IFSEC India 2017: સિક્યુરિટી ઉદ્યોગની પ્રગતિ અને દૃષ્ટિકોણ માટે ઉત્પ્રેરક

નવી દિલ્લી, December 14, 2017 /PRNewswire/ --

UBM India દ્વારા પાટનગરમાં દક્ષિણ એશિયાનો સૌથી મોટો સિક્યુરિટી અને સર્વેલેન્સ સમાહાર   

IFSEC India 2017 એક દૃષ્ટિમાં:

 • 20+ સહભાગી દેશો અને 300 કરતાં વધુ બ્રાન્ડ્સે ઇમર્જિંગ ઇંડિયા માટે સ્માર્ટ સિક્યુરિટીનું પ્રદર્શન કર્યું 
 • નૉલેજ પાર્ટનર - PwC India દ્વારા વિકસિત 'Maximizing benefits of Command Control Center' પર શ્વેતપત્ર જારી કરવામાં આવ્યો  
 • બીજા IFSEC India Awards નું સાક્ષી બન્યું
 • હોમલેન્ડ સિક્યુરિટી પર ધ્યાન કેન્દ્રીત એક-દિવસીય ઉચ્ચ અસર ધરાવતી કૉન્ફરન્સ

UBM India એ નવી દિલ્લી ખાતે, (6ઠ્ઠી-8મી ડિસેમ્બર) દરમિયાન એક ત્રિ-દિવસીય સિક્યુરિટી ઍન્ડ ફાયર સેફ્ટી શૉ International Fire & Security Exhibition and Conference (IFSEC) India Expoના 11મા સંસ્કરણનું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. આ શૉમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રદર્શનકારો, પરામર્શકારો, બિઝનેસ તજજ્ઞો, અને પ્રમુખ સરકારી અધિકારીઓ સ્માર્ટ સિટીઝ જેવી વિભાવનાઓ અને વૈશ્વિક શ્રેષ્ઠ અભ્યાસો પર ચર્ચા, તેમજ સિક્યુરિટી અને ફાયર ડોમેનમાં પડકારોના ઉકેલો શોધવા માટે એક સમાન મંચ પર એકત્રિત થયા હતાં. તેમાં માહિતીપ્રદ નિદર્શનો અને અદ્યતન તકનીકીઓ, ઉદ્યોગના વલણો, પડકારો, માર્કેટના ઇનસાઇટ્સ અને તેમનાં કારોબાર અને ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટેના શ્રેષ્ઠ ઉકેલો શોધવા માટે મુલાકાતીઓને અવસરો પણ પૂરાં પાડવામાં આવ્યાં હતાં.

     (Logo: http://mma.prnewswire.com/media/471349/UBM_Logo.jpg )
     (Logo: http://mma.prnewswire.com/media/524706/IFSEC_India_Logo.jpg )
IFSEC India 2017નો ઉદ્‌ઘાટન સમારંભ પ્રતિષ્ઠિત ઉદ્યોગ સભાની વચ્ચે પ્રમુખ મહાનુભાવો Shri Gopal K Pillai, Chairman, Data Security Council of India & Former Secretary, Ministry of Home Affairs, Government of India; Shri Shiv Charan Yadav, President, Asian Professional Security Association (APSA); Mr. Anil Dhawan, Co-Chair, ASSOCHAM Homeland Security; Commander Deepak Uppal, Director, Pricewaterhouse Coopers (PwC); Mr. Yogesh Mudras, Managing Director, UBM India અને Mr. Pankaj Jain, Group Director, UBM Indiaની ઉપસ્થિતિમાં આયોજિત થયો હતો.

આ વર્ષે, ઍક્સ્પોમાં વાણિજ્યિક સિક્યુરિટી ડોમેનમાંથી UK, USA, ચીન, તાઇવાન, મલેશિયા, ઑસ્ટ્રેલિયા, કેનેડા, સિંગાપોર, લિથુઆનિયા, દક્ષિણ આફ્રિકા, રશિયા અને તુર્કી તેમજ અન્ય ઘણાં દેશોની સહભાગિતા જોવા મળી હતી. તેને પોતાના પ્રયાસોમાં વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ASSOCHAM અને નૉલેજ પાર્ટનર તરીકે PwC સાથે Asian Professional Security Association (APSA), American Society for Industrial Security (ASIS), Electronic Security Association of India (ESAI), Central Association of Private Security Industry (CAPSI) and Overseas Security Advisory Council (OSAC) જેવાં સંગઠનોનું સારૂં સમર્થન મળ્યું હતું.

ઍક્સ્પોના સફળ 11મા સંસ્કરણ પર બોલતાં UBM Indiaના Managing Director, Mr. Yogesh Mudras એ જણાવ્યું હતું કે," ઍરપોર્ટ્સ, કંસ્ટ્રક્શન, ઉર્જા, બંદરો, ટેલીકોમ, રેલ્વેઝ, માર્ગ અને રીટેઇક જેવાં ક્ષેત્રોમાં ઝડપી વૃદ્ધિ અને આગળ વધી રહેલી અર્થવ્યવસ્થા સાથે બહુરાષ્ટ્રીય કંપનીઓનો ઇનફ્લક્સ સિક્યુરિટી ઉદ્યોગ માટેની માંગની રચનામાં પ્રાથમિક ચાલક બળ રહ્યું છે. ભારત સરકારે પણ નવાં હવાઇમથકો, બંદરો, અને સમગ્ર રાષ્ટ્રમાં 100 સ્માર્ટ સિટીના નિર્માણ દ્વારા દેશના બીમાર આંતરમાળખાને પુન: ઉભું કરવાના પોતાના ઇરાદાને સ્પષ્ટ કર્યો છે. જ્યારે આ યોજનાઓનો અમલ કરવામાં આવે તે વખતે એ જરૂરી છે કે "સલામતી" અને "સુરક્ષા" ના પાસાઓ કે જે શહેરી વિસ્તારોમાં  ચિંતાના પ્રમુખ વિષયો છે તેને સંસ્થાપિત કરવામાં આવે. વિતતા જતાં દરેક દિવસની સાથે એક ખડતલ અને અદ્યતન સિક્યુરિટી ટેક્નોલૉજીની જરૂરિયાત સાથે, IFSEC India 2017 મારફત UBM India એ ઉદ્યોગમાં અદ્યતન માહિતીઓ પ્રદર્શિત કરી હતી અને વૈશ્વિક સિક્યુરિટી માર્કેટમાં પ્રાપ્ત થયેલા સુસંગત ઇનસાઇટ્સને દર્શાવ્યા હતા. નવીનીકૃત ઉત્પાદનોના શૉકેસ સાથે તેણે પોતાના પ્રદર્શનકારો અને મુલાકાતીઓને તેમનાં કારોબાર અને ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે શ્રેષ્ઠ ઉકેલો શોધવાની તક પૂરી પાડી હતી."

આ વર્ષે, આ ઍક્સ્પો IFSEC India ના નૉલેજ પાર્ટનર - PwC દ્વારા 'Maximising the benefits of a Command and Control Centre (CCC)' પરના એક શ્વેતપત્રનું સાક્ષી બન્યું હતું જે પ્રાથમિક રીતે આજના command and control centre (CCC) - કામગીરીની વિભાવનાના વપરાશ અને સંકલિત કામગીરીઓ માટે વિવિધ કમાન્ડ કેંદ્રોના સહ-નિર્ધારણ વિશે વાત કરે છે.

ભારતમાં હોમલેન્ડ સિક્યુરિટી પર વધતા જતા ધ્યાન કેન્દ્રણ સાથે, IFSEC India, 2017 માં પ્રદર્શનની સાથે-સાથે 'Secure Nation and Safer Environment' થીમ પર એક-દિવસીય કૉન્ફરન્સના આયોજન દ્વારા વૈશ્વિક સિક્યુરિટી માર્કેટમાં પ્રાપ્ત સુસંગત ઇનસાઇટ્સની ચર્ચા કરવામાં આવી હતી. આ કૉન્ફરન્સ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વો દ્વારા આપવામાં આવેલ વિશેષ સંબોધનો અને કી-નોટની સાક્ષી બની હતી, જેમાં -- Shri Gopal K Pillai, Chairman, Data Security Council and Former Secretary, Ministry of Home Affairs, Shri Shiv Charan Mathur, President, APSA અને Shri Anil Dhawan, Co-Chair, ASSOCHAM Homeland Security નો સમાવેશ થાય છે. આ કૉન્ફરન્સમાં - સ્માર્ટ બૉર્ડર મેનેજમેન્ટ - કમ્પ્રીહૅન્સિવ સ્ટ્રેટેજીસ ફોર ચેલેન્જીસ ઍન્ડ થ્રેટ્સ ટુ લેન્ડ બૉર્ડર્સ, કોસ્ટલ ઍન્ડ મેરિટાઇમ સિક્યુરિટી ચેલેન્જીસ જેવાં કેટલાંક રસપ્રદ વિષયોની પણ ચર્ચા કરવામાં આવી હતી. Sandisk, Videocon અને Western Digital આ વર્ષના કૉન્ફરન્સ પાર્ટનર્સ હતાં.

આ કૉન્ફરન્સમાંથી જે પ્રમુખ બાબતો નિષ્પાદિત થઈ તેમાં:

 1. Shri G K Pillai, Chairman, Data Security Council of India and former Home Secretary, Govt of India નીતિકારોની જરૂરિયાત પર ભાર મૂક્યો જેથી આતંકવાદીઓ અને અન્ય અંતિમવાદી સંગઠનો દ્વારા વધતી જતી ધમકીઓના લીધે હોમલેન્ડ સિક્યુરિટીમાં ટેક્નોલૉજીસને અપનાવવા વિશે વધુ ગંભીર બની શકાય.
 2. સ્માર્ટ બૉર્ડર મેનેજમેન્ટ - કમ્પ્રીહૅન્સિવ સ્ટ્રેટેજીસ ફોર ચેલેન્જીસ ઍન્ડ થ્રેટ્સ ટુ લેન્ડ બૉર્ડર્સ પરની પ્રથમ પૅનલ ચર્ચા દરમિયાન, પૅનલિસ્ટોએ બૉર્ડર પેટ્રોલિંગ માટે નવા અને સૉફેસ્ટિકેટેડ હથિયારોને સંસ્થાપિત કરવાની જરૂરિયાત અને આપણા સશસ્ત્ર દળોને પર્યાપ્ત માત્રાનાં સુસજ્જ કરવા જેથી તેઓ તે ઉપકરણોને કોઇપણ પ્રકારના ડર વિના ઉપયોગ કરી શકે તેના પર ચર્ચા કરી હતી. સાથે જ, આ ઉપકરણોને વિવિધ ભૂગોળોના તાપમાન અને આબોહવાની પરિસ્થિતિઓની બહોળી ભિન્નતાઓની સામે ટકી રહેવા માટે કસ્ટમાઇઝ્ડ હોય તે જરૂરી છે.
 3. Vice Admiral (retd.) Anup Singh એ ભારતીય તટીય અને મેરિટાઇમ સુરક્ષાની સામેના જોખમો અને હિંદ મહાસાગરના સંરક્ષણના મહત્વની ચર્ચા કરી હતી તે વિશ્વના 40% વેપારનું ઘર છે. તેમણે વધુમાં આ વિસ્તારની આસપાસના ચાર સંભવિત ચૉક પૉઇન્ટ્સ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વવ્યાપારને અવરોધવા માટે દુશ્મનો દ્વારા તેને નિશાન બનાવવામાં આવી શકે છે.
 4. John Livingstone - Founder & Chief Executive Officer, Johnette Technologies એ ડ્રગ્સ અને હથિયારોના ગેરકાયદેસર વ્યાપાર અને આતંકવાદીઓ દ્વારા થતી ઘુસણખોરીની સામે આપણી સીમાઓની સુરક્ષા માટે ડ્રોંસ અને અન્ય UAVsના ઉપયોગની જરૂરિયાત વિશે પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું.
 5. ડ્રોન્સ, UAVs અને બોર્ડર સિક્યુરિટીમાં અન્ય અપકમિંગ ટેક્નોલૉજીસની ભૂમિકા પર બીજી પૅનલ ચર્ચા દરમિયાન, પૅનલિસ્ટોએ ભારતમાં ડ્રોનના ઉપયોગને સંચાલિત કરતાં નિયમો અને વિનિયમો, ડ્રોન્સ માં થઈ રહેલા વેપારને નિયંત્રિત કરવાની જરૂરિયાત, તેઓ જે અનુવર્તતાની સાથે તેને સંચાલિત કરે છે તે, તેનાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી તકનીકીઓની ચર્ચા કરવામાં આવી હતી અને ડ્રોન અથવા UAV ની ખરીદી કરતાં પહેલાં તેની કામગીરીને પણ ધ્યાનમાં રાખવાનો અગત્યના મુદ્દા તરીકે વર્ણવામાં આવ્યો હતો.

આ ઍક્સ્પોમાં 300 કરતાં વધુ બ્રાન્ડ્સ સહભાગી બની હતી જેમાં અન્યોની સાથે -- Aditya Infotech, Dahua, eSSL, Globus Infocom, Hanwha Techwin, Hikvision, Mark Electronics, Realtime, Roadpoint, Secureye, Techsmart, Tenda, TVT, Uniview & Zkteco as Premier Pluspartners. Premier partners include -- Advik, Axestrack, Biomax, Delta, Dlink, Face ID, Hifocus, Idemia, Mantra Softech, Orbit, Panasonic, Seagate, Slingshot, Tansa, Timewatch, Unique Electrovision અને Western Digitalનો સમાવેશ થતો હતો.

આ વર્ષે, IFSEC Indiaએ IFSEC India Awards ની 2જી આવૃત્તિની પુન: રજુઆત કરી હતી. ભારતમાં ઈલેક્ટ્રોનિક સિક્યુરિટી ઉદ્યોગ આગળ વધી રહ્યો છે અને આ એવૉર્ડ્સની રચના BFSI, રીટેઇલ, ઉત્પાદન, ઉર્જા, આરોગ્યસંભાળ, PSUs, IT & ITES અને આંતરમાળખાઓ જેવાં વિવિધ ઉદ્યોગમાં ઈલેક્ટ્રોનિક સિક્યુરિટીની પાછળ વિશેષરૂપથી કાર્યરત દિમાગોને પ્રકાશમાં લાવવા માટે કરવામાં આવી છે. આ એવૉર્ડ્સ દ્વારા એ CSOs અને સિક્યુરિટી અધિકારીઓને સન્માનવામાં આવ્યા હતાં જેઓ ખડતલ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પડદા પાછળ રહીને સતત કાર્યશીલ રહે છે. Ernst and Young IFSEC India Awards 2017ના પ્રોસેસ ઍડ્વાઇઝર્સ અને CNBC TV18 ટેલીવિઝન પાર્ટનર હતાં. એવૉર્ડ્ઝના પ્રસ્તુતિ ભાગીદારો -- Dahua, Hikvision અને Western Digital અને એસોશિએટ પાર્ટનર Videocon હતા.

IFSEC India Awardsના વિજેતાઓમાં સમાવિષ્ટ છે:

1. સાઈબર સિક્યુરિટી ટીમ ઑફ ધ ઈયર - વિજેતા - Capgemini Technology Services India Pvt Ltd
2. સાઈબર સિક્યુરિટી ટીમ ઑફ ધ ઈયર - રનર અપ - Fidelity Information Services Pvt Ltd
3. ઍક્સેલેન્સ ઇન સાઈબર સિક્યુરિટી - વિજેતા - Hindustan Petroleum Corporation Ltd
4. ઍક્સેલેન્સ ઇન સાઈબર સિક્યુરિટી - રનર અપ - Tata Power Delhi Distribution Limited
5. ઍક્સેલેન્સ ઇન સાઈબર સિક્યુરિટી ઍક્સેસ કંટ્રોલ એન્ડ પેરિમીટર સિક્યુરિટી - વિજેતા - Tata Communications Ltd
6. ઍક્સેલેન્સ ઇન સાઈબર સિક્યુરિટી ઍક્સેસ કંટ્રોલ એન્ડ પેરિમીટર સિક્યુરિટી - રનર અપ - Essar Oil Limited
7. ઍક્સેલેન્સ ઇન ફાયર સિક્યુરિટી - વિજેતા - Bharti Airtel Ltd
8. ઍક્સેલેન્સ ઇન ફાયર સિક્યુરિટી - રનર અપ - Tata Communications Ltd
9. ઍક્સેલેન્સ ઇન ફીઝિકલ સિક્યુરિટી - વિજેતા - BSES Yamuna Power Limited
10. ઍક્સેલેન્સ ઇન ફીઝિકલ સિક્યુરિટી - રનર અપ - Hero Motocorp Ltd
11. ઍક્સેલેન્સ ઇન વિડીયો IP બેઝ્ડ સર્વેલેન્સ - વિજેતા - Bharat Diamond Bourse
12. ઍક્સેલેન્સ ઇન વિડીયો IP બેઝ્ડ સર્વેલેન્સ - રનર અપ - IDFC Bank
13. ઍક્સેલેન્સ ઇન સિક્યુરિટી ટેક્નોલૉજી ઇમ્પ્લિમેન્ટેશન - વિજેતા - Medley India Infosolution Pvt Ltd
14. ઍક્સેલેન્સ ઇન સિક્યુરિટી ટેક્નોલૉજી ઇમ્પ્લિમેન્ટેશન - રનર અપ - Hexxa Geo
15. ઍક્સેલેન્સ ઇન સિક્યુરિટી ટ્રેનિંગ ઍન્ડ અવેરનેસ - વિજેતાઓ - Bharat Diamond Bourse
16. ઍક્સેલેન્સ ઇન સિક્યુરિટી ટ્રેનિંગ ઍન્ડ અવેરનેસ - વિજેતાઓ - Sasan Power Limited
17. ઍક્સેલેન્સ ઇન સિક્યુરિટી ટ્રેનિંગ ઍન્ડ અવેરનેસ - રનર અપ - Runner Up - Cairn Oil & Gas
18. ઍક્સેલેન્સ ઇન સિક્યુરિટી ટ્રેનિંગ ઍન્ડ અવેરનેસ - વિશિષ્ટ સન્માન- Special Recognition - Maharashtra Cyber Police
19. ઇંડસ્ટ્રી ક્રુસેડર ઑફ ધ ઈયર - Capt. B. N. Yadav
20. લાઇફટાઇમ અચીવમેન્ટ એવૉર્ડ - Mr. Gopal Chaudhary

UBM India વિશે:   

UBM India ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જેઓ પ્રદર્શનોના પૉર્ટફ્લિયો, કંટેન્ટ લેડ કૉન્ફરન્સ અને સેમિનારો દ્વારા વિશ્વભરના વેચાણકારો અને ખરીદદારોને એકસાથે લઈ આવવા માટે ઉદ્યોગને એક મંચ પૂરો પાડે છે. UBM India દરવર્ષે દેશભરમાં 25 મોટા ગજાના પ્રદર્શનો અને 40 પરિસંવાદો આયોજિત કરે છે; અને એ રીતે બહુવિધ ઉદ્યોગની વચ્ચેના વેપારને સક્ષમ બનાવે છે. UBM Asia ની એક કંપની, UBM India મુંબઈ, નવી દિલ્લી, બેંગલોર, અને ચેન્નઈમાં કાર્યાલયો ધરાવે છે. UBM Asia ની માલિકી UBM plc ધરાવે છે જે લંડન સ્ટૉક ઍક્ષ્ચેંજ પર નોંધણી ધરાવે છે. UBM Asia એ એશિયા ખાતે અગ્રણી પ્રદર્શનકાર છે અને ચીન, ભારત અને મલેશિયામાં તેઓ સૌથી મોટા વાણિજ્યિક આયોજનકાર છે. વધુ વિગતો માટે, કૃપા કરી ubmindia.in ની મુલાકાત લો.

UBM plc વિશે:    

UBM plc વિશ્વભરમાં એક સૌથી મોટાં પ્યોર-પ્લે B2B પ્રસંગોના આયોજનકાર છે સતત આગળ વધતા ડિજિટલ વિશ્વમાં, અર્થપૂર્ણ રીતે માનવીય સ્તરે જોડાણનું મૂલ્ય ક્યારે આટલું મહત્વપૂર્ણ નહોતું. UBM ખાતે, અમારા ઉંડા જ્ઞાન અને ઉદ્યોગ ક્ષેત્રો માટેની અમારી લગન અમને એ મૂલ્યવાન અનુભવ આપવા સક્ષમ બનાવે છે જ્યાં લોકો સફળ થાય છે. અમારાં પ્રસંગોમાં લોકો સંબંધ બનાવે છે, ડીલ્સ પૂરી કરે છે અને તેમનાં કારોબારોને વધારે છે. અમારા 3,750+ લોકો, જેઓ 20 કરતાં વધુ દેશોમાં સ્થિત છે, તેઓ ફેશનથી ફાર્માસ્યુટિકલ્સ ઘટકો સુધીના - 50 જુદાં-જુદાં ક્ષેત્રોને સેવા પૂરી પાડે છે. આ વૈશ્વિક નેટવર્ક્સ, કુશળ, લગન ધરાવતા લોકો અને માર્કેટને આગળ ધપાવતાં પ્રસંગો કારોબારીઓને તેમની મહત્વાકાંક્ષાઓને હાંસલ કરવા માટેની ઉત્સાહજનક તકો પૂરી પાડે છે.

વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ: UBM કોર્પોરેટ ન્યુઝ માટે, Twitter at @UBM, UBM Plc LinkedIn પર અમને અનુસરો

મીડિયા પૂછપરછ માટે, કૃપા કરી સંપર્ક કરો:
Roshni Mitra
Email: Roshni.mitra@ubm.com   

Mili Lalwani
mili.lalwani@ubm.com
+91-22-61727000
UBM India


SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
 1. Products & Services
 2. Knowledge Centre
 3. Browse News Releases
 4. Contact PR Newswire