Netmedsની Patanjali દ્વારા ઍક્સ્લુઝીવ ઈકૉમ મેડિસિન પોર્ટલ તરીકે પસંદગી

નવી દિલ્લી, January 22, 2018 /PRNewswire/ --

Baba Ramdevની આગેવાની હેઠળના Patanjali Ayurved સમૂહે આ અઠવાડિયામાં જાહેરાત કરી છે કે તેઓએ પોતાની આયુર્વેદિક દવાઓ માટે પ્રથમ ઍક્સ્લુઝીવ ઈ-કૉમર્સ પોર્ટલ તરીકે Netmeds Marketplace Ltd.ની પસંદગી કરી છે. આ જાહેરાત હાલમાં Patanjali દ્વારા Flipkart, Amazon, Big Basket અને પતંજલીના FMCG પ્રોડક્ટ્સના વેચાણ માટે અન્ય કેટલાક સાથે કરવામાં આવેલ જોડાણ પછી તુરત જ કરવામાં આવી હતી.

     (Photo: https://mma.prnewswire.com/media/630941/Netmeds_Patanjali_Alliance.jpg )

પરંતુ Netmeds જોડાણ તેમાં થોડું જુદું પડે છે, Netmeds Patanjali દવાઓ માટેનો સૌપ્રથમ 'એકમાત્ર સ્ત્રોત' હશે. Netmeds ના CEO, Pradeep Dadha એ જણાવ્યું હતું કે કંપની "એ જાણીને વર્ણવી ન શકાય તેટલી રોમાંચિત થઈ હતી કે Patanjali આયુર્વેદિક દવાઓ માટેના ઍક્સ્લ્યુઝીવ ઑનલાઇન પાર્ટનર તરીકે અમારી પસંદગી કરવામાં આવી છે. એ જાણીને કે આ દવાઓને પહોંચાડવા માટે અમારા પર ભરોસો મૂકવામાં આવ્યો છે, જે ભારતમાં પરંપરાગત સુખાકારીના મૂળભૂત પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, અમારી બ્રાંડને ખૂબ જ સન્માન પ્રાપ્ત થયું છે અને અમારી ટીમ માટે આજ સુધીમાં મળેલ આ સૌથી મોટી સિદ્ધિ છે. અમે શાનદાર ગ્રાહક સેવા પૂરી પાડીને અને ભારતના ખૂણે-ખૂણે આ મહત્વપૂર્ણ દવાઓની ઝડપી અને આધારભૂત ડીલિવરી પૂરી પાડીને સંબંધોના આ સ્તંભોને જાળવી રાખવાના સૌગંધ લઈએ છીએ."

ભારતની ફાર્મસી તરીકે ઓળખાતી અને 2015માં સ્થાપિત, Netmeds દ્વારા ત્યારથી લઈને અત્યાર સુધીમાં સમગ્ર ભારતભરમાં 12,000 પિનકોડમાં 10 લાખ ગ્રાહકો કરતાં વધુને ડીલિવરી આપી છે. Patanjaliના પ્રતિનિધિઓને જણાવવામાં આવ્યું છે કે આ બહોળી પહોંચ અને આરોગ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રીત કરવું એ Netmeds માટે પસંદગી પ્રક્રિયામાં ખૂબ જ નિર્ણાયક પરિબળો બન્યાં છે, પરંતુ તમામ ભારાંક માપદંડોમાં પ્રીસ્ક્રિપ્શન વારસો એ કદાચ સૌથી મહત્વના રહ્યાં છે. "Netmeds દવાઓના વિતરણ કારોબારમાં 100 કરતાં વધુ વર્ષોના પાયા પર નિર્માણ પામ્યું છે અને અમને લાગે છે કે તેઓ લાખો ભારતીયોને આયુર્વેદિક સુખાકારી ઉત્પાદનોને ડીલિવર કરવામાં અમારા સંપૂર્ણ ભાગીદાર બની રહ્યાં છે, ખાસ કરીને II, III અને IV શ્રેણીના શહેરો, ગામો અને ગામડાઓમાં," Patanjaliના પ્રવક્તા D. Zanwarએ જણાવ્યું હતું.

Netmeds.com વિશે: 

Netmeds.com એક સંપૂર્ણ લાયસંસ ધરાવતે ફાર્મસી માર્કેટપ્લેસ છે જે અન્ય આરોગ્ય ઉત્પાદન સાથે અધિકૃત કરવામાં આવેલ ઍલોપેથિક અને આયુર્વેદિક પ્રીસ્ક્રિપ્શન અને ઓવર ધ કાઉન્ટર (OTC) દવાઓ પ્રસ્તાવિત કરે છે. Netmeds.com ઉત્પાદનોની ઝડપી ડીલિવરી અને ત્વરિત ઑનલાઇન ખરીદી માટે સમગ્ર ભારતમાં એકીકૃત પ્રસ્તાવ આપતું 'બજારમાં પ્રથમ' એવું મંચ છે. વપરાશકર્તાઓને આરોગ્ય ઉત્પાદનોને એક સરળ પ્રક્રિયા દ્વારા ઑનલાઇન ઑર્ડર આપવાનો લાભ પ્રાપ્ત થાય છે. ક્વૉલિફાઇડ ફાર્માસિસ્ટ્સની ટીમ પ્રીસ્ક્રિપ્શનને માન્યતા અને દવાની માત્રાને એ ખાતરી માટે ચકાસે છે કે માત્ર ઉચિત ઔષધોપચાર આપવામાં આવે. Netmeds.com ગ્રાહકો દીર્ઘકાલીન અને તીવ્ર બીમારીઓના 50,000 કરતાં વધુ પ્રિસ્ક્રિપ્શન દવાઓની તેમજ સુખાકારી, આરોગ્ય અને અંગત સંભાળની હજારો નૉન-પ્રીસ્ક્રિપ્શન સામાનની સુલભતા મેળવે છે. Netmeds.com ને દાધા પરિવારનો ટેકો પ્રાપ્ત છે, જેમનો ફાર્માસ્યુટિકલ અનુભવ છેક 1914 થી છે જ્યારે આ પરિવારે સૌપ્રથમ વખત ઉદ્યોગમાં જંપલાવ્યું હતું. 

મીડિયા પૂછપરછ માટે:
Bruce Schwack
Director of Communications
bruce@netmeds.com
Ph: +91-44-3025-4148
Netmeds Marketplace Ltd.

SOURCE Netmeds Marketplace Ltd.Journalists and Bloggers

Visit PR Newswire for Journalists for releases, photos and customised feeds just for media.

View and download archived video content distributed by MultiVu on The Digital Center.

 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire