્સ માટેનો અવકાશ પણ પૂરો પાડશે અને સરકારને પણ એ પ્રતીતિ થઈ રહી છે કે આ રેન્કિંગ્સમાં ભારતીય યુનિવર્સિટીઓની ઉપસ્થિતિ દેશ માટે પ્રતિષ્ઠાની બાબત છે. જોકે, દેશ અત્યારે તેની યુનિવર્સિટીઓના ઉદ્‌ભવના યુગના ખૂબ જ અગ્રિમ તબક્કામાં છે. આપણે એ દિવસની ઉજવણી કરીશું જ્યારે BRICS રેન્કિંગ્સમાં 350 યુનિવર્સિટીઓમાંથી 150 ભારતીય સંસ્થાઓ હોય."

QS Intelligence Unit, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા અને ભારતના ક્ષેત્રિય નિયામક, Mr. Ashwin Fernandes એ આ રેન્કિંગ પ્રણાલીનો પરિચય શ્રોતાઓને કરાવ્યો હતો. વધુમાં બોલતાં તેમણે ટિપ્પણી કરી હતી કે, "QS યુનિવર્સિટી રૅન્કિંગ્સ: BRICS વિશ્વની કેટલીક ઝડપથી વિકસિત થઈ રહેલી અર્થવ્યવસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિની અંદર વિશાળ આંતરદૃષ્ટિ પૂરી પાડે છે. આ રેન્કિંગ્સ, હાલના અને સંભવિત એમ બન્ને વિદ્યાર્થીઓ, માતા-પિતાઓ, રોજગારદાતાઓ અને સરકારના શિક્ષણ સંસ્થાઓની ગુણવત્તા વિશેના મંતવ્યોને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવે છે. આ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ઉત્કૃષ્ટતા માટેની ભૂખની પણ રચના કરે છે."

O.P. Jindal Global University (JGU) વિશે 

JGU હરિયાણા ખાનગી યુનિવર્સિટીઝ (બીજો સુધારો) અધિનિયમ, 2009, દ્વારા સ્થાપિત એક બિન-નફાકારક વૈશ્વિક યુનિવર્સિટી છે. JGU ની સ્થાપના, સ્થાપક ચાન્સેલર Mr. Naveen Jindal ની એક પરોપકારી પહેલ તરીકે Mr. O.P. Jindal ની સ્મરણાર્થે કરવામાં આવી હતી. University Grants Commission તેને O.P. Jindal Global University તરીકે માન્યતા આપી હતી. JGU નો દૃષ્ટિકોણ વૈશ્વિક ફેકલ્ટી દ્વારા વૈશ્વિક અભ્યાસક્રમો, વૈશ્વિક કાર્યક્રમો, વૈશ્વિક પાઠ્યક્રમો, વૈશ્વિક સંશોધનો, વૈશ્વિક જોડાણો અને વૈશ્વિક ક્રિયા પ્રતિક્રિયાઓને પ્રોત્સાહન પુરું પાડવાનો છે. JGU નેશનલ કૅપિટલ રિજીયન ઑફ દિલ્લી ખાતે દેશમાં નિર્મિત અદ્યતન 80 એકર આવાસીય પરિસર પર સ્થિત છે. JGU એશિયાની અમુક યુનિવર્સિટીઓમાથી એક છે જે 1:15 ફેકલ્ટી-વિદ્યાર્થી ગુણોત્તરને જાળવે છે અને વિશ્વના જુદા-જુદા ભાગોમાંથી ઉત્કૃષ્ટ શૈક્ષણિક લાયકાતો અને અનુભવ ધરાવતા ફેકલ્ટી સભ્યોની નિયુક્તી કરે છે. તેણે પાંચ શાળાઓની સ્થાપના પણ કરી છે: Jindal Global Law School, Jindal Global Business School, Jindal School of International Affairs, Jindal School of Government and Public Policy અને Jindal School of Liberal Arts and Humanities.

વધુ માહિતી માટે, મુલાકાત લો: http://www.jgu.edu.in/.


મીડિયા સંપર્ક:
Ms Kakul Rizvi
krizvi@jgu.edu.in
+91-8396907273
Additional Director
Communications and Public Affairs
O.P. Jindal Global University

SOURCE O.P. Jindal Global University 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire