Delhi Jewellery and Gem Fair 2018 ઉચ્ચ નોંધ સાથે પૂર્ણ; મુલાકાતીઓનો ધસારો ઉદ્યોગ માટે આગળ જતાં સારાં બજારને પ્રતિબિમ્બિત કરે છે

નવી દિલ્લી, October 12, 2018 /PRNewswire/ --

DJGF 2018 એક નજરમાં: 
700 કરતાં વધુ બ્રાન્ડ્સ દર્શાવવામાં આવી
નવા સહભાગિઓમાં 45% કરતાં વધુની વૃદ્ધિ
અનન્ય મુલાકાતીઓના પગલાઓમાં 30% કરતાં વધુની વૃદ્ધિ
10,000 સ્ટોર્સને સમાવવા માટે પાટનગરમાં વિશાળકાય જ્વેલરી ટેક પાર્કની જાહેરાત
ટ્રેન્ડ સેટિંગ ડીઝાઇન્સ અને ટેક્નોલૉજીસનું પ્રદર્શન અને પ્રારંભ
The Retail Jewellers Guild Awardsનું 4થું સંસ્કરણ

UBM India દ્વારા આયોજિત The Delhi, Jewellery and Gem Fair (DJGF)નું 7મું સંસ્કરણ, પ્રગતિ મૈદાન, નવી દિલ્લી ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ, દિલ્લી વિધાનસભાના અધ્યક્ષ, Shri Ram Niwas Goel; સન્માનનીય અતિથિ Shri Karnail Singh, BJP રાષ્ટ્રીય કન્વીનર - USA બિઝનેસ; Shri Yogesh Singhal, પ્રમુખ - TBJA; Mr. Michael Duck, કાર્યકારી ઉપ-પ્રમુખ, UBM Asia Ltd. ; Mr. Yogesh Mudras, મેનેજિંગ ડિરેક્ટર, UBM India અને Mr. Abhijit Mukherjee, જૂથ ડિરેક્ટર, UBM દ્વારા જ્વેલરી ટ્રેડમાંથી અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.  

     (Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
     (Logo: https://mma.prnewswire.com/media/742912/Delhi_Jewellery_Gem_Fair.jpg )
     (Photo: https://mma.prnewswire.com/media/767548/DJGF_2018_UBM_India.jpg )

B2B મેળાને જ્વેલરી ઉદ્યોગના અંતરંગ ભાગ તરીકે માન્યતા પ્રાપ્ત છે અને તે જ્વેલરી હોલસેલર્સ, રિટેલર્સ, ઇમ્પોર્ટર્સ અને ઍક્સ્પોર્ટર્સ, જ્વેલરી નિર્માતાઓ, હીરા, જેમસ્ટોન, પર્લ સપ્લાયર્સ અને ટ્રીડર્સ, મૂલ્યવાન ધાતુ અને જ્વેલરી માઉન્ટિંગ ટ્રેડર્સ અને સપ્લાયર્સ અને સરકારી સંગઠનોને એક છતની નીચે મળવા, જોડાવા અને તેમનાં વ્યવસાયની વૃદ્ધિ કરવા માટે ભેગાં કરે છે. છ સભાખંડોમાં ફેલાયેલી, આ ઈવેન્ટ 300+ સહભાગીઓના ચમકદાર પ્રદર્શન અને 700+ ટોચની બ્રાન્ડ્સની સાક્ષી રહી હતી. તેને પાડોસી રાજ્યો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ, તેમજ અન્ય રાજ્યોમાં સહિત મહારાષ્ટ્રમાંથી જબરદસ્ત પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો, જે તેને પ્રતિષ્ઠિત ઉદ્યોગ મંચ અને જ્વેલર્સ માટેના સૌથી મોટા જ્વેલરી અને જેમસ્ટોન સ્ત્રોત્રિકરણ ગંતવ્ય સ્થાન તરીકે માન્યતા પ્રદાન કરે છે.  

આ ઍક્સ્પોની પ્રમુખ પ્રકાશિત બાબતોમાંથી એક National Institute of Diamond & Gems (NIDG) અને Delhi Gem & Jewellery Institute (DGL) દ્વારા વિચારવંત ત્રિ-દિવસીય સેમિનાર હતી. દિવસ 1 ના રોજ Diamond Assortment and Valuation અને Gemstone Identification પરના સત્રો યોજવામાં આવ્યાં હતાં જે રૂબિ, એમરલ્ડ અને સેફાયરની વચ્ચેના સામાન્ય વિકલ્પો/ ઉત્તેજકોની ઝડપી જેમ્મોલૉજીકલ વિભાવનાઓને સમજવા પર ભાર મૂકતાં હતાં.  દિવસ 2 અને 3 ના રોજ Synthetic Diamonds (HPHT & CVD) પરના સત્રો યોજવામાં આવ્યાં હતાં જેમાં Synthetic Diamonds, Lab Grown Diamonds, HPHT Synthetic, CVD Synthetic અને Diamond Grading to Trading (Diamond Parcel Trade) ની વિભાવના પર ચર્ચાઓ યોજવામાં આવી હતી જેનાથી ડાયમંડ ગ્રેડિંગના 4C થી આગળના સ્થાનિક ટ્રેડ ગ્ર્રેડ્સ સાથે ડાયમંડ પાર્સલ બિઝનેસની વિભાવનાને સમજવામાં મદદ મળી હતી.  

વર્ષના પ્રમુખ પ્રદર્શનકારોની યાદીમાં અન્ય લોકોની સાથે Shilpi Jewels, Vikas Chain, Unique Chain, Riddhima Chain, Swarnshilp, Rohtak Chain, Heera Jewellers, Shri Balaji Gold, Royal Chain અને Classic Solitairesનો સમાવેશ થતો હતો. ઍક્સ્પોના પૂર્વ-ચિહ્ન તરીકે, UBM Indiaએ ઉત્તર ભારતના શહેરો જેવાં કે બરેલી, ચંડીગઢ, અને દેહરાદૂનમાં સફળ રોડ શોની એક શ્રૃંખલાનું આયોજન કર્યું હતું. આ મેળાને પ્રતિષ્ઠિત સંગઠનો જેવાં કે, The Bullion & Jewellers Association, Delhi Jewellers Association, Maliwara Jewellers Association અને Karol Bagh Jewellers Association દ્વારા સમર્થન પ્રાપ્ત થયું હતું.

DJGF 2018ના ઉદ્‌ઘાટન પ્રસંગે બોલતાં મુખ્ય અતિથિ, દિલ્લી વિધાનસભાના અધ્યક્ષ Shri Ram Niwas Goel જણાવ્યું હતું કે, " હું ટુંકમાં જ પાટનગર ખાતે જ્વેલરી ટેક પાર્કના પ્રારંભની જાહેરાત કરવા માટે DJGF જેવા મંચનો ઉપયોગ કરતાં ગૌરવ અનુભવું છું. આ જ્વેલરી પાર્ક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ વ્યાવસાયિકોને આકર્ષીને નિશંકપણે ઉત્તર ભારતને, એક સૌથી વધુ ઉત્સાહજનક જ્વેલરી કેન્દ્ર બનાવશે.આ વન સ્ટૉપ ટેક પાર્ક અદ્યતન ટેક્નોલૉજીકલ નવીનીકરણો ધરાવશે અને 10,000 કરતાં વધુ સ્ટોર્સને સમાવી શકવા સમર્થ હશે. "

UBM India ના મેનેજિંગ ડિરેક્ટર, Mr. Yogesh Mudras જણાવ્યું હતું કે, "આવનારા વર્ષોમાં, અને જ્વેલરી ક્ષેત્રે થનારી વૃદ્ધિમાં મુખ્યત્વે રિટેલર્સ અને બ્રાન્ડ્સના વિકાસ દ્વારા યોગદાન પ્રાપ્ત થશે. સુસ્થાપિત બ્રાન્ડ્સ સંગઠિત માર્કેટમાં સ્થિરપણે અગ્ર ભૂમિકા ભજવી રહી છે અને વૃદ્ધિ માટેની તકોને ખુલ્લી મૂકી રહી છે. સંગઠિત ક્ષેત્ર પાયાની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે કેમ કે તે ઉપભોક્તા અને આર્થિક બદલાવોને આવકારવાની સંભાવના ધરાવે છે. The Delhi Jewellery and Gem Fair એ ઉત્તર ભારત પર ધ્યાન કેન્દ્રીત કરતું સંગઠિત ભારતીય જ્વેલરી માર્કેટનું પ્રવેશદ્વાર છે, જે વિશેષ પ્રસંગો - સેમિનારો, કાર્યશિબિરો, પૅનલ ચર્ચાઓ અને ફેશન શો સાથેનો એક સરસ અનુભવ ઑફર કરે છે."

UBM Indiaના પાંચ શહેરોના જ્વેલરી શોમાંથી એક તરીકે, DJGF એ જ્વેલરી માર્કેટમાં પ્રસ્તાવિત ચમકદાર ઉત્પાદનોની રજૂઆત સાથે વિશ્વાસના વાતાવરણને મજબૂત કર્યું છે. આ આવનારી લગ્નસરાની અને તહેવારોની મોસમ માટે સારાં ભવિષ્યની આગાહી કરે છે, જ્યારે જ્વેલર્સ ઉચ્ચ વેચાણ અને વધુ મુલાકાતીઓને તેમની દુકાનો પર આવતાં જોશે. આ વર્ષનું સંસ્કરણ 700 કરતાં વધુ ટોચની બ્રાન્ડ્સ દ્વારા ટ્રેન્ડિંગ અને વિશિષ્ઠ જ્વેલરીના પ્રદર્શનનું સાક્ષી રહ્યું છે. અમે નવા પ્રદર્શનકારોની સહભાગિતામાં નોંધપાત્ર 45% ની વૃદ્ધિ અનુભવી છે અને 30% અનન્ય મુલાકાતીઓના સાક્ષી રહ્યાં છીએ. આ શૉમાં Retail Jewellers Guild Awards (RJGA)ના 4થા સંસ્કરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર ભારતભરમાંથી છુટક જ્વેલરી બિઝનેસમાં શ્રેષ્ઠ પ્રતિભાને સન્માનિત કરવાની અનન્ય પહેલ છે," તેમણે વધુમાં ઉમેર્યું હતું.  

30મી સપ્ટેમ્બરની સાંજે ઉદ્યોગે Retail Jewellers Guild Awards ના ચોથા સંસ્કરણનો આસ્વાદ માણ્યો હતો. UBM India ની એક અનન્ય પહેલ એવાં આ એવૉર્ડ સંપૂર્ણ ભારતના સ્તરે છુટક જ્વેલરી બિઝનેસમાં વ્યક્તિગત અને સંગઠનોના પ્રયાસો અને ઉત્કૃષ્ટતાને માન્યતા અને સન્માનિત કરે છે. 3 વર્ષના સમયગાળામાં, RJGA ઉદ્યોગ માટેના સૌથી પારદર્શી અને પ્રક્રિયા આધારિત એવોર્ડ્સ બની રહ્યાં છે જે દેશના વિભિન્ન ખુણાઓમાંથી મોટી અને નાની કંપનીઓને એકસરખી માન્યતા પૂરી પાડે છે.  

એક પ્રક્રિયા સલાહકાર તરીકે Ernst & Young સાથે The Retail Jewellers Guild એ પદ્ધતિની રીતે, વ્યાવસાયિક પ્રક્રિયા દ્વારા છુટક જ્વેલરી ઉદ્યોગમાં દેશની શ્રેષ્ઠ પ્રતિભાને શોધી કાઢી છે. આ વર્ષે સઘન એવૉર્ડ શ્રેણીઓને છુટક જ્વેલરી ઉદ્યોગની વિવિધતાપૂર્ણ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેમાં 'Store of the Year', 'Excellence in Design', 'Marketing Excellence' અને 'Operational Excellence'નો સમાવેશ થાય છે.

500 કરતાં વધુ જ્વેલરી રિટેલર્સ, નિર્માતાઓ, HNIs અને પાટનગરના ફેશનેબલ સેટની હાજરીમાં, એવૉર્ડ્સ રાત્રીમાં શૉ સ્ટોપર્સ દ્વારા ચાર ધ્યાનાકર્ષક ફેશન ક્રમ જેવાં કે Aditi Hundia - Yamaha Fascino - Miss Diva Supranational 2018; Shraddha Shashidhar - Yamaha Fascino Miss Diva 2017 - Miss Universe India; Priyadarshini Chatterjee - Fbb Femina Miss India World 2016 અને Peden Ongmu Namgyal - Yamaha Fascino - Miss Diva Supranational 2017 નો સમાવેશ થતો હતો. તેઓએ ગ્લેમર અવતરણને નોંધપાત્ર રીતે પ્રસ્તુત કર્યો હતો અને આવનારી ઉચ્ચ સીઝનમાં પ્રમુખ છુટક જ્વેલરી સ્ટોર્સમાં પોતાનું સ્થાન જમાવનારી ચમકદાર જ્વેલરીના કલેક્શનની પ્રસ્તુતિ પૂરી પાડી હતી. RJGA 2018 ની હાઇલાઇટ્સમાં Walk of Fame for the Jewellery Industry - Shri Balaji Gold, Vikas Chains, Savio અને Savya jewels સહિતની પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ દ્વારા માસ્ટર પીસના વિશિષ્ઠ શૉ કેસને રજૂ કરવામાં આવ્યાં હતાં. ઉદ્યોગકારો દ્વારા આંતરદર્શન, મનોરંજક બાબતો અને નેટવર્કિંગ સત્રોનું આયોજન કેટલાંક અન્ય આકર્ષણો રહ્યાં હતાં.

DJGF 2018 ખાતે ઉદ્યોગના વ્યક્તવ્યો:  

Arun Garg, Director, Tirumala Jewellers એ જણાવ્યું હતું, "Delhi Jewellery and Gems Fair (DJGF)ખાતે અમને સારી શરૂઆત મળી હતી, અમને દિવસ 1 ના રોજ ઘણી બધી બિઝનેસ ઇન્ક્વાયરી પ્રાપ્ત થઈ હતી. જ્યારે પ્રદર્શન ઉદ્યોગના B2B વૃત્તખંડ પર ફોકસ કરે છે ત્યારે અમારા બુથ પર પણ અમને ઘણાં રિટેલ ગ્રાહકો મળ્યાં હતા. અમે છેલ્લાં 4 વર્ષથી DGJF ના ભાગ છીએ અને વર્ષ દર વર્ષ આ પ્રસંગને વિકસિત થયો જોયો છે. અમે આવનારા વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવાની અપેક્ષા રાખીએ છીએ". 

Surendra Rathod, CEO, Yash Gold એ જણાવ્યું હતું, " અમે આ ઍક્સ્પોમાં છેલ્લાં 2 વર્ષથી ભાગ લઈ રહ્યાં છીએ અને છેલ્લાં 3 દિવસ દરમિયાન અમારે ત્યાં સારૂં એવું ફૂટફૉલ રહ્યું છે. અમે એક સારો ઍક્સ્પો મૂકવા બદલ આયોજકોને અભિનંદન આપવા માંગીએ છીએ અને આનાથી છેલ્લાં 3 દિવસમાં સારો એવો બિઝનેસ મળ્યો છે. અમે આ ઍક્સ્પોમાં એક વધારાનો દિવસ વિતાવવા માંગીએ છીએ અને એ રીતે આયોજકોને વિનંતી કરીએ છીએ કે તે ઓછામાં ઓછાં એક દિવસ માટે આ ઍક્સ્પોને લંબાવે."

Appy Bindal, Director, Vimal Diamonds એ જણાવ્યું હતું કે, "અમે આ ઍક્સ્પોના ભાગ બનીને ખરેખર ખુબ જ આનંદ અનુભવી રહ્યાં છીએ કારણ કે તેમાં સારી એવી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી છે અને ટોચના ગુણવત્તાયુક્ત મુલાકાતીઓએ અમારા બુથની મુલાકાત કરી છે. અમે છેલ્લાં 4 વર્ષથી આ ઍક્સપોમાં ભાગ લઈ રહ્યાં છીએ કેમ કે તેનાથી અમને વર્ષો જતાં સારાં ગ્રાહકો મેળવવામાં મદદ મળી છે અને અમે ભવિષ્યમાં પણ આ પ્રદર્શનનો હિસ્સો બની રહેવા માંગીએ છીએ. અમે આગળ ખુબ જ સારો અનુભવ થવાની અપેક્ષા રાખી રહ્યાં છીએ."

N.K Jain, Director, Savya Jewels એ જણાવ્યું હતું, "આ ઍક્સ્પો ખાતે અમે 3 વર્ષથી સહભાગી છીએ અને આ ઉદ્યોગમાં એક અગ્રણી ઍક્સ્પો છે. ત્રિ-દિવસીય પ્રસંગ ફૂટફૉલ અને બિઝનેસના વિકાસના સંદર્ભમાં સારો છે અને તે અમારી અપેક્ષા કરતાં વધારે છે".

Adish Soni, Director, Rohtak Chain જણાવ્યું હતું કે, "Delhi Jewellery and Gems Fair (DJGF)ના ભાગ બનવું તે ખરેખર એક આહ‌લાદક અનુભવ છે કેમ કે અમને અમારા બુથ પર ગુણવત્તાયુક્ત મુલાકાતીઓ પ્રાપ્ત થયા છે. અમે વિશ્વાસ ધરાવીએ છીએ કે આ ઍક્સ્પો ઉદ્યોગના B2B બિઝનેસ પર સારો પ્રભાવ ધરાવશે. અમે UBM દ્વારા, Delhi Jewellery and Gems Fair (DJGF) ઍક્સ્પોને મૂકવા બદલ તેમનાં કાર્યને બિરદાવીએ છીએ . " 

DJGF વિશે:  

DJGF નું આયોજન UBM કરવામાં આવશે, જે જુન 2018 માં Informa PLC સંયુક્તપણે કરવામાં આવશે અને તે અગ્રણી B2B માહિતી સેવા જૂથ અને વિશ્વમાં સૌથી મોટું B2B ઈવેન્ટ્સ આયોજક છે. DJGF પર વધુ માહિતી માટે કૃપા કરીને https://delhi.jewelleryfair.in/ અને એશિયામાં અમારી ઉપસ્થિતિ માટે http://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.

UBM Asia વિશે:  

UBM Asia હાલમાં જ Informa PLC, એક અગ્રણી B2B માહિતી સેવાઓના સમૂહ અને વિશ્વમાં સૌથી મોટા B2B ઈવેંટ્સ ઑર્ગેનાઇઝરનો હિસ્સો બન્યું છે. એશિયામાં અમારી ઉપસ્થિતિ વિશે વધુ માટે કૃપા કરી http://www.ubm.com/asia ની મુલાકાત લો.

કોઇપણ મીડિયા પૂછપરછ માટે કૃપા કરીને સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
roshni.mitra@ubm.com

Mili Lalwani
mili.lalwani@ubm.com
+91-22-61727000

Prachi Kumar
prachi.kumar@ubm.com
+91-7718866668
UBM India

SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire