ગોરખપુર ઓનલાઈન .ઈન અને ગોરખપુર મહોત્સવે વિશ્વ નકશા પર શહેરને રજૂ કરવા જોડાણની જાહેરાત કરી

ગોરખપુર, ભારત, January 2, 2018 /PRNewswire/ --

ધાર્મિક શહેર ગોરખપુરના ઈતિહાસના સૌથી મોટા સાંસ્કૃતિક ઉત્સવ ગોરખપુર મહોત્સવ 2018 અને પાન ઈન્ડિયા ઈન્ટરનેટ પ્રાઈવેટ લિમિટેડનો ભાગ ગણાતી શહેરી પ્રથમ ક્રમની ડિજીટલ માર્કેટીંગ સોલ્યુશન્સ કંપની www.GorakhpurOnline.in એ ટુરિઝમ, ગ્લોબલ બિઝનેસ અને એન્ટરટેઈનમેન્ટના કેન્દ્ર તરીકે ગોરખપુર બ્રાન્ડ રજૂ કરવા જોડાણ કરવાની જાહેરાત કરી છે.

આ માટેનો મહોત્સવ 11-13 જાન્યુઆરી,2018ના રોજ દિન દયાલ ઉપાધ્યાય (ડીડીયુ) ગોરખપુર યુનિવર્સિટી ખાતે યોજાશે અને www.GorakhpurOnline.in તેના ઓફિસિયલ ડિજીટલ મીડિયા પાર્ટનર તરીકે રહેશે. આ મહોત્સવ પર્યટન વિભાગ (યુપી), સાંસ્કૃતિક વિભાગ (યુપી) અને ગોરખપુર જીલ્લા વહિવટ વિભાગના સહયોગથી યોજવામાં આવી રહ્યો છે.

ઉત્તરપ્રદેશમાં વિવિધ પ્રકારની સામાજીક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરી તેને ઉત્તેજન આપવાનો આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ છે. આ મહોત્સવનું આયોજન એ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન શ્રી યોગી આદિત્યનાથનો વિચાર છે,જેમને મહોત્સવ સમિતિના ચેરમેન અને કમિશનર શ્રી અનિલકુમાર (આઈએએસ), મહોત્સવ સમિતિના વાઈસ ચેરમેન અને મહોત્સવ સમિતિના સચિવ અને આરટીઓ શ્રી રવિન્દ્રકુમારનો સક્રિય ટેકો મળી રહ્યો છે.

આ પ્રસંગે માહિતી આપતા શ્રી રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે "ગોરખપુર મહોત્સવ 2018નો ઉદ્દેશ સમગ્ર ઉત્તરપ્રદેશ રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો તેમ જ રાજ્યના સાંસ્કૃતિક વારસા તથા સુપ્રસિદ્ધ ગોરખપુર મંદિરને પ્રદર્શિત કરવાનો છે.અમને ખાતરી છે કે www.GorakhpurOnline.in સાથેનું જોડાણ અમને ઈચ્છીત ડિજીટલ પ્રેઝન્સ આપશે અને અમારા આ કાર્યક્રમ માટે આવશ્યક પ્રોત્સાહન મળી રહેશે."

www.GorakhpurOnline.in  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા ડિજીટલ ચેનલો મારફતે મહોત્સવને પ્રોત્સાહન આપવા કામ કરશે, તેના પ્લેટફોર્મ મારફતે મહોત્સવનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે અને સમગ્ર દેશમાં લોકો તેને નિહાળી શકે તે માટેની ચોક્કસ વ્યવસ્થા રજૂ કરશે,જેના મારફતે લોકો આ ભવ્ય કાર્યક્રમની પ્રત્યેક પળને નિહાળી શકશે અને તે અંગે વાકેફ બની શકશે. કંપની મહોત્સવના મુલાકાતીઓ માટે સેલ્ફી કોમ્પિટીશનનું પણ આયોજન કરશે.

www.GorakhpurOnline.in અને ઈન્ડિયાઓનલાઈન ડોટ ઈનના સીઈઓ અને એમડી શ્રી રાજ કુમાર જાલને જણાવ્યું હતું કે "અમે અમારા ડિજીટલ માર્કેટીંગની નિપુર્ણતાનો ઉપયોગ કરીને દેશના પ્રત્યેક શહેરને પ્રોત્સાહન આપવા માટે કટીબદ્ધ છીએ.રાજ્ય અને દેશભરમાં પ્રોત્સાહન આપવા માટે ગોરખપુર મહોત્સવ સાથે જોડાવા બદલ અમે ગર્વ અનુભવી રહ્યા છીએ."

શાળાના વિદ્યાર્થીઓ માટે કેટલાક કાર્યક્રમો અને સ્પર્ધા જેવી કે ચર્ચા, પેઈન્ટીંગ, શૂટીંગ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે, આ સાથે વેપાર, કારોબારીઓ, ઉદ્યોગ સાહસિકો તથા કારીગરોને વેપારીની તકો પૂરી પાડવા મોટાપાયે વેપાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે,જેમા તેમના ઉત્પાદનોને દર્શાવવા અને વેચાણ કરવા તક મળશે. ઓટોમોબાઈલ, રિઅલ એસ્ટેટ, ફાયનાન્સિયલ ઈન્સ્ટીટ્યુશન્સ, ઈલેક્ટ્રોનિક્સ તથા શિક્ષણ અને આરોગ્ય વગેરે માટે વેપાર મેળામાં અલગથી પેવિલિયન રહેશે.

રાજ્યના વિવિધ શહેરોમાંથી ગેસ્ટ્રોનોમિક ડિલાઈટ્સ દ્વારા વિવિધ વ્યંજનોની રજૂઆત કરવાની વ્યવસ્થા મુલાકાતીઓને વિવિધ સ્વાદની અનુભૂતિ કરાવશે,જે ખાસ આકર્ષણનું કેન્દ્ર પણ છે. આ કાર્યક્રમના મહત્વના આકર્ષણોમાં ભોજપુરી નાઈટ અને બોલિવૂડ નાઈટ છે. આ કાર્યક્રમની ભવ્ય સફળતા માટે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીયસ્તરના પ્રતિષ્ઠિત વિવિધ ખ્યાતનામ કલાકારો અને હસ્તીઓ પણ ભાગ લેશે.

ઈન્ડિયા ઓનલાઈન ડોટ ઈન નેટવર્ક વિશે માહિતીઃ 

http://www.GorakhpurOnline.in અને ઈન્ડિયા ઓનલાઈન ડોટ ઈન 480 કરતાં વધારે વેબસાઈટનું નેટવર્ક ધરાવે છે,જે પાન ઈન્ડિયા ઈન્ટરનેટ પ્રાઈવેટ લિમિટેડનો એક ભાગ છે. ઈન્ડિયાઓનલાઈન ડોટ ઈન નેટવર્ક દેશના દરેક રાજ્ય/શહેર/નગરને આવરે છે અને વેબસાઈટ પર તેમના નકશા ધરાવે છે. તે લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસિક (એસએમઈ) ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને તેના અત્યાધનિક ડિજીટલ માર્કેટીંગ સોલ્યુશન્સ સાથે ઓનલાઈન મદદ કરે છે.

મીડિયા સંપર્કઃ
રુદ્રદીપ ઘોષ
ઈમેલ - press@panindia.in
મોબાઈલ - +91-9643105045

SOURCE Pan India Internet Pvt. Ltd.Journalists and Bloggers

Visit PR Newswire for Journalists for releases, photos and customised feeds just for media.

View and download archived video content distributed by MultiVu on The Digital Center.

 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire