ભારતીય યુનિવર્સિટીને ટાઇમ્સ ઉચ્ચ શિક્ષણ એશિયા યુનિવર્સિટીઝ સમીટ 2018 માં વક્ત્વય માટે આમંત્રણ

સોનીપત, ભારત, February 9, 2018 /PRNewswire/ --

સમ્મેલનનું સંબોધન કરનાર 25 VCs માં O.P. Jindal Global University ના વાઇસ ચાન્સેલરનો પણ સમાવેશ 

ચીનના શેન્ઝેન માં 5-7 ફેબ્રુઆરી 2018 દરમિયાન Southern University of Science and Technology (SUSTech) ની ભાગીદારીમાં આયોજિત Times Higher Education (THE) Asia Universities Summit 2018 માં O.P. Jindal Global University (JGU) સહભાગી બની હતી.  સમ્મેલન ખાતે વક્તવ્ય આપવા માટે JGU એકમાત્ર આમંત્રિત ભારતીય  યુનિવર્સિટી હતી. સમ્મેલન ખાતે વક્તવ્ય આપનાર વિશ્વભરના 25 વાઇસ ચાન્સેલર્સમાંથી, JGU ના સ્થાપક વાઇસ ચાન્સેલર, પ્રોફેસર (Dr.) C. Raj Kumar પણ એક હતા. 

આ સમ્મેલન એશિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી 400 કરતાં વધુ ડેલિગેટ્સ, ટોચના સંશોધનકારો, ઉચ્ચ શિક્ષણ આગેવાનો, નીતિજ્ઞો, અને ઉદ્યોગ આગેવાનોની સહભાગિતાનું સાક્ષી બન્યું હતું.

Rhodes ના વિદ્વાન અને University of Oxford તેમજ Harvard Law School ના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહેલાં અને ભારતમાંથી આવેલા વાઇસ ચાન્સેલર Prof. Raj Kumar, આ વિશેષ પ્રસંગ પર વક્તવ્ય આપવા માટે ભારતમાંથી આમંત્રિત એકમાત્ર વિદ્વાન અને વાઇસ ચાન્સેલર હતાં. JGU ના પ્રતિનિધિમંડળમાં Jindal Institute of Behavioural Sciences ના Dr. Sanjeev P. Sahni, પ્રોફેસર અને પ્રિંસિપાલ ડિરેક્ટર; Office of Academic Planning, Co-ordination and Interdisciplinarity ના એસોશિએટ પ્રોફેસર અને ડિરેક્ટર, Arjya Majumdar, એસોશિએટ પ્રોફેસર, Assistant Dean-International Collaborations અને એક્ઝીક્યુટિવ ડિરેક્ટર - Centre for India-China Studies Wenjuan Zhang, અને, Institutional Research, International Institute for Higher Education Research and Capacity Building, JGU ના મેનેજર Ms. Pragnya Paramita Mohanty નો સમાવેશ થતો હતો.

આ વર્ષનું સમ્મેલન 'Connecting Cities, Changing the World: Research Universities Building Asia' વિષયની આસપાસ આયોજિત કરવામાં આવ્યું હતું. આ સમ્મેલન યુનિવર્સિટીઓ અને શહેરો - બિલ્ડિંગ એલાયંસિઝ, ડિફાઇનિંગ રિજીઅન્સ; વૈશ્વિક સંશોધન અને શિક્ષણ - વલણો, તકો અને પડકારો; યુનિવર્સિટી એલાયંસિઝ - ક્ષેત્રિય તાકાતની વ્યાખ્યા કરતાં સંશોધન પરિણામો; રાષ્ટ્રીય નવીકરણો - યુનિવર્સિટીઓ એક ઉત્પ્રેરક અને જોડાણકારો તરીકે; ભાગીદારીનું સામર્થ્ય, વૈશ્વિક યુનિવર્સિટીઓ નવીકરણકૃત અર્થવ્યવસ્થામાં શું ફેરફારો લાવે છે; ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને ઉચ્ચ શિક્ષણ - ઉદ્યોગસાહસિકતાનું ખેડાણ, ભાવિ તરફની આગેકૂચ; અને વિભાજનોને જોડવા - વૈશ્વિક જ્ઞાન અર્થવ્યવસ્થામાં સંશોધન યુનિવર્સિટીઓ  સહિતના વિષયો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.

Professor Raj Kumar 'Breaking Boundaries - Research Universities in the 21st Century' પર પૅનલને સંબોધી હતી જે જ્ઞાન અર્થવ્યવસ્થાના વિકાસમાં યુનિવર્સિટી સંશોધનની નિર્ણાયક ભૂમિકા પર અને જોડાણ માટે ક્ષેત્રીય અને વૈશ્વિક અવરોધોને દૂર કરવામાં આંતરરાષ્ટ્રીયકરણની વ્યૂહરચનાઓના મહત્વ પર કેન્દ્રીત હતું.

સમ્મેલન ખાતે બોલતાં Prof. Raj Kumar એ જણાવ્યું હતું કે, "સમાજોના વિકાસમાં યુનિવર્સિટીઓએ મોટી ભૂમિકા ભજવવાની છે. તેમણે નેતૃત્વની ભૂમિકા ધારી લેવાની છે જે રાષ્ટ્રીય સીમાઓને ઓળંગીને વિવિધતાઓ અને બહુમતીવાદને તેનાં તમામ સ્વરૂપો અને લાક્ષણિકતાઓની સાથે બિરદાવવા સક્ષમ હોય. યુનિવર્સિટીઓએ એ જાણી લેવાની જરૂર છે કે તેઓ સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે."

તેમણે ઉમેર્યું હતું કે, "સમાજો જ્યારે વધુ લઘુદૃષ્ટિ ધરાવતા થતાં જાય છે, ત્યારે વિદ્વાનો જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરવા માટે પરિપ્રેક્ષ્યોની વહેંચણી કરવાનું ચાલુ રાખે તે મહત્વપૂર્ણ છે." જ્યારે રાજકીય નેતાઓના મૂલ્ય પડકારરૂપ બને ત્યારે તેમને પડકારવા પર પૂછવામાં આવેલા એક પ્રશ્નનો પ્રતિભાવ આપતાં, Professor Kumar એ જણાવ્યું હતું કે જ્યારે VCs કદાચ તેમની જન સામેલગીરીમાં સૂક્ષ્મ ભેદયુક્ત હોય, ત્યારે યુનિવર્સિટીઓમાં સમર્પિત હિમાયતી સાથીઓ બોલવાની ફરજ ધરાવે છે. શિક્ષન સ્વતંત્રતા એ યુનિવર્સિટીના કેન્દ્રમાં હોય છે, પરંતુ બધી જ સ્વતંત્રતાઓ સાથે જવાબદારી આવે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સત્યની ખોજમાં યુનિવર્સિટીઓએ આગેવાની લેવી પડશે, અને પુરાવાઓ મારફત સત્યને પ્રોત્સાહિત કરવું પડશે -21મી સદીમાં વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાને ભજવવા માટેની આ મહત્વની ભૂમિકા છે.

આંતરરાષ્ટ્રીયકરણ અંગેના અન્ય પ્રશ્નના જવાબમાં, Professor Kumar એ પોતાના અવલોકનની વહેંચણી કરી હતી, "JGU આંતરરાષ્ટ્રીયકરણનું અનન્ય ઉદાહરણ છે. તે વિશ્વભરમાં યુનિવર્સિટીઓ સાથે મૂળ સહયોગ નિર્માણ મારફત આંતરરાષ્ટ્રીય સામેલગીરીને પ્રોત્સાહિત કરવામાં ઉંડાણપૂર્વક પ્રતિબદ્ધ છે. યુનિવર્સિટીઓએ આ ભાગીદારીઓને સક્ષમ બનાવવાની જરૂર છે અને તે આ જોડાણોથી શક્ય બનશે કે આપણે વૈશ્વિક સમજદારી અને શૈક્ષણિક સહયોગના કારણને આગળ ધપાવી શકીશું."

યુનિવર્સિટી રેન્કિંગ્સ પરના એક સવાલનો પ્રતિભાવ આપતા, Professor Kumar એ કહ્યું હતું કે, "હું મજબૂતપણે માનું છું કે ગુણવત્તા અને સર્વોત્કૃષ્ટતાના સંબંધમાં પોતાની જાતને એક બૅન્ચમાર્ક બનાવવા માટે યુનિવર્સિટીઓ માટે તક પૂરી પાડવા માટે યુનિવર્સિટી રેન્કિંગ્સ જરૂરી છે. રેન્કિંગ્સ યુનિવર્સિટીઓને જ્ઞાનપૂર્ણ સમાજના વિકાસ માટે નવી સંસ્થાગત સંકલ્પનાઓને વિકસિત કરવા માટેના માર્ગ શોધવા પ્રત્યે તેમનાં દૃષ્ટિકોણ અને લક્ષ્યને પુનર્વ્યાખ્યાયિત કરવામાં મદદરૂપ બને છે."

આંતરરાષ્ટ્રીય ફોરમ ઉચ્ચ શિક્ષણ અને સરકારની સાથે વિશ્વભરમાંથી ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી એશિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ, ટોચના સંશોધકો, નીતિજ્ઞો અને ઉદ્યોગના આગેવાનોની સહભાગિતાની સાક્ષી બની હતી.

આ સમ્મેલન ભારતીય યુનિવર્સિટીઓને જેમ જેમ તેઓ વિશ્વકક્ષાની યુનિવર્સિટીઓ બનવા તરફ કાર્ય કરવા માટે તૈયારી કરતા જાય છે તેમ તેમ સામનો કરવો પડે છે તેવાં પ્રમુખ પડકારોને સમજવા માટેનું મહત્વપૂર્ણ મંચ છે.

સમ્મેલનની સાથે 2018 Asia Universities Rankings પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં. National University of Singapore - સતત ત્રીજા વર્ષે શ્રેષ્ઠ યુનિવર્સિટીના રેન્કિંગ્સમાં ટોચ પર રહેવાની સાથે સિંગાપુર મોખરે રહ્યું હતું. Times Higher Education (THE) એ આકારણી કરી હતી કે તેમનો સાતત્યપૂર્ણ કાર્યદેખાવ એ 'તેમનાં શિક્ષણ અને સંશોધન વાતાવરણોમાં સુધારાઓ, ઉચ્ચ પ્રશસ્તિ અસરની સિદ્ધિ અને ઉદ્યોગની આવકોના ઉચ્ચ સ્તરો પ્રાપ્ત કરવા' નું પરિણામ છે. Tsinghua University એ પ્રથમ વખત ટોચની ચાઇનીઝ સંસ્થા બનવા માટે રેન્કિંગ્સમાં Peking University ને પાછળ રાખી દીધી હતી. THE અનુસાર, 'Tsinghua એ Peking વધુ મજબૂત પબ્લિકેશન આઉટપુટ ધરાવે છે અને તેણે પોતાના Beijing પ્રતિસ્પર્ધી કરતાં ઝડપી દરે પોતાની સંશોધન આવકને વધારી છે. આ રેન્કિંગ્સમાં ચીનની 63 યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો, જેમાં અગાઉની ઘણી લો-રેન્ક્ડ સંસ્થાઓ હતી જેમણે આ વર્ષે પ્રગતિ કરી હતી. 89 યુનિવર્સિટીઓ સાથે જાપાન સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતો દેશ હતો. આ રેન્કિંગ્સમાં ભારત 42 સંસ્થાઓનું પ્રતિનિધિત્વ ધરાવતો હતો, જેમાંથી Indian Institute of Science ટોચથી 29માં ક્રમાંક પર રહી હતી.

O.P. Jindal Global University વિશે 

હરિયાણા સરકાર દ્વારા સ્થાપિત એક બિન-નફાકારક વૈશ્વિક યુનિવર્સિટી, O.P. Jindal Global University (JGU) ને University Grants Commission (UGC) દ્વારા માન્યતા પ્રાપ્ત છે. JGU તેનાં સ્થાપક ચાન્સેલર, Mr. Naveen Jindal ની પરોપકારી પહેલ તરીકે, તેમનાં પિતાશ્રી Mr O.P. Jindal ની સ્મૃતિમાં કરવામાં આવી હતી. JGU ને National Accreditation & Assessment Council (NAAC) સર્વોચ્ચ ગ્રેડ 'A' એનાયત કરવામાં આવ્યો છે. JGU એશિયામાં બહુ થોડી યુનિવર્સિટીઝમાંથી એક છે જે 1:13 નો ફેકલ્ટી-વિદ્યાર્થી ગુણોત્તર જાળવે છે અને ભારત તેમજ વિશ્વભરમાંથી ઉત્કૃષ્ટ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ફેકલ્ટી મેમ્બર્સની નિમણૂક કરે છે. સંશોધન-સઘન યુનિવર્સિટી, JGU તેનાં આંતરશાખા અને નવીકરણયુક્ત અધ્યાપન વિદ્યા; બહુમતવાદ અને સખત શિષ્યવૃત્તિ; તેમજ વૈશ્વિકરણ અને આંતરરાષ્ટ્રીય સામેલગીરીના હાર્દસમા સંસ્થાગત મૂલ્યો પ્રત્યે ઉંડાણપૂર્વક કટિબદ્ધ છે.

JGU એ આઠ શાળાઓની સ્થાપના કરી છે: Jindal Global Law School (JGLS), Jindal Global Business School (JGBS), Jindal School of International Affairs (JSIA), Jindal School of Government and Public Policy (JSGP), Jindal School of Liberal Arts & Humanities (JSLH), Jindal School of Journalism & Communication (JSJC), Jindal School of Art & Architecture (JSAA) અને Jindal School of Banking & Finance (JSBF).

વધુ માહિતી માટે કૃપા કરી - http://www.jgu.edu.in/ નો સંદર્ભ લો.

મીડિયા સંપર્ક:
Devadeep Konwar
dkonwar@jgu.edu.in
+91-7027850344
Assistant Director
Communication and Public Affairs
O.P. Jindal Global University

SOURCE O.P. Jindal Global UniversityJournalists and Bloggers

Visit PR Newswire for Journalists for releases, photos and customised feeds just for media.

View and download archived video content distributed by MultiVu on The Digital Center.

 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire