IMA એ Jain Universityની વિદ્યાર્થીનીને U.S. Student Leadership Conference માં મોકલી

નવી દિલ્લી, December 6, 2017 /PRNewswire/ --

નવેમ્બર 9-11 ના રોજ, IMA® (Institute of Management Accountants) એ Jain University ની વિદ્યાર્થીની, Kavya Ramesh ને, હ્યુસ્ટન, ટેક્સાસ, યુએસએ ખાતે સંગઠનના વાર્ષિક વિદ્યાર્થી આગેવાન કૉન્ફરંસમાં પ્રતિનિધિત્વ કરવા મોકલી આપી છે.

     (Logo: http://mma.prnewswire.com/media/510711/IMA_Logo.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/615540/IMA_Kavya_Ramesh_Jain_University.jpg )

"દર વર્ષે, અમારી સ્ટુડન્ટ લીડરશીપ કૉન્ફરંસ ચીન, યુરોપ, મધ્ય પૂર્વ, આફ્રિકા અને અમેરિકાથી 600 કરતાં વધુ વિદ્યાર્થીઓને તેમનાં મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં કારકિર્દી વિકલ્પોની ખોજ કરવા માટે અને એકાઉન્ટિંગમાં કુશળતાના તફાવતના સંબોધન માટે એકઠાં કરે છે," IMA ખતે ઍકેડેમિક અને સ્ટુડન્ટ રિલેશન્સ મેનેજર, Rishi Malhotraએ જણાવ્યું હતું.

એકાઉન્ટિંગમાં કુશળતાનો તફાવત એ ઘણાં દશકોથી ચિંતાનો વિષય છે. પરંપરાગત એકાઉન્ટિંગ અભ્યાસક્રમ ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ પર ખૂબ સંકીર્ણ રીતે ધ્યાન આપી રહ્યો છે, ખાસ કરીને ઓડિટ, ટેક્સ, વૈધાનિક અહેવાલ લેખન અને અનુપાલનમાં. 2015માં, IMA એ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેમાં ટેક્નિકલ અને નૉન-ટેક્નિકલ એમ બન્ને કૌશલ્યોમાં પ્રવર્તમાન ખામીઓ સાથે, 90% CFOs ને સાચી પ્રતિભા શોધવામાં મુશ્કેલી પડી હોવાની વાત કહેવામાં આવી હતી.

"સામાન્ય રીતે, આ વિદ્યાર્થીઓ જ્યારે કૉન્ફરંસમાં આવે છે ત્યારે તેઓ એ બાબતોથી અજાણ હોય છે કે જાહેર એકાઉન્ટિંગ ફર્મ્સની બહાર પણ ભૂમિકાઓ વિદ્યમાન હોય છે. આ ઍક્સ્પોઝર તેમને વેલ-રાઉન્ડેડ અભ્યાસક્રમ લોડને મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે અને પછીથી બિઝનેસમાં એકાઉન્ટન્ટ્સ અને ફાઇનાન્સિયલ મેનેજર્સ તરીકે અર્થપૂર્ણ કાર્ય અનુભવ માટે તેઓને તૈયાર કરે છે," Malhotra સમજાવે છે.

IMA એકમાત્ર વૈશ્વિક મેનેજમેન્ટ એકાઉન્ટિંગ સંગઠન છે જે બિઝનેસ પાર્ટનરને ફાઇનાન્સિયલ વ્યાવસાયિકના વિકાસ પર સંલગ્ન સંશોધન પુરું પાડવામાં સતત અગ્રેસર રહ્યું છે.

"વૈશ્વિક લીડરશીપ એડવાઇઝરી, Allen Austin ખાતે સીનિયર પાર્ટનર Mike Lejeune દ્વારા હાઉ ટુ બેકોમ એ ગેમ ચેન્જર વિષય પરના સત્રમાં, ત્રિ-દિવસીય કૉન્ફરન્સ માટેના સાચા અવાજનું સુયોજન કરવામાં આવ્યું હતું. મેં જાણ્યું કે વૈકલ્પિક વિચારોની તાકાતો અને નબળાઈઓની ઓળખ માટે લૉજીકલ રીઝનિંગ પર આધારિત વિવિધ અભિપ્રાયોનો સ્વીકાર કરવા માટે મારે વધુ ખુલ્લાં હોવી જોઇએ," બેંગ્લોરમાં Jain University ખાતે બી.કોમ ઓનર્સ એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ ની વિદ્યાર્થીની Kavya Ramesh જણાવે છે.

અભ્યાસક્રમના સુધારાઓને પ્રોત્સાહિત કરવા માટે, IMA એક હાયર એડયુકેશન એંડોરસેમેંન્ટ પ્રોગ્રામ ધરાવે છે જે યુનિવર્સિટી એકાઉન્ટિંગ પ્રોગ્રામ્સનું મૂલ્યાંકન કરે છે જે ઉચ્ચ શૈક્ષણિક ધોરણોને પુરાં પાડે છે. IMA દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓ મેનેજમેન્ટ એકાઉન્ટિંગના વ્યવસાયમાં પ્રવેશ અને CMA® (Certified Management Accountant) સર્ટિફિકેશન પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે.

"આ અનુભવે બિઝનેસમાં ફાઇનાન્સ અને એકાઉન્ટિંગમાં એક વ્યાવસાયિક તરીકેની કારકિર્દી બનાવવા માટેના મારા રસને બળવત્તર બનાવ્યો. કૉન્ફરન્સ ખાતે ઉદ્યોગના તજજ્ઞો પાસેથી મને ઘણું શીખવા મળ્યું. હવે, હું મારી કારકિર્દીના ભવિષ્યને લઈને વધુ આત્મવિશ્વાસ ધરાવું છું. હું ઇચ્છું કે દેશમાં એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને પણ આ સશક્તિકરણ પુરું પાડતો અનુભવ પ્રાપ્ત થાય," Ramesh ઉમેરે છે.

આ વર્ષે, IMA એ શિક્ષણ જગતમાં શું ભણાવવામાં આવે છે અને કાર્યબળ માટે વિદ્યાર્થીઓને શું તૈયારી કરવાની જરૂર છે તે તફાવતને ભરવા માટેના એક અન્ય પ્રયાસ તરીકે તેની પ્રથમ પાઠ્યપુસ્તક, 'Management Accounting - An Integrative Approach' પ્રકાશિત કરી હતી.

"IMA ભારતમાં ઉચ્ચ ગુણવત્તા, અદ્યતન શૈક્ષણિક કાર્યક્રમો કે જે બિઝનેસની બદલાતી જતી જરૂરિયાતોને સમર્થન આપે તેની સાથે વધુ શાળાઓ અને યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરવામાં રસ ધરાવે છે. અમે ભાવિ વ્યાવસાયિક મેનેજમેન્ટ એકાઉન્ટટ્સને તેમનાં કારકિર્દી ઉદ્દેશો પૂર્ણ કરવામાં અને રોજગારદાતાઓના સ્પર્ધાત્મક અપેક્ષાઓને પહોંચી વળવામાં મદદ કરવા માંગીએ છીએ," Malhotraએ આમ જણાવી તેમની વાતને વિરામ આપ્યો હતો.

IMA® (Institute of Management Accountants) વિશે: 

IMA®, 2017 માં એકાઉન્ટન્ટ/ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ બુલેટિન, દ્વારા પ્રોફેશનલ બૉડી ઑફ ધ ઇયર તરીકે નામકરણ પ્રાપ્ત એક સૌથી મોટી અને સૌથી સન્માનનીય સંગઠનોમાંથી એક છે જે વિશેષરૂપથી મેનેજમેન્ટ એકાઉન્ટિંગ વ્યવસાયના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત છે. વૈશ્વિક રીતે, IMA સંશોધન, CMA® (Certified Management Accountant) કાર્યક્રમ, અવિરત શિક્ષણ, નેટવર્કિંગ અને ઉચ્ચતમ નૈતિકતાપૂર્ણ બિઝનેસ પદ્ધતિઓની હિમાયત કરીને વ્યવસાયને સમર્થન પુરું પાડે છે. મોન્ટવલે, N.J., USA ખાતે વડામથક સાથે, IMA 140 દેશોમાં 90,000 કરતાં વધુ સભ્યો અને 300 વ્યાવસાયિકો અને વિદ્યાર્થી ચૅપ્ટર્સનું વૈશ્વિક નેટવર્ક ધરાવે છે. IMA તેના ચાર વૈશ્વિક વિસ્તારો: અમેરિકા, એશિયા/પૅસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વ/ભારત મારફત સ્થાનિક સેવાઓ પૂરી પાડે છે. IMA વિશેની વધુ માહિતી માટે, કૃપા કરી https://imamiddleeast.org/ ની મુલાકાત લો.


મીડિયા સંપર્ક:
Janice Sevilla
janice.sevilla@imanet.org
+91-900-316-2258
Communication Specialist
Institute of Management Accountants


SOURCE (IMA) Institute of Management AccountantsJournalists and Bloggers

Visit PR Newswire for Journalists for releases, photos and customised feeds just for media.

View and download archived video content distributed by MultiVu on The Digital Center.

 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire