Concrete Show India 2018 કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી માટે સકારાત્મક પરિવર્તનનો પડઘો પાડે છે

મુંબઈ, June 6, 2018 /PRNewswire/ --

6ઠ્ઠી આવૃત્તિમાં મુલાકાતીઓની સંખ્યામાં 30% થી વધુની પ્રભાવશાળી વૃદ્ધિ જોવા મળી હતી 

10 દેશોમાંથી 150 થી વધુ ભારતીય અને વૈશ્વિક પુરવઠાકારો અને નિર્માતાઓ સાથે ઉત્પાદનો, ઉકેલો અને સેવાઓના પ્રદર્શન વચ્ચે પાછલા અઠવાડિયે, Bombay Convention and Exhibition Centre, મુંબઇ ખાતે UBM India દ્વારા Concrete Show India, (24મી થી 26મી મે 2018) ની 6ઠ્ઠી આવૃત્તિનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.

     (Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
     (Logo: https://mma.prnewswire.com/media/692974/UBM_India_CSI_2018_Logo.jpg )

દિવસ 1 અને દિવસ 2 ના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય વ્યક્તિવિશેષોમાં - Mr. S. K. Gupta, ડિરેક્ટર પ્રોજેક્ટસ, Mumbai Metro Rail Corporation Ltd.; Mr. S M Ramchandani, નિવૃત્ત જોઈન્ટ એમડી, MSRDC; Shri Thiruman Archunan, ડિરેક્ટર પ્રોજેક્ટસ, Kochi Metro Rail Ltd.; Mr. Jogen Holst, ડિરેક્ટર EPTISA Consulting Engineers; Dr. Mangu Singh, પ્રેસિડન્ટ, Tunnelling Association of India અને મેનેજીંગ ડિરેક્ટર, Delhi Metro Rail Corporation Ltd.; Shri S R Tambe, પૂર્વ PWD સેક્રેટરી, Government of Maharashtra.; Mr. V.K. Kanjlia, સેક્રેટરી જનરલ, Tunnelling Association of India અને સેક્રેટરી, Central Board of Irrigation and Power અને Mr. Yogesh Mudras, મેનેજીંગ ડિરેક્ટર, UBM India ની આ ઇન્ડસ્ટ્રી મેળાવડા ખાતે ભવ્ય હાજરી નોંધાઈ હતી.

Concrete Show India ના સફળ સમાપન પ્રસંગે બોલતા, UBM India ના મેનેજિંગ ડિરેક્ટર Mr. Yogesh Mudras દ્વારા જણાવાયું હતું કે, "ભારત જેવા દેશ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સુધારાઓ જરૂરી છે. 2018 ના યુનિયન બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 5.97 ટ્રિલિયન કરતા વધુના વધારા સાથે સેક્ટર 2018-19 ના નાણાંકીય વર્ષમાં એક વિશાળ સકારાત્મક પરિવર્તનની સાક્ષી પૂરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સંખ્યાબંધ વિક્ષેપોને દૂર કરવા તેમજ  સ્ત્રોતોની સ્થિરતાને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીના વિકાસને આગળ વધારવા માટે વિવિધ નીતિઓ શરૂ કરવામાં આવી છે. 150 થી વધુ પ્રદર્શકો, પ્રદર્શિત થયેલા આકર્ષક ઉત્પાદનોની વિવિધતા, મુખ્ય સરકારી સંસ્થાઓનું સમર્થન, જોડાણો અને નોલેજ શેરિંગ (જ્ઞાન વહેંચણી) સાથે Concrete Show India દ્વારા ઇન્ડસ્ટ્રીના વ્યાવસાયિકોને નેટવર્ક એકત્રીકરણ કરવાની અને ઇન્ડસ્ટ્રીના વલણો, પડકારો અને માર્કેટ સંબંધિત આંતરદ્રષ્ટિ અંગે ચર્ચાની એક બેજોડ વ્યાપારી તક પૂરી પાડવામાં આવી હતી. શો ની અમારી 6 ઠ્ઠી આવૃત્તિ પ્રસંગે UBM India ખાતે અમને પ્રાપ્ત થયેલો ઇન્ડસ્ટ્રી પ્રતિસાદ નોંધપાત્ર રહ્યો છે અને તે સાથે મુલાકાતીઓની સંખ્યામાં 30% થી વધુની પ્રભાવશાળી વૃદ્ધિ ઇન્ડસ્ટ્રીની સંભવિતતાને વધુ માન્યતા પ્રદાન કરે છે."

HCC, L&T, JMC અને સમગ્ર વેલ્યુ ચેઇનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓએ ભારતના ટેકનોલોજી પ્રવાહો અને બજારની ગતિવિધિઓને લગતી સમજ મેળવવા માટે ભારતની મુલાકાત લીધી. એક્સ્પોમાં 1 મી અને 2 ના રોજ 'ઇન્ડિયાઝ મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટ ઇન કોંક્રિટ' પર આધારિત નોલેજ સેશનની શ્રેણીનો પણ સમાવેશ થયો હતો. Tunnelling Association of India (TAI) સાથે ભાગીદારી સાથે, 2 દિવસની ટેકનિકલ કોન્ફરન્સમાં 'એક્સપિરિયન્સ એન્ડ લેસન્સ લર્ન્ડ ફ્રોમ ધ પાસ્ટ વિથ રિગાર્ડ્સ ટુ રોડ, રેલ, મેટ્રો, ટનલ એન્ડ બ્રિજિસ પ્રોજેક્ટસ ઈન ઇન્ડિયા'; 'એન્સ્યોરિંગ કવોલિટી, ડ્યુરેબિલીટી એન્ડ લાઈફટાઈમ એક્સપેક્ટેશન્સ ઓફ મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર'; ના સેશનનું આયોજન થયુ હતું. પ્રોજેક્ટ્સ - કોન્ટ્રાક્ટર્સ પર્સપેક્ટિવ; 'ધ યુઝ ઓફ કૉંક્રીટ ઈન મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ - ધ એસ્થેટિક પોઇન્ટ ઓફ વ્યૂ' દિવસ 2 પર 'સસ્ટેનેબલ કૉંક્રીટ ટેક્નોલોજી ફોર ટનલ્સ એન્ડ બ્રિજિસ'; 'કૉંક્રીટ ટેક્નોલોજી એન્ડ ડ્યુરેબિલીટી ડિઝાઇન'; 'કૉંક્રીટ ફોર ટનલિંગ એન્ડ બ્રિજિસ' પર સેશનનું આયોજન થયુ હતું. શ્રેષ્ઠ સ્પીકરોની યાદીમાં અન્ય સાથે Mr S K Gupta, ડિરેક્ટર પ્રોજેક્ટ્સ, Mumbai Metro Rail Corporation Ltd, Mr. Thiruman Archunan, ડિરેક્ટર પ્રોજેક્ટ્સ, Kochi Metro Rail Ltd; Dr. Mangu Singh - Tunnelling Association of India અને મેનેજીંગ ડિરેક્ટર Delhi Metro Rail Corporation Ltd. ના પ્રેસિડેન્ટ; Shri S.R. Tamb- ભૂતપૂર્વ PWD Secretary, Govt. of Maharashtra; Mr Santosh Rai, હેડ ટ્રાન્સપોર્ટેશન સેલ્સ, Hindustan Construction Company; Mr Giridhar R, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ટેક્નિકલ), Afcons Infrastructure Ltd; આર્કિટેક્ટ Hiten Sethi સમાવિષ્ટ હતા.

આ શો માં અન્ય સાથે Ultratech, Putzmiester Concrete Machines, Godrej Construction, Simem Construction & Environmental Engineering Pvt. Ltd., Chowgule Construction Chemicals Pvt. Ltd., Masa Concrete Plants India Pvt. Ltd., Elematic India Privite Limited, Sany Heavy Industry India, Columbia Machine Engineering (I) Pvt. Ltd., Prism RMC, PERI, Hitachi Koki, Maxmech Equipments pvt. Ltd., Aimil Ltd., WAM India Pvt. Ltd., RDC Concrete (India) Pvt. Ltd., Ajax Fiori Engineering (I) Pvt. Ltd., SURIE POLEX, Fairmate Chemicals Pvt Ltd., J.K.Cement અને MC-Bauchemie, Aquarius Engineering જેવા ઇન્ડસ્ટ્રી ખેલાડીઓની હાજરી નોંધવામાં આવી હતી.

આ એક્સ્પોને Maharashtra State Road Development Corporation (MSRDC), Maharashtra State Road Transport Corporation (MSRTC), Indian Chapter of American Concrete Institute (ICACI), Singapore Concrete Institute (SCI), Tunnelling Association of India (TAI), US-India Importers' Council (USIIC) અને Mumbai Metro Rail Corporation Limited (MMRC) ના સમર્થન સાથે ઇન્ડસ્ટ્રી દ્વારા મોટી સંખ્યામાં સુંદર પ્રતિસાદ મળ્યો હતો.

UBM India વિશે: 

UBM India એ ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે ઉદ્યોગોને એવા પ્લેટફૉર્મ પૂરા પાડે છે જે વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓને પોર્ટફોલિયો પ્રદર્શનો, વિષયવસ્તુ આધારિત પરિષદો અને પરિસંવાદો દ્વારા એકસાથે લાવે છે. UBM India દેશભરમાં દર વર્ષે 25 મોટા પાયાના પ્રદર્શનો અને 40 સંમેલનોનું આયોજન કરે છે; આથી બહુવિધ, ઔદ્યોગિક વર્ટિકલમાં વેપારને સક્ષમ કરે છે. UBM India જે UBM Asia ની કંપની છે તે મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓફિસો ધરાવે છે. UBM Asia, UBM plc ની માલિકી ધરાવે છે જે લંડન સ્ટૉક એક્સચેન્જ પર સૂચિબદ્ધ છે. UBM Asia, એશિયામાં અગ્રણી પ્રદર્શનોના આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયાના સૌથી મોટા વ્યવસાયિક આયોજક છે.

વધુ વિગતો માટે, કૃપા કરીને http://www.ubmindia.in ની મુલાકાત લો.

UBM plc વિશે: 

UBM plc વિશ્વની સૌથી મોટી પ્યોર-પ્લે B2B ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝર છે. વધુને વધુ ડિજિટલ થઇ રહેલા વિશ્વમાં, અર્થપૂર્ણ, માનવ સ્તર પર કનેક્ટ કરવાની કિંમત ક્યારેય વધુ મહત્વપૂર્ણ ન હતી. UBM ખાતે, જે ઉદ્યોગ ક્ષેત્રોમાં અમે સેવા આપીએ છીએ તે ક્ષેત્રો માટેના અમારા ઊંડા જ્ઞાન અને જુસ્સો, અમને મૂલ્યવાન અનુભવોનું નિર્માણ કરી શકવાની પરવાનગી આપે છે જ્યાં લોકો સફળ થઈ શકે છે. અમારી ઇવેન્ટ્સમાં લોકો સંબંધો નિર્માણ કરે છે, સોદાઓને અંતિમ રૂપ આપે છે અને તેમના ધંધામાં વૃદ્ધિ કરે છે. 20 થી વધુ દેશોમાં સ્થિત અમારા 3,750+ લોકો છે, ફેશનથી ફાર્માસ્યુટિકલ ઘટકો જેવા 50 થી વધુ વિવિધ ક્ષેત્રોને સેવા આપે છે. આ ગ્લોબલ નેટવર્ક્સ, કુશળ, પ્રખર લોકો અને માર્કેટ-અગ્રણી ઇવેન્ટ્સ વ્યવસાયિકોને તેમની મહત્વાકાંક્ષાને હાંસલ કરવા માટે ઉત્તેજક તકો પૂરી પાડે છે.

વધુ માહિતી માટે, http://www.ubm.com પર જાઓ; UBM કોર્પોરેટ સમાચાર માટે, Twitter પર @UBM, UBM Plc LinkedIn પર અમને ફૉલો કરો.

મીડિયા સંપર્ક:
Roshni Mitra
roshni.mitra@ubm.com 
Mili Lalwani
mili.lalwani@ubm.com
+91-22-61727000 / +91-9833452362
UBM India


SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire