IFSEC India ના 11મા સંસ્કરણે દક્ષિણ એશિયાના સૌથી મોટા સુરક્ષા અને સર્વેલેન્સ શૉ તરીકે પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યુ

નવી દિલ્લી, December 7, 2017 /PRNewswire/ --

UBM India દ્વારા એક સિગ્નેચર ઍક્સ્પો 

- 20 + સહભાગી દેશો અને 300 કરતાં વધુ બ્રાન્ડ્સ ઉદ્‌ભવતા ભારત માટે સ્માર્ટ સિક્યુરિટીનું પ્રદર્શન કરે છે

- નૉલેજ પાર્ટનર - PwC India for IFSEC India દ્વારા વિકસિત 'Maximizing benefits of Command Control Center' વિષય પર શ્વેતપત્ર રજૂ કરવામાં આવ્યું

- દ્વિતિય IFSEC India Awards ની સાક્ષી માટે

- હોમલેન્ડ સિક્યુરિટી પર કેંદ્રીત ઉચ્ચ અસર ધરાવતી એક દિવસીય કૉન્ફરન્સ

UBM India એ આજે ડિસેમ્બર 6-8, 2017 સુધી ચાલનારા એક ત્રિ-દિવસીય શૉ, International Fire & Security Exhibition and Conference (IFSEC) India નો નવી દિલ્લીના પ્રગતિ મેદાન ખાતે પ્રારંભ કર્યો હતો. IFSEC 2017 નું ઉદ્‌ઘાટન પ્રતિષ્ઠિત ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં Shri Gopal K Pillai, Chairman, Data Security Council of India & Former Secretary, Ministry of Home Affairs, Government of India; Shri Shiv Charan Yadav, President, Asian Professional Security Association (APSA), Mr. Anil Dhawan, Co-Chair, ASSOCHAM Homeland Security, Commander Deepak Uppal, Director, PwC, Mr. Yogesh Mudras, Managing Director, UBM India અને Mr. Pankaj Jain, Group Director, UBM India દ્વારા કરવામાં આવ્યું હતું.

     (Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/616216/IFSEC_India_Lamp_Lighting.jpg )
     (Photo: http://mma.prnewswire.com/media/616217/IFSEC_PwC_Whitepaper_Unveiling.jpg )

આ શૉ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત પ્રદર્શનકારો, કન્સલટન્ટ્સ, વેપાર વિશેષજ્ઞો અને પ્રમુખ સરકારી અધિકારીઓને, વૈશ્વિક શ્રેષ્ઠ અભ્યાસોની ચર્ચા કરવા અને સિક્યુરિટી અને ફાયર ડોમેઇનમાં સૌથી વધુ દબાણ ઊભું કરતા પડકારોમાંથી કેટલાકના ઉકેલો શોધવા એક સમાન મંચ હેઠળ લઈ આવવાનો સંયોજક બની રહ્યો. તેણે મુલાકાતીઓ માટે નેટવર્કની તકોની સમૃદ્ધિ અને અદ્યતન તકનીકો, ઉદ્યોગના વલણો, પડકારો, માર્કેટ આંતરદૃષ્ટિઓ અને તેમનાં કારોબારને અને ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટેના શ્રેષ્ઠ ઉકેલો વિશે શીખવા ઉચ્ચ-અસરયુક્ત માહિતીપ્રદ પ્રદર્શનો ઉપલબ્ધ કરાવ્યાં હતા.

આ વર્ષે, આ ઍક્સ્પોમાં વાણિજ્યિક સુરક્ષા ડોમેઇનમાંથી આવતા ઘણાં દેશોમાંથી UK, USA, ચીન, તાઇવાન, મલેશિયા, ઑસ્ટ્રેલિયા, કેનેડા, સિંગાપોર, લિથુઆનિયા, દક્ષિણ આફ્રિકા, રશિયા અને ટર્કી જેવાં દેશોની પ્રતિભાગિતા જોવા મળી હતી. તેને પોતાના પ્રયાસોમાં સ્ટ્રેટેજીક પાર્ટનર તરીકે Assocham અને નૉલેજ પાર્ટનર તરીકે PwC સાથે Asian Professional Security Association(APSA), American Society for Industrial Security(ASIS), Electronic Security Association of India(ESAI), Central Association of Private Security Industry (CAPSI) અને Overseas Security Advisory Council(OSAC)નું સારૂં સમર્થન પ્રાપ્ત થયું હતું.

આ ઍક્સ્પોમાં 300 કરતાં વધુ સહભાગી બ્રાન્ડ્સ હતી જેમાં અન્યની સાથે Aditya Infotech, Dahua, eSSL, Globus Infocom, Hanwha Techwin, Hikvision, Mark Electronics, Realtime, Roadpoint, Secureye, Techsmart, Tenda, TVT, Uniview, & Zkteco, Premier Plus ના ભાગીદારો તરીકે સમાવેશ થાય છે. Premier ભાગીદારોમાં - Advik, Axestrack, Biomax, Delta, Dlink, Face ID, Hifocus, Idemia, Mantra Softech, Orbit, Panasonic, Seagate, Slingshot, Tansa, Timewatch, Unique Electrovision અને Western Digital નો સમાવેશ થાય છે.

IFSEC India Expoના 11મા સંસ્કરણના ઉદ્‌ઘાટન પ્રસંગે પોતાના વ્યક્ત્વ્યમાં, UBM India ના Managing Director, Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે, "આ ભૌગોલિક વિસ્તારમાં સતતપણે વિકસિત થઈ રહેલાં શહેરોને ઉચ્ચ ગુનાઇત પ્રવૃત્તિઓ, અને યુદ્ધ અને આતંકવાદી ધમકીઓનો સામનો કરવો પડે છે જે આપદાઓને તૈયારી અને અટકાવના સંદર્ભમાં નાગરિકો માટે નિર્ણાયક ચિંતાનો સ્ત્રોત છે. આની સાથે, આપણાં દેશમાં સિક્યુરિટી અને સર્વેલેન્સ ક્ષેત્રે ઔદ્યોગિક, વાણિજ્યિક અને આવાસીય સ્થાપનાઓમાં ઝડપી સ્તરીકરણની જરૂર છે. IFSEC India 2017 માટે 40 વર્ષના સમૃદ્ધ વારસા સાથે IFSEC Globalના એક ઑફશૂટ સાથે UBM Indiaનો ઉદ્દેશ, આ જરૂરિયાતને આગળ લઈ આવવાના પ્રયાસોને ચાલુ રાખવાનો અને તેની પ્રતિક્રિયા રૂપે, આ સ્થાપનોમાં સુરક્ષાને મજબૂત બનાવવા માટેની નવી તકનીકી પર આધારિત જરૂરી ઉકેલોના પ્રસ્તાવ પૂરા પાડવાનો છે. ગત સંસ્કરણોની સફળતાથી સમર્થિત, અમને ખાતરી છે કે IFSEC Indiaનું 11મું સંસ્કરણ, જે આજે નિશંકપણે વૈશ્વિક વાણિજ્યિક સુરક્ષા પર પૂર્વ-પ્રતિષ્ઠિત સત્તા બની ગયું છે, તે ઉદ્યોગની અપેક્ષાઓ કરતાં આગળ વધી જશે."

આ વર્ષે, આ ઍક્સ્પો IFSEC Indiaના નૉલેજ પાર્ટનર - PwC દ્વારા 'Maximising the benefits of a command and control centre (CCC)' પર પ્રસ્તુત શ્વેતપત્ર પણ સાક્ષી બન્યું હતું જે પ્રાથમિક રીતે આજની CCCs, કામગીરીઓની વિભાવનાના વપરાશમાં પ્રમુખ પડકારો વિશે અને સંકલિત કામગીરીઓ માટે વિવિધ કમાન્ડ કેન્દ્રોના સહ-નિર્ધારણની વાત કરે છે.

શ્વેતપત્રની શરૂઆત પર બોલતાં, ભારત સરકારના આગેવાન અને ક્ષેત્રિય મેનેજિંગ પાર્ટનર - North, PwC India ના Mr. Neel Ratan એ જણાવ્યું હતું કે, "શહેરો અને ઝડપથી ડિજિટલ પ્રસારણમાં ઝડપથી વધી રહેલી વસ્તીને કારણે, એવાં અનન્ય પડકારો છે જેને તકનીકી રીતે અદ્યતન અને ખડતલ પ્રણાલીઓ સાથે સંબોધન કરવાની જરૂર છે. વહેંચણીયુક્ત પારિસ્થિતિક જાગૃતિ નાટકીય રીતે વધી રહી છે અને પ્રણાલીઓએ એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે કોઇપણ કટોકટી દરમિયાન, સુરક્ષા માળખાઓ તંદુરસ્ત બની રહે અને સુરક્ષા કર્મચારીઓ જરૂરી માહિતીની સુલભતા ધરાવતા હોય. આ પ્રણાલીની સંરચના એવી રીતે કરવામાં આવી હોય કે તે વિગતોને કાર્યાત્મક માહિતીમાં સુવિધાયુક્ત બનાવી શકે. આ ફ્યુઝ્ડ, આંતરસંચાલન યોગ્ય ક્ષમતાઓ સાથે અદ્યતન integrated command and control centre (IC3) દ્વારા હાંસલ કરી શકાય છે જે લોકો અને પ્રણાલીઓને વધુ કાર્યક્ષમ રીતે કામ કરવા માટે સક્ષમ બનાવે છે. આ પ્રસંગના નૉલેજ પાર્ટનર તરીકે - PwC, એ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરના ફાયદાઓને સ્તરીકૃત કરવા પર ધ્યાન કેંદ્રિત કરતાં શ્વેતપત્ર અહેવાલના પ્રારંભ દ્વારા સંકલિત અભિગમ સાથે સિક્યુરિટી અને સર્વેલેન્સના ક્ષેત્રમાં નવી અને ઉદ્‌ભવતી તકનીકોની ખોજ કરી છે."

આની સાથે, Mr. Mudras એ આગળ ઉમેર્યું હતું કે, "અમારા નૉલેજ પાર્ટનર - PwC India દ્વારા IFSEC India માટે વિકસિત 'Maximizing benefits of Command Control Center', પરનો અહેવાલ એક મહત્વની ભૂમિકા ભજવશે. આ અહેવાલ અદ્યતન ઉદ્યોગ આંતરદૃષ્ટિઓ ધરાવે છે જે બજારમાં નવી પરિયોજનાઓમાં ઉદ્યોગના લિવરેજ માટે ઉદ્યોગના નિર્ણયકર્તાઓને પ્રસ્તાવિત કરવામાં આવશે. ઉદ્યોગો અને તકનીકીઓ અંગે PwCની સંયુક્ત સમજદારી સાથે, આ અહેવાલ આ પારિસ્થિતિકી તંત્રને હજુ વધુ સ્તરીકૃત કરવામાં આગળ મદદરૂપ બનશે."

ભારતમાં હોમલેન્ડ સુરક્ષા પર વધતા ધ્યાન સાથે, IFSEC India, 2017 માં પ્રદર્શનની સાથે સાથે 'Secure Nation and Safer Environment' થીમની સાથે એક દિવસીય કૉન્ફરન્સ આયોજિત કરીને વૈશ્વિક સુરક્ષા બજારમાં હાંસલ કરવામાં આવેલ સંલગ્ન આંતરદૃષ્ટિઓની ચર્ચા કરવામાં આવી હતી. આ કૉન્ફરન્સ વિશેષ સંબોધન અને પ્રમુખ નોંધ આપનાર પ્રતિષ્ઠિત વ્યક્તિત્વો, જેવાં કે - Shri G K Pillai - Members of the National Security Advisory Board, Ministry of Home Affairs અને Shri Nagendra Nath Sinha, Managing Director, National Highways and Infrastructure Development Corporation ની સાક્ષી રહી હતી. કૉન્ફરન્સમાં - સ્માર્ટ બૉર્ડર મેનેજમેન્ટ, કમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટેજીસ ફૉર ચેલેન્જીસ અને થ્રેટ્સ ટુ લૅન્ડ બૉર્ડર્સ, કોસ્ટલ ઍન્ડ મેરીટાઇમ સિક્યુરિટી ચેલેન્જીસ જેવાં રસપ્રદ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

આ વર્ષે, IFSEC India 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ ધ લલિત, નવી દિલ્લી ખાતે IFSEC India Awards ના 2જા સંસ્કરણને પરત લઈ આવવા માટે સંપૂર્ણ સજ્જ છે. ભારતમાં ઈલેક્ટ્રોનિક સિક્યુરિટી વિસ્તરણ પામી રહી છે અને આ ઍવોર્ડ્સને ખાસ BFSI, Retail, Manufacturing, Energy, Healthcare, PSUs, IT & ITES જેવાં વિવિધ ઉદ્યોગ ક્ષેત્રો અને આંતરમાળખાની ઈલેક્ટ્રોનિક સુરક્ષા પાછળના દિમાગોને પ્રકાશમાં લાવવા માટે બનાવવામાં આવ્યા છે. આ એવૉર્ડ્સ CSOs અને સુરક્ષા અધિકારીઓની ઉત્કૃષ્ટતા અને નવીનીકરણને માન્યતા આપશે જેઓ ખડતલ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતતપણે પૃષ્ઠભૂમિમાં કાર્યશીલ હોય છે. IFSEC India માટેના પ્રક્રિયા સલાહકાર તરીકે Ernst and Young રહેશે.

IFSEC India 2017 ખાતે ઉદ્યોગના નિવેદન: 

Mr. Robin Shen, Managing Director, India & SAARC Region, Dahua Technology India Pvt Ltd, એ જણાવ્યું હતું કે, "ભારતમાં સુરક્ષા ઉદ્યોગના ભૂદૃશ્ય હકારાત્મક, આશાસ્પદ અને પ્રગતિશીલ રહ્યાં છે. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ તાજેતરની પહેલો અને સુરક્ષા જરૂરિયાતોના મહત્વ પર ભારતીયોમાં વધતી જાગૃકતાએ ઉદ્યોગ માટે સારી આશા જન્માવી છે. ભારત સઘન સંભાવના અને તેનાં કદ, ભૂગોળ, વસ્તીવિષયક વિભાજન, વિવિધતા અને ગતિશીલતા સાથેનું એક વિશાળ બજાર છે અને આ અમને લોકોની વધતી સુરક્ષા જરૂરિયાતોને પૂરી પાડવા આકર્ષે છે. IFSEC India સુરક્ષા, સલામતી અને ફાયર ઉદ્યોગમાં રહેલી ઘણી બ્રાન્ડ્સને આ ક્ષેત્રની વધતી જરૂરિયાતોના સંબોધન માટે એક છત હેઠળ લઈ આવ્યું છે અને તમામ હિસ્સેદારોના ફાયદા માટે તેમને સંયુક્ત રીતે વર્તવા પ્રાર્થના કરે છે."

Mr. Ashish P. Dhakan, MD & CEO, Prama Hikvision India Pvt. Ltd, એ જણાવ્યું હતું કે, "IFSEC ભારતમાં સુરક્ષા ઉદ્યોગથી સંબંધિત સૌથી વધુ પ્રખ્યાત પ્રદર્શનોમાંથી એક છે. અમે તેમાં Hikvision ની અદ્યતન પ્રોડક્ટ્સ અને નવીનીકૃત તકનીકીઓ જેવી કે Deep Learning, Artificial Intelligence (AI), AI Cloud, Big Data & IoT ના પ્રદર્શન માટે ખૂબ રસપૂર્વક ભાગ લઈ રહ્યાં છીએ. ભારતીય સુરક્ષા બજાર હાલમાં એક પીઢ તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. આગામી 10 વર્ષમાં, ભારતનું સુરક્ષા બજાર અગાઉ ક્યારેય નહોતી તેટલી તેજીનો અનુભવ કરશે. સરકારના સ્માર્ટ સિટી મિશન અને ડિજિટલ ઇન્ડિયા પહેલો સુરક્ષા ઉદ્યોગ માટે નવી તકોની રચના કરી રહી છે."

Mr. Jaidev Singh, National Sales Manager, TimeWatch, એ જણાવ્યું હતું કે, "સુરક્ષા ઉદ્યોગ માટે સૌથી મહત્વનું પરિબળ ઉપસ્થિત, સક્રિય અને કારોબારી તકો માટે જોતા રહેવું છે. હાલમાં, ભારતમાં સુરક્ષા ઉદ્યોગ મોટાભાગે આયાતો પર નિર્ભર છે અને દેશમાં જરૂરી લગભગ 70 ટકા સુરક્ષા ઉપકરણો આયાત કરવામાં આવે છે. બન્ને ચૅનલ પાર્ટનર્સ સાથે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રોના વરિષ્ઠ નિર્ણયકર્તાઓને પ્રોડક્ટ અને સૉલ્યુશન પ્રોવાઇડર્સને એક સાથે લાવીને, IFSEC India આપણાં ગ્રાહકોને તેમનાં ઉદ્દેશોને પહોંચી વળવા માટે વિચાર નેતૃત્વ, પ્રોડક્ટ અને ઉકેલોના શોકેસ અને વર્ષભર ચાલતા નેટવર્કિંગના માધ્યમથી એક સંપૂર્ણ મંચ પૂરો પાડે છે."


UBM India વિશે: 

UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જેઓ પ્રદર્શનોના પૉર્ટફ્લિયો, કંટેન્ટ લેડ કૉન્ફરન્સ અને સેમિનારો દ્વારા વિશ્વભરના વેચાણકારો અને ખરીદદારોને એકસાથે લઈ આવવા માટે ઉદ્યોગને એક મંચ પૂરો પાડે છે. UBM India દરવર્ષે દેશભરમાં 25 મોટા ગજાના પ્રદર્શનો અને 40 પરિસંવાદો આયોજિત કરે છે; અને એ રીતે બહુવિધ ઉદ્યોગની વચ્ચેના વેપારને સક્ષમ બનાવે છે. UBM Asia ની એક કંપની, UBM India મુંબઈ, નવી દિલ્લી, બેંગલોર, અને ચેન્નઈમાં કાર્યાલયો ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ધરાવે છે જે લંડન સ્ટૉક ઍક્ષ્ચેંજ પર નોંધણી ધરાવે છે. UBM Asia એ એશિયા ખાતે અગ્રણી પ્રદર્શનકાર છે અને ચીન, ભારત અને મલેશિયામાં તેઓ સૌથી મોટા વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો.

UBM plc વિશે:  

UBM plc વિશ્વભરમાં એક સૌથી મોટાં પ્યોર-પ્લે B2B પ્રસંગોના આયોજનકાર છે સતત આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે માનવીય સ્તરે જોડાણનું મૂલ્ય ક્યારે આટલું મહત્વપૂર્ણ નહોતું. UBM ખાતે, અમારા ઉંડા જ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રો માટેની અમારી લગન અમને એ મૂલ્યવાન અનુભવ આપવા સક્ષમ બનાવે છે જ્યાં લોકો સફળ થાય છે. અમારાં પ્રસંગોમાં લોકો સંબંધ બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમનાં કારોબારોને વધારે છે. અમારા 3,750+ લોકો, જેઓ 20 કરતાં વધુ દેશોમાં સ્થિત છે, તેઓ ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ ઘટકો સુધીના - 50 જુદાં-જુદાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. આ વૈશ્વિક નેટવર્ક્સ, કુશળ, લગન ધરાવતા લોકો અને માર્કેટને આગળ ધપાવતાં પ્રસંગો કારોબારીઓને તેમની મહત્વાકાંક્ષાઓને હાંસલ કરવા માટેની ઉત્સાહજનક તકો પૂરી પાડે છે.

વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ: UBM કોર્પોરેટ ન્યુઝ માટે, Twitter at @UBM, UBM Plc LinkedIn પર અમને અનુસરો

મીડિયા સંપર્કો:
Roshni Mitra
UBM India
roshni.mitra@ubm.com
Mili Lalwani
UBM India
mili.lalwani@ubm.com
+91-22-61727000


SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire