UBM India એ Chennai Jewellery & Gem Fair (CJGF) 2018 ના પ્રારંભિક સંસ્કરણને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો

 

ચેન્નાઈ, ભારત, October 25, 2018 /PRNewswire/ --

દક્ષિણ ભારતના સંગ્રહ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા સાથે ભારતીય આભૂષણ બજારનું પ્રવેશદ્વાર  

ભારતમાં આભૂષણ મેળાઓના સૌથી મોટા આયોજક UBM India , ચેન્નાઈ જ્વેલર્સ એસોશિએશનના સહકારમાં, વર્ષની તેમની સૌથી મહત્વની એક પહેલ - the Chennai Jewellery & Gem Fair (CJGF), દક્ષિણ ભારતમાં પ્રીમિઅમ આંતરરાષ્ટ્રીય B2B  જ્વેલરી મેળાનો પ્રારંભ કર્યો હતો. ચેન્નાઈ ટ્રેડ સેન્ટર ખાતે આ ત્રણ દિવસના મેળા (20th - 22nd October, 2018) માં 150 કરતાં વધુ પ્રદર્શનકારો દ્વારા અને 300 કરતાં વધુ બ્રાન્ડ્સનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું.

     (Logo: https://mma.prnewswire.com/media/675607/UBM_Logo.jpg )
     (Photo: https://mma.prnewswire.com/media/769002/CJGF_October.jpg )
     (Photo: https://mma.prnewswire.com/media/773333/UBM_CJGF.jpg )
     (Photo: https://mma.prnewswire.com/media/773334/UBM_Kushboo.jpg )

ઍક્સ્પોની આ પ્રથમ આવૃત્તિનું ઉદ્‌ઘાટન મુખ્ય અતિથિ Shri Thiru. Banwarilal Purohit, Hon'ble Governor of Tamil Nadu; Mr. Yogesh Shah, President - Chennai Jewellers Association; Mr. Uday Vummidi, Vice President - Chennai Jewellers Association; Mr. Michael Duck, Executive Vice President, UBM Asia અને Mr. Yogesh Mudras, Managing Director, UBM Indiaદ્વારા જ્વેલરી વેપાર ક્ષેત્રના અન્ય પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ચેન્નાઈમાં સફળ જ્વેલરી ઍક્સ્પોની શ્રેણીની સાથે, તેનાં નવીનીકૃત અવતારમાં, ચેન્નાઈ ખાતે નવાં જ શરૂ કરાયેલા CJGFમાં સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક બાઅરોને સમજવા માટેનો આંતરરાષ્ટ્રીય અનુભવ પૂરો પડ્યો હતો.

આ ઍક્સ્પો સંખ્યાબંધ લાક્ષણિકતાઓથી ભરપૂર હતો જેમ કે Luxury Pavilion, Artisan Zone, Designer Gallery અને Networking Night. ઍક્સ્પોની પ્રમુખ હાઇલાઇટ્સમાંથી એક ત્રિ-દિવસીય આંતરસૂઝભર્યો સેમિનાર રહ્યો. દિવસ 1 ના રોજ સેમિનારમાં --જૅમોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા 'કૃત્રિમ હીરાઓને ઓળખ કરવી' અને 'તમારા કારોબાર અને નફાને કેવી રીતે વધારવો' તેનાં પર ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું; દિવસ 2 અને દિવસ 3 ના રોજ 'આભૂષણ કારોબારમાં યુવા પેઢી' અને 'ક્લસ્ટર્સ માટે MSMEમાં યોજનાઓ' વિષયો પર પૅનલ ચર્ચા યોજવામાં આવી હતી; 'Profit Test for Retailers and Stock Management', 'How your Staff Can Help your Profits in Retailing'; 'Contemporary Issues in Diamond Testing: Experience at Gemological Institute of India' અને 'Digital Marketing for Jewellers', ઘણાંમાથી થોડાં નામો છે. આ ઍક્સ્પોમાં Gem Museum by Madras Gem Museum and Gem Institute Chennai ને પણ દર્શાવવામાં આવી હતી જેણે 2,000 કરતાં વધુ જૂજ અને મૂલ્યવાન જેમસ્ટોન્સ અને હૉલ ઓફ ફેમનું પ્રદર્શન કર્યું હતું જેનું ઉદ્‌ઘાટન દક્ષિણ ભારતની અભિનેત્રી ખુશ્બુએ કર્યું હતું.

આ ઍક્સ્પો જ્વેલરી હોલસેલર્સ, રિટેલર્સ, આયાતકારો અને નિકાસકર્તાઓ, જ્વેલરી મૅન્યુફેક્ચરર્સ, હીરા, જેમસ્ટોન, મોતી સપ્લાયર્સ અને ટ્રેડર્સ, કિંમતી ધાતુ અને જ્વેલરી માઉન્ટિંગ ટ્રેડર્સ અને સપ્લાયર્સ, મશીનરી નિર્માતાઓ અને વિવિધ ટ્રેડ અને સરકારી સંગઠનોમાંથી પ્રતિનિધિઓ માટે, એક છતની નીચે આવી, મળવા, નેટવર્ક અને તેમનાં વ્યાપારની વૃદ્ધિ માટે સર્વોત્કૃષ્ટ મંચ બની રહ્યું. ભારતમાં શ્રેણી 1, 2 અને 3 શહેરો ઉપરાંત, આ પ્રદર્શનમાં સિંગાપોર, બાંગ્લાદેશ, નેપાલ, મધ્ય પૂર્વ અને મલેશિયા સહિત અનેક દેશો દ્વારા હાજરી આપવામાં આવી હતી.  

આ વર્ષે પ્રમુખ પ્રદર્શનકારોની યાદીમાં - અન્યો સહિત Anmol Jewellers, CNB Diamonds Pvt. Ltd., JKS Jewels Pvt. Ltd., Anmol Swarn (India) Pvt. Ltd., S.K. Jewels, The Bombay Jewel Case Co, Mehta Gold and Diamonds, Madhava Raghava Jewellers LLP, M M Gold Palace, D N Jewels, UTSSAV CZ Gold Jewels Ltd., White Fire Diamonds India Pvt. Ltd. and Kalinga Jewellers, Jai Gulab Dev, Laxmi Chains, Jewel 4 u, Navkar Sterling, Sankalp Jewels, Swarn Shanthi, P.R Jewellers, Ms Diagem નો સમાવેશ થયો હતો.  

CJGFના પ્રથમ સંસ્કરણની સમાપ્તિ પર ટિપ્પણી આપતાં, UBM India ના Managing Director, Mr. Yogesh Mudras જણાવ્યું હતું કે, "જ્વેલરી ઉદ્યોગ ચમકતાં ભવિષ્ય માટે તૈયાર થઈ ગયો હોવાનું દેખાય રહ્યું છે. ક્ષેત્રે અપાર તકો રહેલી છે જે નિકાસ-લક્ષી અને શ્રમ સઘન પણ છે, જે ભારતને વૈશ્વિક જ્વેલરી બજારનું કેન્દ્ર બનાવશે. આવનારા વર્ષોમાં, જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રેના વિકાસમાં મોટાં રિટેલર્સ/બ્રાન્ડ્સનો ખૂબ મોટો ફાળો હશે. સ્થાપિત બ્રાન્ડ્સ સંગઠિત બજારોને માર્ગદર્શન પુરું પાડે છે અને વિકાસ માટેની તકોને ખુલ્લી મૂકે છે. સંગઠિત ઉદ્યોગકારોની વધતી જતી સુલભતા ગુણવત્તા તેમન ઉત્પાદનો અને ડિઝાઇનોની વિવિધતા પૂરી પાડે છે. એક પછી એક છેલ્લાં 13 વર્ષોમાં ચેન્નાઈ ખાતે સફળ જ્વેલરી શો સાથે, ચેન્નાઈ જ્વેલર્સ એસોશિયેશન ના સહયોગમાં UBM India  CJGF મારફત દક્ષિણના બજાર સમક્ષ નવસર્જીત સ્વરૂપમાં સંગઠિત ઉદ્યોગકારો સાથે એક આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ પ્લેટફૉર્મ લાવી રહ્યું છે. જ્વેલરી, હીરા, મોતી અને જેમસ્ટોનના સપ્લાયર્સને ભેગાં મળવા, પરસ્પર સક્રિય બનવા અને પ્રમુખ ખરીદદારો સાથે નેટવર્ક બનાવવાની ઇચ્છા સાથે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, ઍક્સ્પો, આવનારા વર્ષોમાં બૅન્ચમાર્કસ બનાવવા ઇચ્છે છે અને વિસ્તારમાં જ્વેલરી ઉદ્યોગ માટે વેપારને ઇંધણ પુરું પાડવાનું લક્ષ્ય ધરાવે છે."

"વધુમાં,દક્ષિણ ભારતને કિંમતી અને અર્ધકિંમતી જડેલી જ્વેલરી, હાથ બનાવટ, કાસ્ટિંગ અને વજનમાં હળવી સોનાની જ્વેલરીનું કેન્દ્ર માનવામાં આવે છે. CJGF ખાતે,તમે વિષિષ્ઠતાઓને જોવાનું જારી રાખશો અને દરેક પ્રકારની જ્વેલરીમાં અદ્યતન વૈશ્વિક અને ઘરેલૂ વલણોને દર્શાવવામાં આવશે, પછી તે નક્શી, મંદીર, પાછી અને કુંદન આભૂષણો હોયકે મનગા માલાઈ, પૉલ્કી હીરા આભૂષણો, ઍન્ટિક ગોલ્ડ કે પર્લ જ્વેલરી હોય,"તેમણે વધુમાં ઉમેર્યું હતું.

CJGF પાંચ -શહેર જ્વેલરી શૉ (કોલકાતા, ચેન્નાઇ, હૈદરાબાદ, મુંબઈ અને દિલ્લી)માંથી એક છે જેની UBM India દ્વારા વર્ષભર યજમાની કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્તરે, UBM plc વિશ્વનો સૌથી મોટા જ્વેલરી ટ્રેડ ઈવેન્ટ -The Hong Kong Jewellery & Gem Fair નું આયોજન કરે છે.

Chennai Jewellers Association ના પ્રમુખ, Mr. Yogesh Shah જણાવ્યું હતું, "UBM છેલ્લાં ત્રણ દાયકાઓથી જ્વેલરી ઉદ્યોગનો અભિન્ન અંગ બની રહ્યું છે. પૉર્ટફોલિયોમાં તેની નિપુણતાને જોતાં, Chennai Jewellery and Gem Fair ના આયોજન માટે UBM Indiaને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. શો ટ્રેડ દ્વારા અને તેનાં માટેની એક પહેલ છે, એક સુપીરિયર સૉર્સિંગ પ્લેટફૉર્મ અને જ્ઞાન તેમજ માર્કેટ ટ્રેંડ્ઝના આદાન-પ્રદાન માટેની તક છે. સહયોગ અને સ્થાપિત થવા માટે અને દક્ષિણ વિસ્તારમાં જ્વેલરીમાં ઊભાં થનારા ઉત્કૃટતાના કેન્દ્રો માટે CJGF 2018 મારફત UBM India સાથે જોડાતા અમને ખુશી છે અને અમને જોઇને આનંદ થઈ રહ્યો છે કે ઍક્સ્પોમાં દેશના અંતરિયાળ વિસ્તારોમાંથી લોકો સહભાગી બન્યાં છે."

આમાં ઉમેરો કરતા, Chennai Jewellers Associationના ઉપ-પ્રમુખ, Mr. Uday Vummidi એ જણાવ્યું હતું કે, "UBM India દ્વારા આયોજિત આ ભવ્ય પ્રસંગ Chennai Jewellery and Gem Fair (CJGF)માં અમારો સહયોગ વિસ્તારતા અમને અનહદ આનંદની લાગણી થઈ રહી છે, જેને વર્ષમાં બે વખત આયોજિત કરવામાં આવશે. આ કદ અને માપક્રમના મંચને ભારતમાં આયોજિત  કરવા મુશ્કેલ કાર્ય છે અને આવનારા વર્ષોમાં, અમે CJGF ની સફળતાની અપેક્ષા રાખી રહ્યાં છીએ. તેનાં માત્ર પ્રથમ સંસ્કરણમાં જબરદસ્ત પ્રતિસાદ પ્રાપ્ત કરવાની સાથે, ઍક્સ્પો મોટી કારોબારી તકોની સાથે એક વિશાળ બાબત બની રહેશે. આયોજક તરીકે, અમે સતત પ્રોત્સાહન અને પ્રમુખ શહેરો તેમજ બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં મોટાં રોડ શોના આયોજન દ્વારા શ્રેષ્ઠ ગ્રાહકોને સહભાગી બનાવવાનું લક્ષ્ય સેવી રહ્યાં છીએ."  

CJGF વિશે: 

CJGF બાઈ-ઍન્યુઅલ ઈવેન્ટ છે, જે વ્યૂહાત્મક રીતે દર વર્ષે ઑક્ટોબર અને માર્ચમાં UBM  દ્વારા આયોજિત કરવામાં આવે છે, જે જુન 2018માં અગ્રણી B2B માહિતી સેવાઓનું જૂથ અને વિશ્વમાં સૌથી મોટા B2B ઈવેન્ટ્સ ઑર્ગેનાઇઝર બનવા માટે Informa PLC સાથે જોડાયું હતું. CJGF પર વધુ માહિતી માટે કૃપા કરી https://chennai.jewelleryfair.in/oct અને એશિયામાં અમારી ઉપસ્થિતિ માટે http://www.ubm.com/global-reach/ubm-asia ની મુલાકાત લો.

UBM Asia વિશે: 

UBM Asia હાલમાં જ એક અગ્રણી B2B માહિતી સેવાઓના જૂથ - Informa PLC નો ભાગ બન્યું છે અને સૌથી મોટા B2B ઈવેન્ટ્સ આયોજક છે. એશિયામાં અમારી ઉપસ્થિતિ વિશેની વધુ માહિતી માટે કૃપા કરી http://www.ubm.com/asia ની મુલાકાત લો.

કોઇપણ મીડિયા પૂછપરછ માટે કૃપા કરી સંપર્ક કરો:
UBM India
Roshni Mitra
roshni.mitra@ubm.com  
Mili Lalwani
mili.lalwani@ubm.com
+91-22-61727000
Prachi Kumar
prachi.kumar@ubm.com
+91-7718866668

SOURCE UBM India Pvt. Ltd. 

Get content for your website

Enhance your website's or blog's content with PR Newswire's customised real-time news feeds.
Start today.

 

 
 

Contact PR Newswire

Send us an email at indiasales@prnewswire.co.in or call us at +91 22 6169 6000

 

 
 

Become a PR Newswire client

Request more information about PR Newswire products & services or call us at +91 22 6169 6000

 

 
  1. Products & Services
  2. Knowledge Centre
  3. Browse News Releases
  4. Contact PR Newswire